Greece News: ગ્રીસ (Greece)ના એજિયન સમુદ્ર (Aegean Sea)માં ફરી એકવાર માનવતાવાદી સંકટ સામે આવ્યું છે. મંગળવારે ચિઓસ ટાપુ (Chios Island)નજીક ગ્રીક કોસ્ટ ગાર્ડ દળના પેટ્રોલિંગ જહાજ અને સ્થળાંતર કરનારાઓને લઈ જતી બોટ વચ્ચે ભીષણ અથડામણ થતાં ઓછામાં ઓછા 14 લોકોના મોત થયા છે, જ્યારે ઘણા લોકો હજુ પણ ગુમ હોવાનું મનાય છે. આ ઘટનાએ યુરોપમાં ચાલી રહેલા પ્રવાસી સંકટને ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં લાવી દીધું છે.
બોટ તુર્કીથી ગ્રીસ(Greece) તરફ જઈ રહી હતી
રોયટર્સના અહેવાલ મુજબ, દુર્ઘટનાગ્રસ્ત બોટ તુર્કીના દરિયાકાંઠેથી ગ્રીસ (Greece)તરફ જઈ રહી હતી. તેમાં મોટા ભાગે એવા લોકો સવાર હતા, જે પોતાના દેશોમાં યુદ્ધ, ગરીબી અને અસુરક્ષાથી બચવા યુરોપમાં આશ્રય મેળવવા પ્રયત્ન કરી રહ્યા હતા. ચિઓસ ટાપુ ગ્રીસ (Greece)ના એજિયન સમુદ્રમાં તુર્કીથી ખૂબ નજીક હોવાથી, આ માર્ગ પ્રવાસીઓ માટે લોકપ્રિય બન્યો છે.
અકસ્માત કેવી રીતે થયો?
ગ્રીક કોસ્ટ ગાર્ડ દળના અધિકારીઓના જણાવ્યા અનુસાર, પેટ્રોલિંગ દરમિયાન તેમને એક શંકાસ્પદ બોટ ચિઓસ ટાપુ તરફ આગળ વધી રહી હોવાનું દેખાયું હતું. કોસ્ટ ગાર્ડ દળે બોટને રોકવા અને પરત ફરવાનો નિર્દેશ આપ્યો હતો. અધિકારીઓનો દાવો છે કે બોટ ચલાવનાર દાણચોરી કરનારાઓએ જાણબૂઝીને બોટને કોસ્ટ ગાર્ડ જહાજ તરફ વાળી દીધી, જેના કારણે બંને વચ્ચે સીધી અથડામણ થઈ.

બચાવ કામગીરી ચાલુ…
દુર્ઘટના બાદ કોસ્ટ ગાર્ડ દળે તરત જ બચાવ કામગીરી શરૂ કરી હતી. અત્યાર સુધીમાં 24 સ્થળાંતર કરનારાઓને જીવતા બચાવી લેવામાં આવ્યા છે. તેમને નજીકના હોસ્પિટલોમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. આ ઘટનામાં ગ્રીક પોલીસના બે કર્મચારીઓ પણ ઘાયલ થયા હોવાનું જાણવા મળ્યું છે, જેમને પણ સારવાર આપવામાં આવી રહી છે.
અનેક લોકો હજુ ગુમ
પ્રત્યક્ષદર્શીઓ અને બચાવ કાર્યમાં જોડાયેલા લોકોના જણાવ્યા અનુસાર, બોટમાં અંદાજે 30થી 35 લોકો સવાર હતા. જો આ આંકડો સાચો માનીએ તો હજુ પણ અનેક લોકો દરિયામાં ગુમ હોવાનું માનવામાં આવે છે. તેમને શોધવા માટે મોટા પાયે શોધ અને બચાવ કામગીરી ચાલી રહી છે.
આ પણ વાંચો:ગ્રીસમાં વાયુસેનાનું વિમાન દુર્ઘટનાગ્રસ્ત, બે પાયલોટના મોત
આ પણ વાંચો:ગ્રીસમાં ભયાનક રેલ અકસ્માતઃ 32ના મોત, 100થી વધુ ઘાયલ
આ પણ વાંચો:ગ્રીસમાં બોટ ઊંધી વળતા 300 પાક માઇગ્રન્ટ્સના

