Political/ તો શું પંજાબ બાદ હવે રાજસ્થાનનો વારો? સચિન પાયલોટ અને રાહુલ ગાંધીએ કરી બેઠક

ભાજપા દ્વારા શરૂ થયેલી CM બદલવાની શરૂઆતને હવે કોંગ્રેસ પણ જાણે અપનાવી રહી હોય તેવુ દેખાઇ રહ્યુ છે. પંજાબ બાદ હવે રાજસ્થાનનો જાણે વારો હોય તેવુ ચર્ચાઇ રહ્યુ છે.

Top Stories India
1 323 તો શું પંજાબ બાદ હવે રાજસ્થાનનો વારો? સચિન પાયલોટ અને રાહુલ ગાંધીએ કરી બેઠક

છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યોમાં મુખ્યમંત્રી બદલવાની રાજનીતિ શરૂ થઇ ગઇ છે. ભાજપા દ્વારા શરૂ થયેલી CM બદલવાની શરૂઆતને હવે કોંગ્રેસ પણ જાણે અપનાવી રહી હોય તેવુ દેખાઇ રહ્યુ છે. પંજાબ કોંગ્રેસમાં મુખ્યમંત્રી બદલ્યા બાદ હવે અન્ય રાજ્યોમાં પણ હલચલ તેજ થઈ ગઈ છે.

1 324 તો શું પંજાબ બાદ હવે રાજસ્થાનનો વારો? સચિન પાયલોટ અને રાહુલ ગાંધીએ કરી બેઠક

આ પણ વાંચો – Covid-19 / દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં નોંધાયા 26,115 કેસ, દૈનિક Positivity Rate 1.85 ટકા

આપને જણાવી દઇએ કે, કોંગ્રેસ હાઇકમાન્ડે રાજસ્થાન પર હવે પોતાનુ ધ્યાન આપવાનું શરૂ કર્યું છે. આ જ કારણ છે કે પાર્ટીનાં પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીએ 17 સપ્ટેમ્બરે રાજસ્થાનનાં ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રી સચિન પાયલટ સાથે મેરેથોન બેઠક યોજી હતી. સૂત્રોનું કહેવું છે કે, આ બેઠકમાં રાજસ્થાનની તાજેતરની સ્થિતિની સાથે 2024 ની લોકસભાની ચૂંટણીને લઈને એક વ્યૂહરચના પણ તૈયાર કરવામાં આવી હતી. જણાવવામાં આવી રહ્યું છે કે, આ વર્ષે રાજસ્થાનની સ્થિતિને લઈને રાહુલ ગાંધીની આ પ્રથમ બેઠક છે. જણાવી દઇએ કે, સચિન પાયલોટ જુલાઈ 2020 સુધી રાજસ્થાન કોંગ્રેસનાં પ્રમુખ અને નાયબ મુખ્યમંત્રી હતા. આ દરમિયાન, અશોક ગેહલોત અને તેમના ભૂતકાળનાં ઝઘડાનાં સમાચાર સામે આવવા લાગ્યા. એક સમય એવો આવ્યો જ્યારે બંને વચ્ચે મતભેદ વધુને વધુ ઉગ્ર થયો અને જે મીડિયા સમક્ષ પણ સામે આવ્યુ. આ પછી, સચિન પાયલોટ પાસેથી બંને પોસ્ટ્સ પાછી ખેંચી લેવામાં આવી હતી. હવે ફરી એકવાર, પાર્ટીનાં એક સૂત્રનાં જણાવ્યા અનુસાર, રાહુલ અને સચિનની બેઠક દરમિયાન રાજસ્થાનમાં પાયલોટનાં પરત આવવાને લઇને ગંભીરતાથી ચર્ચા કરવામાં આવી હતી. પાર્ટીનાં સૂત્રોનું કહેવું છે કે, પંજાબની જેમ રાજસ્થાનમાં પણ કોઈ મોટા ફેરબદલની શક્યતા ઓછી છે. જોકે, કોંગ્રેસ હાઇકમાન્ડ તેને હળવાશથી લેવા માંગતુ નથી. પાર્ટીનું સમગ્ર ધ્યાન હાલમાં ઉત્તર પ્રદેશ, પંજાબ અને ઉત્તરાખંડમાં આગામી વિધાનસભાની ચૂંટણી પર છે. આ તમામ રાજ્યોમાં 2022 નાં પહેલા છ મહિનામાં ચૂંટણી યોજાવાની છે. સાથે જ પાર્ટી રાજસ્થાનની સ્થિતિ પર પણ નજર રાખી રહી છે.

1 322 તો શું પંજાબ બાદ હવે રાજસ્થાનનો વારો? સચિન પાયલોટ અને રાહુલ ગાંધીએ કરી બેઠક

આ પણ વાંચો – Political / મમતા બેનર્જી 2024 ની લોકસભા ચૂંટણીમાં PM પદનો બની શકે છે ચહેરોઃ બાબુલ સુપ્રિયો

અન્ય એક વરિષ્ઠ કોંગ્રેસી નેતાએ કહ્યું કે, “રાહુલ ગાંધીની યોજના 2024 ની લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને રાજ્યોમાં ફેરફાર કરવાની છે. જો કોઈ ફેરફાર થાય અને પાયલોટ રાજસ્થાન સરકારમાં પરત આવે તો તેમને આગામી સામાન્ય ચૂંટણી માટે કોંગ્રેસની તૈયારી તરીકે જોવુ જોઈએ. જણાવી દઇએ કે, રાજસ્થાન, પંજાબ, મધ્યપ્રદેશ, ગુજરાત, ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશ એકમાત્ર એવા રાજ્યો છે જ્યાં કોંગ્રેસ ભાજપને સીધી સ્પર્ધા આપી રહી છે.