રેપો રેટ/ RBIએ રેપો રેટ માં 0.25 ટકા ઘટાડો કરી લોન ધારકોને મોટી નાણાકીય રાહત આપી

બેંકો આગામી થોડા દિવસોમાં રેપો રેટમાં સુધારો કરે તેવી અપેક્ષા છે. EMIનું ભારણ ઘટાડાવા જઈ રહ્યું છે. ટેકાની રાહત મળી..

Top Stories NATIONAL India Breaking News Business
RBIએ રેપો રેટમાં 0.25 ટકા ઘટાડો

RBI News: રેપો રેટ માટે ભારતીય રિઝર્વ બેંક (RBI)એ પોતાની નાણાંકીય નીતિ સમીક્ષા દરમિયાન દેશના કરોડો લોન ધારકો માટે એક મોટી અને રાહતભરી જાહેરાત કરી છે. આર્થિક મંદીનું દબાણ, બજારમાં માંગ વધારવાની જરૂરિયાત અને ગ્રાહકોની ખરીદી શક્તિ મજબૂત કરવા હાથ ધરવામાં આવેલા મહત્વપૂર્ણ પગલાંમાં RBIએ રેપો રેટ માં 0.25 ટકા ઘટાડાની જાહેરાત કરી છે. આ ઘટાડા બાદ રેપો રેટ 5.50 ટકાથી ઘટાડીને 5.25 ટકા કરવામાં આવ્યો છે.

આ પગલાંથી હોમ લોન, કાર લોન, પર્સનલ લોન અને MSME લોન સહિત તમામ વ્યાજદરોમાં ઘટાડો થવાનો માર્ગ ખૂલ્લો થઈ ગયો છે. બેંકો આગામી થોડા દિવસોમાં વ્યાજદરોમાં સુધારો કરે તેવી અપેક્ષા છે. EMIનું ભારણ ઘટાડાવા જઈ રહ્યું છે, જેના કારણે મધ્યમ વર્ગ અને વેપારીઓ બંનેને લાભ થશે.

રેપો રેટમાં ઘટાડો, 0.25 ટકાનો ઘટાડો

EMI માં ઘટાડો થવાની ધારણા, બોન્ડ માર્કેટને ટેકો

RBI ના વ્યાજ દરમાં ઘટાડાથી ગ્રાહકોને બે રીતે રાહત મળવાની શક્યતા છે:

EMI માં ઘટાડો: REPO-RATEમાં ઘટાડો બેંકોને RBI પાસેથી સસ્તા દરે ઉધાર લેવાની મંજૂરી આપશે, જેનો લાભ ગ્રાહકોને હોમ લોન, કાર લોન અને અન્ય લોન પર EMI માં ઘટાડો થવાના સ્વરૂપમાં મળી શકે છે.

બોન્ડ માર્કેટ માટે ટેકો: વ્યાજ દરમાં ઘટાડો બજાર અને બેંકિંગ ક્ષેત્ર માટે એક મોટો સકારાત્મક સંકેત માનવામાં આવે છે, જેનાથી બજારમાં તરલતા વધશે.

RBIએ કરી મોટી જાહેરાત , હવે EMI ચારકોને રેપો રેટમાં ઘટાડો

₹1 લાખ કરોડના સરકારી બોન્ડની ખરીદી

વ્યાજ દરમાં ઘટાડાની સાથે, RBI એ બજારમાં તરલતા વ્યવસ્થાપન અંગે પણ એક મોટી જાહેરાત કરી છે. RBI ડિસેમ્બરમાં ₹1 લાખ કરોડના સરકારી બોન્ડ ખરીદશે. આ ખરીદી OMO (ઓપન માર્કેટ ઓપરેશન્સ) દ્વારા કરવામાં આવશે. આનાથી બજારમાં વધારાની તરલતા (નાણા પ્રવાહ) આવશે અને બોન્ડ યીલ્ડ પર પણ સકારાત્મક અસર પડી શકે છે. એક તરફ, સામાન્ય માણસ માટે EMI ઓછી થવાની અપેક્ષા મજબૂત થઈ છે, અને બીજી તરફ, સરકારી બોન્ડની ખરીદી મની માર્કેટમાં લિક્વિડિટી વધવાની તૈયારી દર્શાવે છે.

2025 માં REPO-RATE કેટલી વખત વધારવામાં આવ્યો છે અને ઘટાડવામાં આવ્યો છે?

RBI ગવર્નર સંજય મલ્હોત્રાએ અગાઉ સંકેત આપ્યો હતો કે RBI રેપો રેટ ઘટાડી શકે છે. જોકે, આ વર્ષની શરૂઆતમાં, 2025 માં, રેપો રેટ 3 વખત ઘટાડવામાં આવ્યો હતો. રેપો રેટ 6.25% થી ઘટીને 5.50% થયો હતો. આજના ઘટાડા સાથે, તે હવે 5.25% પર પહોંચી ગયો છે.

રેપો રેટ  શું છે?

રેપો રેટએ દર છે જેના પર દેશની કેન્દ્રીય બેંક અન્ય બેંકોને નાણાં ઉછીના આપે છે, અને પછી બેંકો તે દરના આધારે ગ્રાહકોને ધિરાણ આપે છે. તેથી, જો રેપો રેટ ઘટાડવામાં આવે છે, તો તે સીધી લોન દરોને અસર કરે છે. રેપો રેટમાં ઘટાડા સાથે, તમારી ફ્લોટિંગ રેપો-લિંક્ડ લોન, જેમ કે હોમ લોન અને કાર લોન પર EMI અથવા લોનની મુદત ઘટી શકે છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:RBI MPCનો આજે નિર્ણય, RBIએ રેપો રેટમાં કોઈ ફેરફાર કર્યો નથી, જાણો ગવર્નર સંજય મલ્હોત્રાએ બીજું શું કહ્યું

આ પણ વાંચો:શું RBI એ ખરેખર બેંકોને સપ્ટેમ્બર 2025 સુધીમાં ATM માંથી 500 રૂપિયાની નોટો બંધ કરવાનું કહ્યું છે? જાણો સાચુ કારણ

આ પણ વાંચો:RBI ગવર્નરે કરી ઘોષણા, તમારા લોનના હપ્તાઓમાં થશે ઘટાડો, મોંઘવારી વધશે !