ગોરખપુર,
ઉત્તર પ્રદેશની ગોરખપુર અને ફૂલપુર તેમજ પાડોશી રાજ્ય બિહારની અરસિયા લોકસભા અને ભભુઆ અને જહાનાબાદ વિધાનસભાની બેઠકો માટે મતદાન યોજાઈ હતું. આ સાથે તમામ રાજકીય પાર્ટીઓના ઉમેદવારોનું ભાવિ EVM મશીનમાં કેદ થઇ ચુક્યું છે અને આગામી ૧૪ માર્ચના રોજ મતગણતરી હાથ ધરાશે. બીજી બાજુ આ બંને રાજ્યોની પેટાચુંટણી યુપીના CM યોગી આદિત્યનાથ અને બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર માટે અગ્નિપરીક્ષા સમાન સમાન જોવા મળી રહી છે.
Gorakhpur: Chief Minister Yogi Adityanath casts his vote for #GorakhpurByPoll at a polling station, says 'For development and good governance, BJP is necessary.' pic.twitter.com/JxcYkIKnEI
— ANI UP/Uttarakhand (@ANINewsUP) March 11, 2018
રવિવારે યોજાયેલા ઉત્તરપ્રદેશની બે વીઆઈપી સીટો પર ગત ચુંટણી કરતા ઓછુ મતદાન થયું હતું. ઇલેકશન કમિશન દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ, સાંજે ૫ વાગ્યા સુધી સીએમ યોગીના ગૃહક્ષેત્ર ગોરખપુરમાં ૪૩ ટકા અને ફૂલપુરમાં ૩૭.૩૯ ટકા મતદાન નોધાયું હતું. ગત ચુંટણી કરતા આ બંને સીટો પર ૧૨ ટકા ઓછુ મતદાન યોજાયું હતું.
ઇલેકશન કમિશન દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, સવારે ૭ વાગ્યે શરુ થયેલું મતદાન સાંજે ૫ વાગ્યા સુધીમાં શાંતિપૂર્ણ માહોલમાં સમાપ્ત થયું હતું. એક અધિકારીએ જણાવ્યું હતું કે, કેટલાક મતદાન મથકો પર EVM મશીન ખરાબ થયા હોવાની માહિતી સામે આવી હતી પરંતુ તાત્કાલિક બદલવામાં આવ્યા હતા.
આ પહેલા ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ ગોરખપુર ખાતે મતદાન કરવા માટે પહોચ્યા હતા અને ચુંટણીમાં પોતાની જીતનો દાવો કર્યો હતો.
BJP will win both the by-polls (#Gorakhpur & #Phulpur ) with massive majority & on the basis of PM Modi's governance of development, 2019 election results will also be good for the BJP: UP CM Yogi Adityanath pic.twitter.com/O0TY4VGfU3
— ANI UP/Uttarakhand (@ANINewsUP) March 11, 2018
મતદાન બાદ તેઓએ જણાવ્યું હતું કે, ગોરખપુર અને ફૂલપુર લોકસભા બેઠક પર ભાજપ પ્રચંડ બહુમતીથી જીત મેળવશે. પીએમ મોદીના વિકાસના આધાર પર ૨૦૧૯ની ચુંટણીના પરિણામો બીજેપી માટે સારા રહેશે.
#GorakhpurByPoll : Minister of State for Finance Shiv Pratap Shukla cast his vote in Gorakhpur pic.twitter.com/IFgo0rejTf
— ANI UP/Uttarakhand (@ANINewsUP) March 11, 2018
આ ઉપરાંત કેન્દ્રીય રાજ્ય નાણામંત્રી શિવ પ્રતાપ શુક્લ પરિવાર સાથે ગોરખપુરમાં મતદાન કર્યું હતું.
ઉત્તર પ્રદેશની ગોરખપુર અને ફૂલપુર લોકસભા સીટ પર સત્તાધારી પક્ષ ભાજપ અને સમાજવાદી પાર્ટી (સપા) વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી રહી છે. ફૂલપુરમાં બીજેપી દ્વારા કૌશલેન્દ્ર પટેલને સીટ આપી છે જયારે બસપા સમર્પિત સપાએ નાગેન્દ પટેલને ચુંટણીના મેદાનમાં ઉતાર્યા છે. કોંગ્રેસના મનીષ મિશ્રા અને અન્યમાં બાહુબલી અતીક અહમદ પણ મેદાનમાં છે. જયારે ગોરખપુરમાં બીજેપી દ્વારા ઉપેન્દ શુક્લા, બસપા સમર્પિત સપાના પ્રવિણ નિષાદ અને કોંગ્રેસના સુરહિતા કરીમ મેદાનમાં છે.
મહત્વનું છે કે, યોગી આદિત્યનાથ યુપીના મુખ્યમંત્રી અને કેશવપ્રસાદ મૌર્ય ઉપ-મુખ્યમંત્રી બન્યા બાદ તેઓએ અનુક્રમે ગોરખપુર અને ફૂલપુર સીટ પરથી રાજીનામું આપ્યું હતું,આ કારણે આ બેઠકો પર પેટા ચુંટણી યોજાઈ રહી છે.
બીજી બાજુ બિહારમાં ૧ લોકસભા અને ૨ વિધાનસભાની ચુંટણી ખુબ અગત્યની માનવામાં આવી રહી છે. કારણ કે મહાગઠબંધન તૂટ્યા બાદ બિહારમાં આ પ્રથમ ચુંટણી યોજાઈ રહી છે ત્યારે પીએમ મોદી અને મુખ્યમંત્રી નીતિશ કુમારની પણ કસોટી થવાની છે. બિહારમાં પણ આ ચુંટણીનો સીધો જંગ જેડીયુ-BJP ગઠબંધન અને આરજેડી વચ્ચે છે.
આરસિયા લોકસભા સીટ પર બીજેપીના પ્રદીપસિંહ અને આરજેડીના ઉમેદવાર સરફરાઝ આલમ આમને-સામને છે. જયારે જહાનાબાદ વિધાનસભા બેઠક પર જેડીયુના અભિરામ શર્મા અને આરજેડીના સુદય યાદવ વચ્ચે તેમજ ભભુઆ સીટ પર ભાજપના રિંકી રાની પાંડે અને કોંગ્રેસના શંભુસિંહ પટેલ વચ્ચે ટક્કર છે.
