Gujarat News/ ગુજરાતમાં વરસાદ સાથે હીટવેવ એલર્ટ

રાજ્યના અનેક જિલ્લાઓમાં હીટવેવ(Heatwave)ને લઈને યલો એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે

Gujarat
હવામાન વિભાગ મુજબ, 9 મેના રોજ કચ્છ, રાજકોટ અને દેવભૂમિ દ્વારકામાં હીટવેવ(Heatwave)ની ચેતવણી આપવામાં આવી છે

Gujarat News : ગુજરાતમાં ચોમાસા પહેલાં જ વરસાદી ગતિવિધિ સક્રિય બની છે. રાજ્યમાં હાલ પાંચ અલગ-અલગ વેધર સિસ્ટમ અસર કરી રહી હોવાથી અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદી માહોલ જામ્યો છે. અરબી સમુદ્ર પરથી આવતા ભેજવાળા પવનોને કારણે વાતાવરણમાં પલટો આવ્યો છે. જોકે આગામી 48 કલાક બાદ ગરમીનું પ્રમાણ વધશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે.

રાજ્યના અનેક જિલ્લાઓમાં હીટવેવ (Heatwave)ને લઈને યલો એલર્ટ પણ જાહેર

અમદાવાદ હવામાન કેન્દ્રના જણાવ્યા અનુસાર, આજે જુનાગઢ, રાજકોટ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, બોટાદ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, તાપી અને ડાંગ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ વરસાદ પડવાની શક્યતા છે. બીજી તરફ રાજ્યના અનેક જિલ્લાઓમાં હીટવેવને લઈને યલો એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે.

હવામાન વિભાગ મુજબ, 9 મેના રોજ કચ્છ, રાજકોટ અને દેવભૂમિ દ્વારકામાં હીટવેવની ચેતવણી આપવામાં આવી છે. જ્યારે 10 મેના રોજ કચ્છ, બનાસકાંઠા, સુરેન્દ્રનગર, રાજકોટ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, વડોદરા અને સુરતમાં યલો એલર્ટ જાહેર કરાયું છે.

11 મેના રોજ બનાસકાંઠા, પાટણ, સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, આણંદ, વડોદરા અને સુરતમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે. ઉપરાંત 12 મેના રોજ બનાસકાંઠા, પાટણ, સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર અને આણંદ જિલ્લામાં યલો એલર્ટ યથાવત રહેશે.

હવામાન વિભાગના આંકડા પ્રમાણે, બુધવારે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ નોંધાયો હતો, જ્યારે સૌરાષ્ટ્ર-કચ્છ સહિત દીવ, દમણ અને દાદરા નગર હવેલીમાં હવામાન શુષ્ક રહ્યું હતું. રાજ્યમાં સૌથી વધુ તાપમાન રાજકોટમાં 42.9 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.


આ પણ વાંચો:ગરમીમાં શેકાયું ગુજરાત, અમદાવાદમાં 43.2, સુરેન્દ્રનગરમાં 43.5 ડિગ્રી તાપમાન

આ પણ વાંચો:ગુજરાતમાં ગરમીનો કહેર યથાવત, આજે પણ 40 ડિગ્રીને પાર તાપમાન

આ પણ વાંચો:ગુજરાતમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ, અનેક જિલ્લાઓમાં 42-44 ડિગ્રી તાપમાનની આગાહી