Gandhinagar News/ મુખ્યમંત્રીની વિકાસ પ્રોજેક્ટ્સની સાઇટ વિઝીટ

મુખ્યમંત્રી (Chief Minister)એ ગાંધીનગર નજીક લેકાવાડામાં 100 એકર વિસ્તારમાં નિર્માણ પામી રહેલા નવા જીટીયુ કેમ્પસની પણ મુલાકાત લીધી હતી

Gujarat Gandhinagar
મુખ્યમંત્રી (Chief Minister)એ સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટના ત્રણેય ફેઝના કામોનું સ્થળ નિરીક્ષણ કર્યું હતું.

Gandhinagar News : અમદાવાદ અને ગાંધીનગરને જોડતા મહત્વાકાંક્ષી સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટને વધુ ગતિ આપવા માટે ગુજરાતના મુખ્યમંત્રી (Chief Minister) Bhupendra Patelએ વિવિધ નિર્માણાધીન વિકાસ પ્રોજેક્ટ્સની સ્થળ મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેમણે પ્રોજેક્ટ્સની કામગીરી સમયબદ્ધ અને ગુણવત્તાયુક્ત રીતે પૂર્ણ થાય તે માટે અધિકારીઓને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.

મુખ્યમંત્રી (Chief Minister)એ સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટના ત્રણેય ફેઝના કામોનું સ્થળ નિરીક્ષણ કર્યું હતું. અમદાવાદથી ગાંધીનગર સુધી કુલ 37.60 કિલોમીટર લાંબા વિસ્તારમાં રિવરફ્રન્ટ ડેવલપમેન્ટનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે, જે પૂર્ણ થયા બાદ આ વિસ્તારને નવી ઓળખ મળશે.

પ્રોજેક્ટના પ્રથમ તબક્કામાં કરાઈથી પી.ડી.ઈ.યુ. સુધી, બીજા તબક્કામાં પી.ડી.ઈ.યુ.થી શાહપુર બ્રિજ સુધી અને ત્રીજા તબક્કામાં શાહપુર બ્રિજથી ચિલોડા બ્રિજ સુધીના કુલ 17.20 કિલોમીટર વિસ્તારના વિકાસ કાર્યો જળ સંપત્તિ વિભાગ દ્વારા હાથ ધરવામાં આવ્યા છે. આ કામગીરી હાલમાં પ્રગતિમાં છે.

મુખ્યમંત્રી (Chief Minister)એ ગાંધીનગર નજીક લેકાવાડામાં 100 એકર વિસ્તારમાં નિર્માણ પામી રહેલા નવા જીટીયુ કેમ્પસની પણ મુલાકાત લીધી હતી. નવા કેમ્પસનું બાંધકામ આગામી ઓક્ટોબર સુધીમાં પૂર્ણ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

સાબરમતી રિવરફ્રન્ટ પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ ગાંધીનગર મહાનગર અને ગિફ્ટ સિટી વિસ્તારના લોકોને એક આકર્ષક પર્યટન સ્થળ મળશે. સાથે જ રોડ કનેક્ટિવિટી અને અન્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધાઓમાં પણ નોંધપાત્ર સુધારો થશે.

અધિકારીઓના જણાવ્યા મુજબ રિવરફ્રન્ટ ડેવલપમેન્ટના ત્રણેય ફેઝનું કામ વર્ષ 2027ના અંત સુધીમાં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે.

મુલાકાત દરમિયાન જળ સંપત્તિ રાજ્યમંત્રી Ishwarsinh Patel, મુખ્યમંત્રીના સલાહકાર S. S. Rathore તથા વરિષ્ઠ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે વિવિધ પ્રોજેક્ટ્સ અંગેની વિગતો રજૂ કરી હતી.


આ પણ વાંચો : વિકાસકાર્યોમાં વિલંબને ટાળવા માટે નવી SOP બનાવવા મુખ્યમંત્રીનો આદેશ: પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણી

આ પણ વાંચો : મુખ્યમંત્રીનો સંવેદનશીલ અભિગમ: ‘કોક્લિયર ઈમ્પ્લાન્ટ’ યોજનાથી બાળકોને મળી નવી જીંદગી

આ પણ વાંચો : મુખ્યમંત્રી 8 પ્રોબેશનરી IAS ઓફિસર્સને મળ્યા