Gujarat Weather:ગુજરાતમાં ઉનાળાની તીવ્ર ગરમી હજુ પણ કાયમ છે. આજે રાજ્યના મોટાભાગના શહેરોમાં તાપમાને 40 ડિગ્રી સેલ્સિયસનો પાર કરી લીધો છે. જેના કારણે હિટવેવ (Heatwave) જેવી પરિસ્થિતિ ઊભી થઈ છે. રાજકોટ ફરી એક વખત રાજ્યનું સૌથી ગરમ શહેર સાબિત થયું છે.ભારતીય હવામાન વિભાગ અનુસાર, ગઈકાલે નોંધાયેલા તાપમાન મુજબ આજે પણ સ્થિતિમાં કોઈ મોટો ફેરફાર નથી.

રાજ્યમાં આજે પણ ગરમીનું પ્રમાણ યથાવત
રાજ્યના વિવિધ શહેરોમાં આજે ગરમીનો (Heatwave) કહેર જોવા મળ્યો હતો. રાજકોટમાં સૌથી વધુ 42.4°C તાપમાન નોંધાતા તે રાજ્યનું સૌથી ગરમ શહેર બન્યું હતું, જ્યારે સુરેન્દ્રનગરમાં 42.0°C તાપમાન નોંધાયું હતું. અમદાવાદ અને અમરેલીમાં 41.7°C સુધી પારો પહોંચ્યો હતો, જેનાથી લોકો ગરમીથી પરેશાન બન્યા હતા.ગાંધીનગર અને કંડલામાં 41.0°C તાપમાન નોંધાયું હતું, જ્યારે ભાવનગરમાં 40.4°C અને ડીસા તેમજ ભુજમાં 40.0°C તાપમાન નોંધાયું હતું.

સૌરાષ્ટ્ર-કચ્છમાં તાપમાનમાં ઘટાડાની આગાહી
કુલ મળીને રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ગરમીનો પ્રકોપ યથાવત રહ્યો હતો અને લોકોને તાપથી રાહત મળતી દેખાઈ નહોતી.રાજ્યના અનેક વિસ્તારોમાં લૂ (Heatwave) જેવી સ્થિતિ જોવા મળી રહી છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ગરમીનું પ્રમાણ અત્યંત તીવ્ર છે.
આ પણ વાંચો:ગુજરાતમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ, અનેક જિલ્લાઓમાં 42-44 ડિગ્રી તાપમાનની આગાહી
આ પણ વાંચો:ગુજરાતના હવામાનમાં મોટો પલટો, ગરમી વચ્ચે કમોસમી વરસાદની આગાહી
આ પણ વાંચો:ગુજરાતમાં ગરમીનો પારો 43 ડિગ્રી વટાવશે, આગામી 5 દિવસ આકરી લૂ વાવાની શક્યતા
