પોરબંદર/ અભિનેત્રી જુહી ચાવલાના પતિની સિમેન્ટ ફેક્ટરીમાં અકસ્માત, 6 મજુરો ફસાયા

સિમેન્ટ ફેક્ટરીની ૧૪૫ ફુટ ઉંચી ચીમનીને કલર કરવા માટે ઉભો કરાયેલ માચડો ચીમનીનું કલર કામ પુરૂ થતા છોડવામાં આવી રહ્યો હતો. ત્યારે અકસ્માતે માચડો તૂટી પડતા ૬ મજુરો ફસાયા હતા

Top Stories Gujarat Others
CAMERA 3 2 અભિનેત્રી જુહી ચાવલાના પતિની સિમેન્ટ ફેક્ટરીમાં અકસ્માત, 6 મજુરો ફસાયા

પ્રખ્યાત ફિલ્મ અભિનેત્રી જુહી ચાવલાના પતિ જય મહેતાની સિમેન્ટ ફેકટરી માં ગંભીર અકસ્માત સર્જાયો છે અને 6 જેટલા મજુરો આ અકસ્માતમાં ફસાયા છે. ગુજરાતના પોરબંદર ખાતે આવેલી હાથી સિમેન્ટ ફેકટરીમાં ગંભીર અકસ્માત સર્જાયો છે.

પ્રાપ્ત વિગતો અનુસાર સૌરાષ્ટ્રના પોરબંદર નજીક આવેલી રાણાવાવ પાસે આવેલી હાથી સિમેન્ટ ફેકટરી માં અકસ્માતની ગંભીર ઘટના સામે આવી છે. ચીમનીની કામગીરી સમયે મોટી દુર્ઘટના સર્જાઈ છે. કુલ 17 જેટલા મજૂરો કામ કરી રહ્યા હતા.  જેમાંથી 6 મજૂરો દુર્ઘટનામાં ફસાયા છે.

ઘટના ને પગલે જીલ્લા કલેકટર, જીલ્લા પોલીસવડા સહિતના અધિકારી ફેક્ટરી ખાતે દોડી ગયા હતા. દુર્ઘટનામાં સપડાયેલા મજુરોને બચાવ કામગીરી માટે પોરબંદર ફાયર બ્રિગેડટીમની મદદ લેવામાં આવી છે. ફાયર વિભાગની ટીમ ઘટના સાથળે પહોચી ચુકી છે. અને દુર્ઘટનામાં ફસાયેલા મજુરોને બહાર કાઢવાની કામગીરી ચાલુ છે.

108 એમ્બ્યુલન્સ અને આરોગ્ય વિભાગની ટીમ પણ રાણાવાવ ફેકટરી ખાતે દોડી આવી છે. રાણાવાવ સિમેન્ટ ફેક્ટરીમાં 3 વાગ્યાની બનેલી ઘટના વહીવટી વિભાગ ને 6 વાગ્યે જાણ કરવામાં આવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, સિમેન્ટ ફેક્ટરી ની ૧૪૫ ફુટ ઉંચી ચીમનીને કલર કરવા માટે ઉભો કરાયેલ માચડો ચીમનીનું કલર કામ પુરૂ થતા છોડવામાં આવી રહ્યો હતો. ત્યારે અકસ્માતે માચડો તૂટી પડતા ૬ મજુરો ફસાયા હતા. કંપની પાસે મોટી ક્રેઇન ન હોય બચાવ કામગીરીમાં મુશ્કેલી પડી રહી છે.

મુખ્યમંત્રી રૂપાણીએ કલેક્ટર સાથે કરી વાતચીત
મુખ્યમંત્રી રૂપાણીએ કલેક્ટર સાથે કરી વાતચીત કરી છે. અને  ટેલિફોનિક વાતચીત કરી પરિસ્થિતિનો તાગ મેળવ્યો છે. દુર્ઘટનામાં સરકાર દ્વારા મદદ માટેની   સૂચના આપી છે. NDRFની 2 ટીમ કામગીરી માટે મદદરૂપ થવા મોકલવા સૂચના આપી છે.

 

કરદાતાનો ‘કર’ સ્વાહા ! / સંસદમાં માત્ર જોવા મળ્યો સંગ્રામ, કરદાતાના પરસેવાની કમાણી લડાઇમાં સમાણી

ઘૂસણખોરો પર બાજ નજર / ચીન અને પાકિસ્તાનની સરહદ પર નજર રાખશે અમદાવાદના કેમેરા

રાજકીય વિશ્લેષણ / મોદીના માસ્ટર સ્ટ્રોકને વિપક્ષનો ટેકો !!

Fire-Boltt / આ સ્માર્ટવોચ તમને પાણી પીવા માટે કરશે એલર્ટ

અબજોપતિઓને પણ નડ્યો કોરોના / દેશમાં 100 કરોડ રૂપિયાથી વધુ કમાતા લોકોની સંખ્યા ઘટી – નાણામંત્રીએ માહિતી આપી