Not Set/ કોરોનાના કહેરમાં માસ્ક વગર નીકળ્યો યુવાન, પોલીસે કરી એવી સજા કે, તમે જાણીને..

ગુજરાતમાં કોરોના વાયરસનું સંક્રમણ ચરમસીમાએ પહોંચી ગયું છે અને દરરોજ રાજ્યમાં 4000થી પણ વધુ કેસો સામે આવી રહ્યા છે.

Gujarat Vadodara

ગુજરાતમાં કોરોના વાયરસનું સંક્રમણ ચરમસીમાએ પહોંચી ગયું છે અને દરરોજ રાજ્યમાં 4000થી પણ વધુ કેસો સામે આવી રહ્યા છે. આ સ્થિતિમાં રાજ્યના 4 મહાનગરો અમદાવાદ, રાજકોટ, વડોદરા અને સુરતમાં સ્થિતિ એ છે કે, ત્યાં દર્દીઓ માટે બેડ પણ ખૂટી ગયા છે.

બીજી તરફ લોકોને કોરોનાના સંક્રમણથી બચાવવા માટે માસ્ક પહેરવા અને સામાજિક દુરી રાખવા માટે સરકાર દ્વારા અપીલ કરવામાં આવી રહી છે, પરંતુ આ અપીલ બાદ પણ લોકો માસ્ક પહેરતા નથી, ત્યારે સરકાર માસ્ક ન પહેરતાં લોકોને દંડ કરી રહી છે. આ દરમિયાન વડોદરામાં માસ્ક વગર ફરતાં લોકોને અનોખી સજા કરવામાં આવી હતી.

આ પણ વાંચો :શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજે કોરોના રસીનો બીજો ડોઝ લીધો

વડોદરામાં પહેલેથી કોરોના બેકાબુ બન્યો છે, ત્યારે હવે પાલિકા અને પોલીસની જોઈન્ટ એન્ફોર્સમેન્ટ ટીમે માસ્ક વગર ફરતાં યુવાનોને અનોખી સજા કરી હતી.

પાલિકા અને પોલીસની જોઈન્ટ એન્ફોર્સમેન્ટ ટીમે શહેરના મકરપુરા વિસ્તારમાં આવેલા સુશેન સર્કલ પાસે માસ્ક વગર ફરતા યુવાનોને પકડ્યા હતા અને ત્યાં જ આ ટીમે જાહેરમાં હાર પહેરાવી સ્વાગત કરી તાળીઓ વગાડી અનોખી સજા કરી હતી. આ સાથે માસ્ક વગરના લોકોને કોરોનાનું સંક્રમણ ફેલાવનારા ગણાવ્યા હતા.

આ પણ વાંચો :અહીં સિવિલ હોસ્પીટલમાં PM રૂમ લાશોથી ઉભરાઈ રહ્યા છે

તમને જણાવી દઈએ કે, વડોદરામાં કોરોના વાયરસે ભારે હાહાકાર મચાવ્યો છે અને દરરોજ ૪૦૦થી વધુ કોરોનાના કેસો સામે આવી રહ્યા છે. આ સ્થિતિમાં તંત્ર દ્વારા સખ્ત પગલા ભરવામાં આવી રહ્યા છે અને લોકોને માસ્ક પહેરવા ,માટે પણ અપીલ કરાઈ રહી છે.

આ પણ વાંચો :જાણો, ક્યાં મળી આવ્યા બે હજારથી વધુ મૃત મરઘા, ગંદકી અને દુર્ગધથી લોકા ત્રાહીમામ પોકારી ઉઠયા

આ પણ વાંચો :વડોદરામાં લગ્ન સમારોહમાં પહોંચી અભિનેત્રી મમતા સોની, ઉડ્યા સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા