Ahmedabad/ દહેગામ પાસે ગમખ્વાર અકસ્માતમાં બે લોકોના મોત

@વિરેન મહેતા , મંતવ્ય ન્યુઝ અમદાવાદથી થોડા અંતરે આવેલા દહેગામ નજીકના બાયડ હાઇવે ઉપર આજે ક્રેટા કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો હતો. ટ્રક સાથે ક્રેટા કાર અથડાયા બાદ ગાડીમાં આગ ફાટી નીકળી હતી. અકસ્માત એટલું ભયાનક હતું કે ઘટનાંને નજરોનજર જોનારા લોકોના હોશ ઉડી ગયા હતા. કારમાં સવાર બે લોકોના કમકમાટી ભર્યા મોત […]

Ahmedabad Gujarat

@વિરેન મહેતા , મંતવ્ય ન્યુઝ

અમદાવાદથી થોડા અંતરે આવેલા દહેગામ નજીકના બાયડ હાઇવે ઉપર આજે ક્રેટા કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો હતો. ટ્રક સાથે ક્રેટા કાર અથડાયા બાદ ગાડીમાં આગ ફાટી નીકળી હતી. અકસ્માત એટલું ભયાનક હતું કે ઘટનાંને નજરોનજર જોનારા લોકોના હોશ ઉડી ગયા હતા. કારમાં સવાર બે લોકોના કમકમાટી ભર્યા મોત નીપજી જતા સમગ્ર વિસ્તારમાં તેના ઘેરા પ્રત્યાઘાત પડયા હતા. ગાડીમાં લાગેલી આગને કાબુમાં મેળવવા માટે દહેગામથી ફાયરબ્રિગેડની ગાડી બોલાવાની જરૂર પડી હતી. ફાયર બ્રિગેડની ટીમે આગ ઉપર કાબુ મેળવી લઈને ગાડીના કાટમાળને રોડ ઉપરથી સાઈડમાં ખસેડવા માટે પોલીસ અને સ્થાનિકોની મદદ મેળવી હતી.

દહેગામ પોલીસે અક્સમાતનો ગુનો નોંઘીને તપાસ હાથ ધરી હતી કે અકસ્માત ક્યાં કારણસર થયો હતો અને કોણ આ ઘટનામાં જવાબદાર છે. દહેગામ બાયડ હાઇવે પર અકસ્માતને કારણે થોડા સમય માટે ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા , જોકે પોલીસે પરિસ્થતિ ઉપર કાબુ મેળવી લઈને રોડ ઉપર વાહન વ્યવહાર રાબેતા મુજબ ચાલુ કરાવી દીધો હતો.