કોર્ટ/ આસારામની જામીન અરજી નામંજૂર, જાણો કોર્ટે શું નોંધ્યું પોતાનાં અવલોકનમાં…

યૌન શોષણનાં કેસમાં રાજસ્થાનની જેલમાં બંધ આસારામ બાપુએ ગુરૂવારે તેની સામે બળાત્કારના આરોપોની સુનાવણી કરી રહેલી ગુજરાતની નીચલી કોર્ટ સમક્ષ પોતાની બિમાર પત્નીની દેખભાળ માટે ૩૦

Ahmedabad Gujarat
asharam આસારામની જામીન અરજી નામંજૂર, જાણો કોર્ટે શું નોંધ્યું પોતાનાં અવલોકનમાં...

યૌન શોષણનાં કેસમાં રાજસ્થાનની જેલમાં બંધ આસારામ બાપુએ ગુરૂવારે તેની સામે બળાત્કારના આરોપોની સુનાવણી કરી રહેલી ગુજરાતની નીચલી કોર્ટ સમક્ષ પોતાની બિમાર પત્નીની દેખભાળ માટે ૩૦ દિવસના વચગાળાના જામીન માટે અરજી દાખલ કરી હતી. આ અરજી ગાંધીનગરમાં અધિક સત્ર ન્યાયાધીશ એસ.એન.સોલંકીની કોર્ટ સમક્ષ દાખલ કરાઇ હતી. કોર્ટે અરજીની સુનાવણી માટે ૩૦ જાન્યુઆરીની તારીખ નક્કી કરી હતી.

ઉલ્લેખનીય છે કે, ૭૯ વર્ષના આ વિવાદાસ્પદ પ્રવચનકર્તા વિરૂધ્ધ બળાત્કારના આરોપો હેઠળ ગુજરાતની રાજધાની ગાંધીનગરમાં સત્ર અદાલત સમક્ષ સુનાવણી ચાલી રહી છે. આસારામ ૨૦૧૩થી જેલમાં બંધ છે. બળાત્કારના અન્ય કેસમાં દોષીત ઠરેલા આસારામ રાજસ્થાનની જેલમાં છે. આસારામે પોતાની ૭૭ વર્ષની પત્ની લખમી દેવીની બિમારી અને તેના ઓપરેશનના આધાર પર ૩૦ દિવસના જામીનની અરજી કરી હતી.

જામીન અરજી અનુસાર, તારીખ 15 મી જાન્યુ એ આશારામ ની પત્ની લક્ષમી અમદાવાદ યુ.એન.મહેતા હોસ્પિટલમાં સારવાર માટે એડમિટ થયા હતા અને 16 જાન્યુ એ હોસ્પિટલમાં થી રજા આપવામાં આવી હતી. અમદાવાદની યુ.એન.મહેતા હાર્ટ હોસ્પિટલમાં લક્ષ્મીદેવીના હૃદયનું ઓપરેશન કરવાનું છે અને તેની દેખરેખ માટે કોઇ ન હોવાના કારણે લક્ષ્મી દેવીએ ડોકટરોને જાણ કરી છે કે, તે જાતે જ એક ફેબ્રુઆરીએ હોસ્પિટલમાં દાખલ થઇ જશે. એટલે હૃદયના ઓપરેશન દરમિયાન અને ત્યાર પછી પત્નીની દેખરેખ માટે આશારામના વકીલ ચંદ્રશેખર ગુપ્તા એ લક્ષ્મી ની સારવાર અને દેખભાળ માટે આશારામ ને જામીન આપવા રજુવાત કરી હતી.

આસારામની જામીન અરજી ગાંધીનગરમાં અધિક સત્ર ન્યાયાધીશ એસ.એન.સોલંકીની કોર્ટ સમક્ષ નિયત તારીખે એટલે કે આજે ચાલી હતી અને ગાંધીનગર નામદાર કોર્ટે જામીન અરજી ફગાવી દીધી છે. જામીન અરજી ફગાવતા નામદાર કોર્ટે નોંધ્યું છે કે, આશારામ નો પુત્ર નારાયણ સાઈ પોતાની માતા ની સારવાર અર્થે જ જામીન પર બહાર છે. તેમજ પુત્રી ભારતી પણ બહાર છે, જે બન્ને જણા લક્ષમીની સારવાર અને સંભાળ રાખી શકે તેમ છે. તેવું કહી નામદાર કોર્ટે આશારામની જામીન અરજી નામંજુર કરી છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…