Murder/ માં સાથે સંબંધ હોવાનું ખબર પડતાં દીકરાએ કર્યું એવું કે…

વડોદરામાં સનસનાટીભર્યા હત્યાનો કિસ્સો સામે આવ્યો છે. માતા સાથેના ગેર સંબંધની શંકામાં પુત્રએ પ્રેમીને ચાકુ વડે હત્યા કરી નાખી હતી. પોલીસે આ કેસમાં પાંચ લોકોની ધરપકડ કરી છે.

Gujarat Vadodara
a 48 માં સાથે સંબંધ હોવાનું ખબર પડતાં દીકરાએ કર્યું એવું કે...

વડોદરામાં સનસનાટીભર્યા હત્યાનો કિસ્સો સામે આવ્યો છે. માતા સાથેના ગેર સંબંધની શંકામાં પુત્રએ પ્રેમીને ચાકુ વડે હત્યા કરી નાખી હતી. પોલીસે આ કેસમાં પાંચ લોકોની ધરપકડ કરી છે.

મળતી માહિતી અનુસાર, સાવલીના ઓમકારપુર ગામમાં રહેતા પંકજ સોલંકીને શંકા હતી કે યોગેશ અને તેની માતા વચ્ચે ગેર સંબંધ છે. દરમિયાન મંગળવારે રાત્રે પકંજ સોલંકી અને તેના ચાર સાથી મંજુસર જીઆઈડીસી પહોંચ્યા હતા. આ દરમિયાન સીસવા ગામે રહેતા જગદીશ ચૌહાણ અને તેનો મિત્ર યોગેશ ચૌહાણ જીઆઈડીસીમાં સ્થિત થર્મેશ કંપનીના ગેટ પાસે ઉભા હતા.

આ પણ વાંચો : બાંધકામ માટે ઓનલાઇન મંજૂરી આપતું પ્રથમ રાજ્ય બન્યુ ગુજરાત, લીલી ઝંડી આપતા મુખ્યમંત્રી રૂપાણી

આ દરમિયાન પંકજ સોલંકી સહિત પાંચ શખ્સોએ બંને પર હુમલો કર્યો હતો. પંકજે યોગેશ પર છરી વડે હુમલો કર્યો હતો. જેના કારણે તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. પોલીસને જાણ થતાં જ પોલીસ કાફલો આવી પહોંચ્યો હતો.

આ પણ વાંચો : પોલીટીક્સમાં એન્ટ્રી કરવા રજનીકાંત તૈયાર, 31મી એ કરશે પાર્ટીનું એલાન

પોલીસે જણાવ્યું હતું કે પંકજ અને તેના બધા સાથીઓ ઘટના બાદ ફરાર હતા. પોલીસે વિવિધ ટીમો બનાવી શોધખોળ કર્યા બાદ પંકજ સોલંકી, વિશાલ પરમાર, કલ્પેશ પરમાર અને સંજયની ધરપકડ કરી છે. હાલ આરોપીને કોર્ટમાં રજૂ કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

આ પણ વાંચો : રાજકોટમાં કોરોનાથી વધુ 6ના મોત, સંક્રમિતોની સંખ્યા 11 હજારને પાર, શહેરની સ્થિતિ છે કઈક આવી

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…