@દિવ્યેશ પરમાર
Surat News: સુરતના કલ્યાણ જ્વેલર્સ ના ઓપનિંગમાં આવેલા રણબીર કપૂરને મળવા માટે લોકોની ભીડ એકઠી થઈ હતી જેઓ રણબીર કપૂર બહાર આવ્યો તેવી જ ભીડ બેકાબૂ બની જતા નાસભાગ મચી હતી જેમાં બાળકો મહિલાઓ સહિત 15 જેટલા લોકોને નાની મોટી ઇજાઓ પહોંચી હતી આ સમગ્ર ઘટનામાં સુરક્ષા સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે.
સુરતના વિસ્તારમાં કલ્યાણ જ્વેલર્સના ઓપનિંગમાં રણવીર કપૂર સુરત આવ્યા હતા આ કાર્યક્રમમાં અચાનક જ લોકો રણબીર કપૂરને મળવા માટે બેકાબું બન્યા હતા આડસ માટે મૂકવા માં આવેલા બેરીકેટ પણ પડી ગયા હતા મહિલા અને બાળકો નીચે પડતા દબાઈ ગયા હતા. અંદાજિત 15 જેટલા લોકોને નાની-મોટી ઇજાઓ પહોંચી હતી.
મહત્વનું છે કે રણવીર કપૂર સુરત આવ્યો હોવાના સમાચાર વહેતા થતા અચાનક જ લોકોનો ઘસારો થવા માંડ્યો હતો રણબીર કપૂર જ્યારે જ્વેલર્સ ની બહાર નીકળ્યા ત્યારે તેમને મળવા માટે લોકો બેકાબુ બન્યા હતા. લોકોની એટલી ભીડના પગલે ધક્કા મૂકીમાં અનેક લોકો નીચે પટકાયા હતા.બાળકો અને મહિલા સહિત 15 જેટલા લોકોને નાની મોટી ઇજાઓ પહોંચી હતી આ સમગ્ર ઘટના બનતા પી.આર એજન્સી સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે.
રણબીર કપૂર સુરતમાં આવ્યો ત્યારે લોકોને સંભાળવામાં પી.આર એજન્સી ના કામ રહી હતી આટલી મોટી ભીડ અને બે કાબુ બનેલી પબ્લિકને લઈ રણવીર કપૂર પર્ફોમન્સ આપ્યા વિનાજ એરપોર્ટ રવાના થયો હતો.સુરક્ષા એજન્સીની આચુક ને લઇ અનેક સવાલો ઉઠી રહ્યા છે આ ઘટનામાં સદનસીબે કોઈ મોટી જાનહાનિ થઈ નથી પરંતુ આ ઘટના ખૂબ જ ગંભીર બની શકે તેમ હતી.
આ પણ વાંચો:પાલનપુરના માલણ ગામ નજીક સર્જાયો અકસ્માત, ત્રણ લોકોના કરુણ મોત
આ પણ વાંચો:અમદાવાદમાં કોલેજના વિદ્યાર્થીઓ માટે નવું શૈક્ષણિક વર્ષ 26 જુનથી શરૂ થશે
આ પણ વાંચો:જીઓમાર્ટ શોપિંગ એપ સાથે છેતરપિંડી કરનારા બે આરોપી ઝડપાયા