Condolences/ વધુ એક શિક્ષિકા બન્યા કોરોનાનો શિકાર, રાજ્ય શિક્ષણમંત્રીએ પાઠવ્યો શોક સંદેશો

કોરોનાનાં કપરાકાળમાં કોરોના સામે લડતા અનેક વોરિયર્સે પોતાનાં જીવ ગુમાવ્યા છે. કોરોના વોરિયર્સની આહુતીમાં વઘુ એક નામનો ઉમેરો થયો હોવાની દુખદ વિગતો સામે આવી હતી.

Gujarat Others
706479 chudasamabhupendrasinh 020318 વધુ એક શિક્ષિકા બન્યા કોરોનાનો શિકાર, રાજ્ય શિક્ષણમંત્રીએ પાઠવ્યો શોક સંદેશો

કોરોનાનાં કપરાકાળમાં કોરોના સામે લડતા અનેક વોરિયર્સે પોતાનાં જીવ ગુમાવ્યા છે. કોરોના વોરિયર્સની આહુતીમાં વઘુ એક નામનો ઉમેરો થયો હોવાની દુખદ વિગતો સામે આવી હતી. અમદાવાદ વધુ એક શિક્ષિકાનું કોરોનાથી મોત નિપજ્યુ હોવાના સમાચાર સામે આવ્યા હતા. કોરોનાની કામગીરી દરમિયાન શિક્ષિકાનું કોરોનાનાં ઇન્ફેક્શનનાં કારણે મોત નિપજ્યું હતું.

પ્રાપ્ત વિગતો પ્રમાણે અમદાવાદ – AMC સ્કૂલ બોર્ડની બાદરાબાદ નરી પ્રાથમીક શાળાનાં શિક્ષિકા કોરોનાનો શિકાર બન્યા હતા. આપને જણાવી દઇએ કે, રાજ્યભરમાં શિક્ષકો દ્વારા કોરોનાનો સર્વે હાથધરવામાં આવ્યો હતો. બાદરાબાદ નરી પ્રાથમીક શાળાનાં શિક્ષિકા કોરોનાની સર્વેની ડ્યુટી દરમિયાન સંક્રમિત થયા હતા. શિક્ષિકાને UHC સેન્ટર હોસ્પિટલમાં કામગીરી સોંપાઈ હતી. ઉલ્લેખનીય છે કે, 29 ડિસેમ્બરે શિક્ષિકા ભમિનીબેનનું સારવાર દરમિયાન અવસાન થયુ હતું.

અમદાવાદ – AMC સ્કૂલ બોર્ડની બાદરાબાદ નરી પ્રાથમીક શાળાનાં શિક્ષિકા ભમિનીબેનનું સારવાર દરમિયાન અવસાન થયા મામલે રાજ્યનાં શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ શોક સંદેશો પાઠવ્યો છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…