ICC Chairman election/ ICC અધ્યક્ષ પદની ચૂંટણીમાં પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે જય શાહને આપ્યું સમર્થન કે કર્યો વિરોધ? જાણો

BCCIના સચિવ જય શાહને ICCના આગામી અધ્યક્ષ તરીકે પસંદ કરવામાં આવ્યા છે. જય શાહે માત્ર 35 વર્ષની વયે ICCના અધ્યક્ષ બનીને એક રેકોર્ડ બનાવ્યો છે. જય શાહ ICCના ઈતિહાસમાં સૌથી યુવા અધ્યક્ષ બન્યા છે.

Trending Sports

PCB role on ICC Chairman election: BCCIના સચિવ જય શાહને ICCના આગામી અધ્યક્ષ તરીકે પસંદ કરવામાં આવ્યા છે. જય શાહે માત્ર 35 વર્ષની વયે ICCના અધ્યક્ષ બનીને એક રેકોર્ડ બનાવ્યો છે. જય શાહ ICCના ઈતિહાસમાં અત્યાર સુધીના સૌથી યુવા અધ્યક્ષ બન્યા છે. તેઓ 1 ડિસેમ્બરથી તેમનો કાર્યકાળ સંભાળશે. અગાઉ, જ્યારે તેમણે આ પદ માટે નોમિનેટ કર્યા ત્યારે ICCના 16માંથી 15 સભ્યોએ તેમને સમર્થન આપ્યું હતું. આવી સ્થિતિમાં લોકોના મનમાં સવાલો ઉઠી રહ્યા છે કે એવો કોણ સભ્ય દેશ છે જેણે જય શાહને સમર્થન જાહેર ન કર્યું અને આ સમગ્ર ઘટનામાં પાકિસ્તાન ક્રિકેટ બોર્ડની શું ભૂમિકા હતી.

જય શાહ બિનહરીફ ચૂંટાયા હતા

વર્તમાન ICC અધ્યક્ષ, ન્યુઝીલેન્ડના ગ્રેગ બાર્કલેએ ત્રીજી મુદત મેળવવાનો ઇનકાર કર્યો હતો. આ પછી આ પદ માટે ચૂંટણી થવાની હતી. નોમિનેશનની છેલ્લી તારીખ 27 ઓગસ્ટ હતી. આ પદ માટે નામાંકન BCCI સેક્રેટરી જય શાહ દ્વારા કરવામાં આવ્યું હતું. તેમને ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડે ખુલ્લું સમર્થન આપ્યું હતું. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, જય શાહને આઈસીસીના 16માંથી 15 સભ્યોનું સમર્થન હતું. આ કારણે તેમની સમક્ષ અન્ય કોઈએ પોતાનો દાવો રજૂ કર્યો ન હતો, ત્યારબાદ નોમિનેશનની છેલ્લી તારીખ પૂરી થતાં જ જય શાહને ICCના નવા અધ્યક્ષ તરીકે બિનહરીફ ચૂંટવામાં આવ્યા હતા.

શું હતી પાકિસ્તાનની ભૂમિકા?

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, નોમિનેશન પ્રક્રિયા દરમિયાન જય શાહને 16 ICC સભ્ય દેશોમાંથી 15નું સમર્થન મળ્યું હતું. પરંતુ તેને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ તરફથી કોઈ સમર્થન મળ્યું નથી. રિપોર્ટ અનુસાર, પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)ના પ્રતિનિધિએ જય શાહને ICCના નવા અધ્યક્ષ બનવાનું સમર્થન કે વિરોધ કર્યો નથી. જોકે આ પદ માટે જય શાહ એકમાત્ર ઉમેદવાર હતા, પરંતુ તેમને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના મત કે સમર્થનની જરૂર નહોતી. પરંતુ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે આ સમગ્ર ઘટનામાં મૂક પ્રેક્ષકની ભૂમિકા ભજવી હતી.

ICCની આગામી ટુર્નામેન્ટ પાકિસ્તાનમાં યોજાશે

જય શાહ 1 ડિસેમ્બર, 2024 થી ICC અધ્યક્ષ તરીકે તેમનો કાર્યકાળ શરૂ કરશે. આ પછી, પ્રથમ ICC ઇવેન્ટ ચેમ્પિયન્સ ટ્રોફી હશે, જે ફેબ્રુઆરી-માર્ચ મહિનામાં પાકિસ્તાન દ્વારા યોજવામાં આવશે. આ ટુર્નામેન્ટમાં ભાગ લેવા માટે ભારત પાકિસ્તાન જશે કે નહીં તે અંગે હજુ નિર્ણય લેવામાં આવ્યો નથી. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ ઈચ્છે છે કે ભારતીય ક્રિકેટ ટીમ આ ટુર્નામેન્ટમાં ભાગ લેવા માટે પાકિસ્તાન જાય. ભારતીય ટીમને પાકિસ્તાન જવાથી મોટો આર્થિક ફાયદો થશે. આ ઈચ્છા છતાં પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ દ્વારા આઈસીસીના પદ માટેની ચૂંટણીમાં જય શાહને સમર્થન ન આપવું આશ્ચર્યજનક છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:BCCIના સેક્રેટરી જય શાહ બન્યા ICCના પાંચમાં ભારતીય ચેરમેન, જાણો તેમની સત્તાઓ

આ પણ વાંચો:જય શાહે બાંગ્લાદેશની ઓફર ઠુકરાવી, ભારતમાં વર્લ્ડકપ નહીં યોજાય, જાણો કેમ નથી થઈ રહી ડે-નાઈટ ટેસ્ટ

આ પણ વાંચો:જય શાહને BCCI તરફથી નથી મળતો પગાર, જાણો કેવી રીતે થાય છે પેમેન્ટ