રાજદ્રોહના દોષી સાબિત થયા બાદ સાઉદી અરેબીયાએ શનિવારે ત્રણ સૈનિકોને ફાંસી આપી હતી. સત્તાવાર સાઉદી પ્રેસ એજન્સીએ અહેવાલ આપ્યો છે કે આ સૈનિકો સંરક્ષણ મંત્રાલયમાં કાર્યરત હતા.
તેમણે કહ્યું નહીં કે આ સૈનિકોએ દેશના દુશ્મનોને કેવી રીતે મદદ કરી. સાઉદી અરેબિયા યમનમાં ઈરાન સમર્થિત હુતી બળવાખોરો સામે લડી રહ્યું છે. સાઉદી અરેબિયા ઈરાનને આ ક્ષેત્રમાં પોતાનું પ્રતિસ્પર્ધી માને છે.
સાઉદી અરેબિયાએ કહ્યું કે કોર્ટે ત્રણેય શખ્સોને દોષી ઠેરવ્યા છે. એમ્નેસ્ટી ઇન્ટરનેશનલના જણાવ્યા અનુસાર, સાઉદી અરેબિયામાં 2019 માં 184 લોકોને મૃત્યુદંડની સજા આપવામાં આવી હતી.
