બનાસકાંઠા ના એક યુવા ખેડૂત એ જાતે સોલાર અને બેટરીથી ચાલતું મીની ટ્રેકટર બનાવી ખેડૂતોને એક નવો સંદેશો આપ્યો છે.
ખેડૂત એટલે એને સમજણ વગરનો લોકો માની રહ્યા છે.ખેડૂત એટલે તમે જે આપો એ લઈ જાય અને વાવણી કરી દે એ ખેડૂત,ખેડૂત એટલે ખેતર માં મહેનત કરીને જીવન નિર્વાહ ચલાવતો વ્યક્તિ પણ આજના એક એવા ખેડૂત ની વાત કરીએ કે જે સમગ્ર ગુજરાત માટે ગૌરવ છે અને એન્જીનિયરો માટે ચેલેન્જ કહી શકાય.ડીસા ના રાણપુર ગામે રહેતા યુવા ખેડૂત નવીનભાઈ માળી તેઓ અવનવી ખેતી સાથે કઈક ઓછા ખર્ચે ખેતી થાય તેવા પ્રયત્ન સતત કરતા હોય છે.

ત્યારે નવીનભાઈ એ અગાઉ ઇલેક્ટ્રિક સાયકલ બનાવી ખેતર માં દવાનો સ્પ્રે થાય તેમાટે સાયકલ બનાવી કે ખૂબજ સફળ બની અને ખૂબ ઉપયોગી બની જેથી તેઓ હવે સ્પ્રે સાયકલ બનાવ્યા બાદ મીની ટ્રેકટર બનાવવાવું વિચાર કર્યો અને ખેતર માં બેઠા બેઠા ટ્રેકટર નું આયોજન કરી ટ્રેકટર બનાવવા બોડી વર્ક નું કામ કરતા હર્ષદભાઈ પંચાલ પાસે ગયા અને તેમને ટ્રેકટર બનાવવાનું આઈડિયા આપ્યો અને ગણતરીના દિવસો માં સોલરથી ચાલતું ટ્રેકટર તૈયાર કરી દીધું. આ ટ્રેકટર એક ટન જેટલુ વજન ખેંચી શકે તેવી સોલરની ક્ષમતા પણ છે. આ ટ્રેકટર પર પાંચ માણસો સવાર થાય તો પણ એકદમ આરામથી દોડી શકે છે.
એટલે કે સફળ ટ્રેકટર તૈયાર કરવામાં આવ્યું છે. ત્યારે ખેડૂત નવીનભાઈ માળી પાસે ટ્રેકટર બનવવાથી શુ ફાયદો થશે તે બાબતે પૂછતાં તેઓ એ જણાવ્યું હતું કે આ ટ્રેકટર 1.75 લાખ માં તૈયાર થયું છે. ટ્રેકટર સોલર થી ચાલે છે અને સોલર નીં સાથે એ સી લાઈટથી ચાર્જ પણ થાય છે.ખેડૂતોને મોંઘવારીના સમયમાં ડીઝલ બચે અને નાની બાગાયતી ખેતીમાં ઉપયોગી નીવડે સાથે પશુપાલન કરતા પશુપાલકોને દૂધ ભરાવવા,ઘાસચારો લાવવામાં સરળતા રહે સાથે પર્યાવરણ બચે છે. અને પ્રદુષણ પણ ન થાય એટલે ટ્રેકટર અનેક રીતે ખેડૂતોને ફાયદાકારક રહેશે.અને મેં મારી જાતે આઇડયા થી ટ્રેકટર તૈયાર કરેલ છે.
યુવા ખેડૂત એ બનાવેલ ટ્રેકટરના કારણે ખેડૂત ને વર્ષે એક લાખ જેટલી મજૂરી અને ઇંધણ ની બચત થશે જોકે યુવા ખેડૂત એ બનાવેલ ટ્રેકટર હાલ સોસીયલ મીડિયા માં છવાઈ જવા પામ્યો છે.ત્યારે આવનાર સમય માં અન્ય ખેડૂતો પણ આવા ટ્રેકટર બનાવી એક બચત ઉભી કરશે.જોકે ખેડૂત એ બનાવેલ સોલર ટ્રેકટર બનાવી એક એન્જીનીયર ને ચેલેન્જ આપી હમ કિસી સે કમ નહિ એ પંક્તિ ને આજે સાર્થક બનાવી દીધી છે.
