Firing/ પોલીસને કહ્યું આવો મારી ધરપકડ કરી લો

દિકરીના પ્રેમીને પિતાએ મારી દીધી ગોળી

Top Stories India
Beginners guide to 2024 04 27T203929.743 પોલીસને કહ્યું આવો મારી ધરપકડ કરી લો

Uttarpradesh News : ઉત્તરપ્રદેશના ગાઝીયાબાદમાં હત્યાનો ચકચારી બનાવ બન્યો છ. જેમાં પેરામાઉન્ટ સિમ્ફની એપાર્ટમેન્ટમાં બીએસએફના એક નિવૃત જવાને બીટેકના વિદ્યાર્થીની ગોળી મારીને હત્યા કરી નાંખી હતી. કહેવાય છે કે નિવૃત જવાનની દિકરી સાથે આ વિદ્યાર્થીનું પ્રેમ પ્રકરણ ચાલતું હતું. પરંતુ વિદ્યાર્થી યુવતીને પરેશાન કરવા લાગ્યો હતો. જેને પગલે તેમની વચ્ચે ઝઘડો થયો હતો. નિવૃત જવાને પોતાની લાયસન્લ વાળી પિસ્ટલથી પાંચ ગોળીઓ છોડીને વિદ્યાર્થીની હત્યા કરી નાંખી હતી. હત્યા બાદ જવાને પોલીસને ફોન કરીને બોલાવી હતી અને આત્મસમર્પણ કરી લીધું હતું.

બનાવની વિગત મુજબ શનિવારે સવારે 3.30 વાગ્યે થાણા ક્રોસિંગ રિપબ્લિકન વિસ્તારમાં બીએસએફના પૂર્વ જવાન રાજેશ કુમાર સિંહે પોતાની દિકરીના દોસ્તની ગોળી મારીને હત્યા કરી નાંખી હતી. આરોપી બલિયાનો રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે મૃતદેહનો કબજો લઈને તેના પરિવારને આ અંગે જાણ કરી દીધી છે.

બીટેકનો વિદ્યાર્થી વિપુલ ગાઝીયાબાદના પેરામાઉન્ય સિમ્ફની સોસાયટીમાં રહેતો હતો. તે અહીંની એબીઈએસ એન્જિનિયરિંગમાં ભણતો હતો. શુક્રવારે નિવૃત જવાનની દિકરી કોઈ બીજા યુવક સાથે ફિલ્મ જોવા ગઈ હતી. જેની જાણ વિપુલને થતા તેણે યુવતી સાથે ગાળા ગાળી કરી હતી. દુખી થયેલી યુવતીએ તેના પિતરાઈ ભાઈને આ ગે વાત કરી હતી. તેણે યુવતીના પિતા રાજેશ કુમારને આ બાબતની જાણ કરી હતી. રાજ્ કુનારને જાણ થતા જ તે ગાઝીયાબાદ પહોંચ્યા હતા અને દિકરી સાથે મુલાકાત કરીને તેને પોતાની સાથે લઈ જવા લાગ્યા હતા.

જેની જાણ વિપુલને થતા વિપુલ અહીં આવ્યો હતો અને યુવતીના પિતા સાથે પણ ઝઘડવા લાગ્યો હતો. દરમિયાન વાત એટલી વણસી ગઈ કે  રાજેશ કુમારે વિપુલને એક પછી એક પાંચ ગોળી મારી દીધી હતી.

કહેવાય છે કે બીએસએફમાંથી નિવૃત થયેલા રાજેશ કુમાર દિલ્હીના એક એજન્સી મારફતે પર્સનલ સ્કિયુરિટીનું કામ કરતો હતો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:વીજ કરંટ લાગ્યા બાદ તળાવમાં ડૂબી જવાથી 3 યુવકોના મોત, આ સાંભળીને મહિલાને પણ આવ્યો હાર્ટ એટેક

આ પણ વાંચો:શું સરકાર આપણી સંપત્તિને વહેંચી શકે છે? સંપત્તિ વિભાજન પર સુપ્રિમ કોર્ટે શું કહ્યું

આ પણ વાંચો:જમ્મુ-કાશ્મીરમાં ભૂસ્ખલનના કારણે મકાનોમાં પડી તિરાડો, માર્ગ સંપર્ક વિહોણા

આ પણ વાંચો:ધનૌરામાં લગ્નની જાન દુલ્હન વગર પરત ફરી, દુલ્હને વરરાજાને કર્યો Reject