Not Set/ અડાજણમાં તબીબ પરિણીતાએ જીવન ટૂંકાવ્યું, સાસરીયાના ત્રાસથી ગળે ફાંસો ખાધોનો આક્ષેપ

સુરત, અડાજણ વિસ્તારમાં આવેલ શિવકુટિર સોસાયટીમાં રહેતા ડોક્ટર મનાલી પટેલે ચિંતન પટેલ સાથે રહેતી હતી. મનાલીએ ઘરના બીજા માળે રૂમમાં જઈ ફાંસો ખાય આપઘાત કરી લીધો હતો. જેની જાણ મનાલીના પરિવારને થતા તેઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. મનાલીએ સાસરિયાઓના ત્રાસને લીધે આપઘાત કરી લીધો હોવાના આક્ષેપ મનાલીના પરિવારે કરી છે. મનાલીના પરિવાર મુજબ છેલ્લા કેટલાક […]

Top Stories Gujarat Surat
mantavya 40 અડાજણમાં તબીબ પરિણીતાએ જીવન ટૂંકાવ્યું, સાસરીયાના ત્રાસથી ગળે ફાંસો ખાધોનો આક્ષેપ

સુરત,

અડાજણ વિસ્તારમાં આવેલ શિવકુટિર સોસાયટીમાં રહેતા ડોક્ટર મનાલી પટેલે ચિંતન પટેલ સાથે રહેતી હતી. મનાલીએ ઘરના બીજા માળે રૂમમાં જઈ ફાંસો ખાય આપઘાત કરી લીધો હતો.

જેની જાણ મનાલીના પરિવારને થતા તેઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. મનાલીએ સાસરિયાઓના ત્રાસને લીધે આપઘાત કરી લીધો હોવાના આક્ષેપ મનાલીના પરિવારે કરી છે.

મનાલીના પરિવાર મુજબ છેલ્લા કેટલાક સમયથી તેણી પોતાના સાસરિયાઓના વ્યવહારથી અકળામણ અનુભવી રહી હતી. તેણીના પતિ ઉપરાંત સાસુ સસરા અને નણંદ -નણદોઈ પણ તેણીને ત્રાસ આપતા હતા.

તેણીને છૂટાછેડા લઈ લેવા માટે પણ દબાણ કરવામાં આવતું લાંબા સમયથી પતિ પત્ની એક જ ઘરમાં અલગ અલગ રૂમોમાં રહેતા હતા.છૂટાછેડા માટે દબાણ પણ કરવામાં આવતું હોય કંટાળીને મનાલીએ જીવન ટૂંકાવી લીધું હતું.  હાલ અડાજણ પોલીસે આક્ષેપો કેટલા સાચા છે એની તપાસ ચલાવી રહી છે. હાલ અડાજણ પોલીસે તેણીની લાશનો કબ્જો લઈ પીએમ અર્થે સિવિલ હોસ્પિટલ મોકલી આપી છે.

બીએચએમએસની ડિગ્રી હોવાને લીધે 2013માં તેણીના લગ્ન ડૉ.ચિંતન પટેલ સાથે કરવામાં આવ્યા હતા. તેણીને છૂટાછેડા લઈ લેવા માટે પણ દબાણ કરવામાં આવતું હતું. હાલ અડાજણ પોલીસે આક્ષેપો કેટલા સાચા છે એની તપાસ ચલાવી રહી છે. હાલ અડાજણ પોલીસે તેણીની લાશનો કબ્જો લઈ પીએમ અર્થે સિવિલ હોસ્પિટલ મોકલી આપી છે.