Bhavnagar News/ ભાવનગર ખાતે થશે મીની કુંભ મેળાનું આયોજન, યોજાશે શાહી સ્નાન

પરંતુ દેશમાં કરોડો ભક્તો એવા પણ છે જે આ શાહી સ્નાન કરવા માટે ઇચ્છુકતા ધરાવે છે પરંતુ પ્રયાગરાજ જઈ શકતા નથી.

Top Stories Gujarat Others

Bhavnagar News: આકાશમાં 144 વર્ષ બાદ ફરી એકવાર ગ્રહોની રૂપરેખાથી અમૃત સમય સર્જાયો છે અને આ મહાશિવરાત્રિના પર્વે પ્રયાગરાજની જેમ ભાવનગર ખાતે પણ મીની કુંભ શાહી સ્નાનનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે ક્યાં યોજાશે આ શાહી સ્નાન જોઈએ.

હિંદુ ધર્મમાં મહાકુંભમાં (Mahakumbh) સ્નાનનું વિશેષ મહત્વ છે. પ્રયાગરાજ(Prayagraj)માં મહાકુંભ દરમિયાન ત્રિવેણી સંગમના કિનારે સ્નાન કરવાથી પુણ્ય પ્રાપ્ત થાય છે. ત્યારે આ વર્ષે દુર્લભ યોગ રચાયો છે. જે 144 વર્ષમાં એકવાર થાય છે. આનો અર્થ એ છે કે આ મહાકુંભ મેળો આવે તે પહેલા 12 જુદા જુદા કુંભ મેળાઓના 12 ચક્ર પૂર્ણ થયા હતા. કારણ કે તે 144 વર્ષમાં એક વખત થતી અવકાશી રૂપરેખાઓ સાથે સંરેખિત છે, જે તેને ભક્તો અને આધ્યાત્મિક સાધકો માટે એક અસાધારણ ઘટના બનાવે છે. ત્યારે આ વર્ષે પ્રયાગરાજ ખાતે ગંગા, યમુના અને પૌરાણિક સરસ્વતીના પવિત્ર સંગમ કિનારે મહા કુંભ મેળા 2025નું આયોજન કરવામાં આવ્યું છે, કરોડો ભક્તો અને આધ્યાત્મિક સાધકો નદીમાં પવિત્ર ડૂબકી મારવા અથવા ‘શાહી સ્નાન’ કરવા માટે આતુર છે.

પરંતુ દેશમાં કરોડો ભક્તો એવા પણ છે જે આ શાહી સ્નાન કરવા માટે ઇચ્છુકતા ધરાવે છે પરંતુ પ્રયાગરાજ જઈ શકતા નથી. ત્યારે ભાવનગરના લોકપ્રિય સામાજિક કાર્યકર અને ભાવનગર કાવડયાત્રા સમિતિના અધ્યક્ષ કમલેશભાઈ ચાંદાણી દ્વારા એક ઉંડો વિચાર આવ્યો છે કે 144 વર્ષ પછી જ્યારે અવકાશી રૂપરેખાઓ સાથે સંરેખિત ઘટના સર્જવાની છે જે પૂરી પૃથ્વી પર પ્રભાવ પાડશે અને ભાવનગરના ઘોઘા તાલુકા તાબેન નિષ્કલંક મહાદેવનું ધાર્મિક સ્થળ જ્યાં મહાભારતના યુદ્ધ બાદ પાંડવો પણ ભાઈ અને ગુરુના વધથી કલંકમાંથી મુક્ત થયા હતા. માટે નિષ્કલંક મહાદેવનો આ સમુદ્ર કિનારો પણ પવિત્ર સ્થળ ગણાય છે. તેમજ ભારત વર્ષની તમામ નદીઓનું સંગમ પણ સમુદ્રમાં થઈ છે. તો આવા ઉમદા વિચારો સાથે ભાવનગર નિષ્કલંક મહાદેવના સાનિધ્યમાં મીની કુંભ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.

આયોજક દ્વારા શું સુવિધા કરવામાં આવી છે?

26 જાન્યુઆરી મહા શિવરાત્રિ પર્વના દિવસે 144 વર્ષ બાદ બ્રહ્માંડમાં ગ્રહોની રેખાંકિત ઘટના સર્જવાની છે ત્યારે સનાતન ધર્મી કરોડો ભક્તો આ દિવસે મોટી સંખ્યામાં કુંભ મેળામાં શાહી સ્નાન કરવા આતુર બન્યા છે. ત્યારે પ્રયાગરાજ ખાતે જે શ્રદ્ધાળુઓ જય શકતા નથી તેના માટે ભાવનગર કાવડ યાત્રા સમિતિ દ્વારા મીની કુંભ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આયોજકો દ્વારા શ્રદ્ધાળુઓને નિષ્કલંક મહાદેવ સાનિધ્યમાં પહોંચવા માટે બસ અને વાહન પિકપ પોઇન્ટ મંત્રેસ કોમ્પ્લેક્ષથી સમુદ્ર કિનારે રાખવામાં આવ્યો છે.

તેમજ ભક્તો માટે મહા પ્રસાદ, શિવ પૂજા અને ખાસ જે પોલીસ મિત્રો હંમેશા લોકોની સુરક્ષા અને શાંતિ માટે ખડે પગે રહેતા હોઈ છે તેના માટે શિવ પૂજા રૂડ્રી પૂજા, રાખેલ છે તેમજ મીડિયા પરિવાર માટે પણ અલગ થઈ શિવ પૂજાની વ્યવસ્થા કરવામાં આવી છે. ત્યારે ચાલો ભાવનગર આ પર્વને મહાપર્વ અને શિવના સંધ્યમાં જીવનના પાપોમાંથી મુક્ત અને નિષ્કલંક થાવ શાહી સ્નાનનો ભાવ બનીએ.

@હિરેન ચૌહાણ


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:દાહોદ : મહાકુંભથી પરત ફરી રહેલ યાત્રીઓ ફસાયા

આ પણ વાંચો:પ્રયાગરાજ મહાકુંભ યાત્રા દરમિયાન 3 મોટી દુર્ઘટના, 16 શ્રદ્ધાળુઓએ જીવ ગુમાવ્યા

આ પણ વાંચો:મહાકુંભ મેળામાં 5મી વાર આગ લાગી, આજે પણ ભારે ભીડ – કેમ્પમાં બે-બે તંબુ બળી ગયા