Mumbai News : મુંબઈના બ્રાંદ્રા વિસ્તારમાં આવેલા ગેલેક્સી એપાર્ટમેન્માં બોલીવુડ એક્ટર સલમાન ખાનના ઘરની બહાર થયેલા ગોળીબારના કેસમાં મુબઈ પોલીસે તમામ આરોપીઓ વિરૂધ્ધ મકોકા એક્ટ લગાવ્યો છે. આ કેસમાં લોરેન્સ બિશ્નોઈના શુટરવિક્કી ગુપ્તા અને સાગર પાલ હાલમાં પોલીસની કસ્ટડીમાં છે. પોલીસે તેમની ગુજરાતમાંથી ધરપકડ કરી હતી. સાથે જ પોલીસે લોરેન્સ બિશ્નોઈ અને તેના ભાઈ અનમોલ બિશ્નોઈને મોસ્ટ વોન્ટેડ ઘોષિત કર્યા છે.
મુંબઈ પોલીસ હવે સાબરમતી જેલમાં બંધ લોરેન્સ બિશ્નોઈને પોતાની કસ્ટડીમાં લેવા માંગે છે તેને માટે જરૂરી કાનૂની પ્રક્રિયા ચાલી રહી છે. પોલીસે તેના ભાઈ અનમોલ વિરૂધ્ધ લુક આઉટ નોટીસ ઈશ્યુ કરી છે. હાલમાં તે અમેરિકામાં હોવાનું કહેવાય છે. ત્યાંથી જ તે ભારતમાં ગુનાકીય ગતિવિધીઓ કરી રહ્યો છે. સલમાનના ઘર બહાર ગોળીબાર તેણે આ ઘટનાની જવાબદારી લીધી હતી.
પોલીસે સલમાન ખાનના સિક્યુરિટી ગાર્ડના નિવેદનને આધારે આઈપીસીની કલમ 307 અને આર્મ્સ એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો હતો. બાદમાં એફઆઈઆરમાં ત્રણ કલમ ઉમેરી હતી. જેમાં કલમ 506(2) ધમકી આપવી, 115 ઉશ્કેરવું અને 201 પૂરાવાનો નાશ કરવો વગેરેનો સમાવેશ થાય છે. હવે પોલીસે મકોકા એક્ટ પણ લગાવ્યો ચે. જેને કારણે આ કેસ ખૂબ મજબૂત બની ગયો છે.
મહારાષ્ટ્ર સરકારે 199માં મકોકા એક્ટ બનાવ્યો હતો. જેને મહારાષ્ટ્ર કંટ્રોલ ઓફ ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ એક્ટ કહેવાય છે. તેનો ઉદ્દેશ સંગઠિત અને અંડરવર્લ્ડ ગનાઓને ખતમ કરવાનો છે. મહાર્ષ્ર્ર ઉપરાંત દિલ્હીમાં આ કાનૂન લાગુ છે. મકોકાની સૌથી મોટી ખાસિયત એ છે કે જો કોઈની સામે તેના હેઠળ કાર્યવાહી થઈ રહી હોય તો તપાસ પૂરી ન થાય ત્યાં ધી તેને જામીન નથી મળતા. મકોકાની જેમ જ ઉત્તરપ્રદેશમાં યુપીકોકા બનાવાયો છે.
14 એપ્રલના રોજ સવારે સલમાનના ગેલેક્સી એપાર્ટમેન્ટ પર બે શૂટરોએ ગોળીબાર કર્યો હતો. તેમણે પાંચ રાઉન્ડ ફાયકર્યા હતા જેમાં ત્રણ ગોળી મિસ થઈ ગઈ હતી. પરંતુ એક ગોળી સલમાનના ઘરની દિવાલ પર લાગી હતી. જ્યારે એક ગોળી ગેલેરીના પડદાને ભેદીને સલમાનના ઘરમાં ડ્રોઈંગ રૂમની દિવાલ પર લાગી હતી. બાદમાં આરોપીઓ એક ચર્ચ પાસે પોતાની બાઈક છોડીને ભાગી ગયા હતા.
આ પણ વાંચો:વીજ કરંટ લાગ્યા બાદ તળાવમાં ડૂબી જવાથી 3 યુવકોના મોત, આ સાંભળીને મહિલાને પણ આવ્યો હાર્ટ એટેક
આ પણ વાંચો:શું સરકાર આપણી સંપત્તિને વહેંચી શકે છે? સંપત્તિ વિભાજન પર સુપ્રિમ કોર્ટે શું કહ્યું
આ પણ વાંચો:જમ્મુ-કાશ્મીરમાં ભૂસ્ખલનના કારણે મકાનોમાં પડી તિરાડો, માર્ગ સંપર્ક વિહોણા
આ પણ વાંચો:ધનૌરામાં લગ્નની જાન દુલ્હન વગર પરત ફરી, દુલ્હને વરરાજાને કર્યો Reject