નવી દિલ્હી,
કોઈ પન એક સામાન્ય વ્યક્તિનું સપનું હોઈ છે કે તે પોતાના જીવનમાં એકવાર હવાઈ મુસાફરી તો કરે જ. વ્યક્તિની આ સપનાઓ કેટલાક માટે પુરા થતા હોય છે તો કેટલાક લોકો માટે નહિ.
આપના દેશમાં મોદી સરકાર દ્વારા ડોમેસ્ટિક સ્તર પર હવાઈ મુસાફરી કરવા માટે અવનવી ઓફરો આપવામાં આવી રહી છે, પરંતુ એક એરલાઇન્સ દ્વારા હવે આંતરરાષ્ટ્રીય સ્તર પર એક ધમાકેદાર ઓફર આપી રહી છે. આ એરલાઇન્સ દ્વારા રાજધાની દિલ્હીથી અમેરિકાના ન્યૂયોર્કની મુસાફરી જે બજેટમાં કરવામાં આવી રહી છે તે જાણીને તમે પણ ચોકી શકો છો.

દિલ્હીથી ન્યૂયોર્કની મુસાફરી કરવા માટે હાલના સમયમાં ૬૦ હજાર રૂપિયા કરતા વધુ રૂપિયા ખર્ચ કરવા પડતા હોય છે,પરંતુ હવે યાત્રીઓ ટુંક જ સમયમાં માત્ર ૧૩,૫૦૦ રૂપિયામાં આ મુસાફરી કરી શકશે.
આ ખાસ ધમાકેદાર ઓફર આપવામાં આવી રહી છે આઈસલેન્ડની બજેટ એરલાઇન્સ વોઉ (WOW).

વોઉ એરલાઇન્સના CEO સ્કુલી મોગેનસેને દિલ્હીથી ઉત્તરી અમેરિકા વચ્ચે બજેટ ફ્લાઈટ શરુ કરવા જઈ રહ્યા છે. તેઓએ જણાવ્યું, “જયારે તમે ભારતથી અમેરિકા જવા માટે સૌથી નાના અંતરનો રુટ પસંદ કરતા હોય છે ત્યારે તે આઈસલેન્ડ પરથી પસાર થયા થાય છે. ત્યારે ઉત્તરી અમેરિકા પહોચવા માટેના સમયગાળામાં ઘટાડો થાય છે, જેથી ઇંધણનો ખર્ચ પણ ઘટવાથી એરલાઇન્સનો ખર્ચ પણ ઘટશે અને યાત્રીઓને સસ્તા દરમાં ટિકિટ પણ મળશે.

એરલાઇન્સ દ્વારા જણાવ્યા મુજબ, આ મુસાફરીની હવાઈ ટિકિટોની કિંમત સિટિંગ અરેંજમેન્ટના હિસાબથી નક્કી કરવામાં આવશે. આ મુજબ એક શ્રેણી બેસિક હશે અને જેમાં માત્ર મુસાફરીનો ખર્ચ જ શામેલ હશે. પરંતુ સીટ, લગેજ અને જમવા માટેનો જે ચાર્જ હશે તેને અલગથી વસૂલ કરવામાં આવશે.

એરલાઇન્સના CEOએ વધુમાં જણાવ્યું, “આ લાંબા અંતરની મુસાફરી માટે સસ્તા દરની ટિકિટ આપવાવાળી આ પહેલી એરલાઇન્સ છે. આ એક મૌકો છે કે ગેમ બદલીને મૂકી દે.
ન્યુઝ એજન્સી PTIના જણાવ્યા મુજબ, આ એરલાઇન્સ આ જ વર્ષે ડિસેમ્બર મહિનામાં નવી દિલ્હીથી અમેરિકાની સાથે સાથે યુરોપના અન્ય શહેરો માટે પણ ફ્લાઈટ શરુ કરવા જઈ રહી છે.
