Not Set/ ચિદંબરમને તિહાડ જેલમાં મળવા પહોચ્યા કોંગ્રેસનાં આ બે દિગ્ગજ નેતાઓ, આર્થિક મંદી વિશે કરી ચર્ચા

કોંગ્રેસનાં વરિષ્ઠ નેતાઓ અહેમદ પટેલ અને ગુલામ નબી આઝાદ બુધવારે સવારે તિહાડ જેલ પહોંચ્યા હતા અને પૂર્વ નાણામંત્રી પી.ચિદમ્બરમને મળ્યા હતા. આઈએનએક્સ મીડિયા કેસમાં ધરપકડ કરાયેલા ચિદમ્બરમ હાલમાં તિહાડ જેલમાં બંધ છે. સૂત્રોનું કહેવુ છે કે પટેલ અને આઝાદની સાથે ચિદમ્બરમનાં પુત્ર અને કોંગ્રેસનાં સાંસદ કાર્તિ ચિદમ્બરમ પણ હાજર હતા. કોંગ્રેસનાં વરિષ્ઠ નેતાઓએ ચિદમ્બરમ સાથે […]

Top Stories India
Chidambaram Tihad ચિદંબરમને તિહાડ જેલમાં મળવા પહોચ્યા કોંગ્રેસનાં આ બે દિગ્ગજ નેતાઓ, આર્થિક મંદી વિશે કરી ચર્ચા

કોંગ્રેસનાં વરિષ્ઠ નેતાઓ અહેમદ પટેલ અને ગુલામ નબી આઝાદ બુધવારે સવારે તિહાડ જેલ પહોંચ્યા હતા અને પૂર્વ નાણામંત્રી પી.ચિદમ્બરમને મળ્યા હતા. આઈએનએક્સ મીડિયા કેસમાં ધરપકડ કરાયેલા ચિદમ્બરમ હાલમાં તિહાડ જેલમાં બંધ છે.

સૂત્રોનું કહેવુ છે કે પટેલ અને આઝાદની સાથે ચિદમ્બરમનાં પુત્ર અને કોંગ્રેસનાં સાંસદ કાર્તિ ચિદમ્બરમ પણ હાજર હતા. કોંગ્રેસનાં વરિષ્ઠ નેતાઓએ ચિદમ્બરમ સાથે કાશ્મીર, આગામી વિધાનસભાની ચૂંટણીઓ અને અર્થવ્યવસ્થાની સ્થિતિ સહિતની વર્તમાન રાજકીય પરિસ્થિતિ અંગે ચર્ચા કરી હોવાનું માનવામાં આવે છે. ચિદમ્બરમની આ નેતાઓ સાથેની મુલાકાત લગભગ અડધો કલાક સુધી ચાલી હતી.

2a7b7ac24034f23ed86ba41eab62ec6a ચિદંબરમને તિહાડ જેલમાં મળવા પહોચ્યા કોંગ્રેસનાં આ બે દિગ્ગજ નેતાઓ, આર્થિક મંદી વિશે કરી ચર્ચા

નોંધનીય વાત એ છે કે, ચિદમ્બરમને આઈએનએક્સ મીડિયા ભ્રષ્ટાચાર કેસમાં સીબીઆઈ દ્વારા 5 સપ્ટેમ્બરે દાખલ કરાયેલા ભ્રષ્ટાચાર કેસમાં 19 સપ્ટેમ્બર સુધી 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યા હતા. હાલમાં તે તિહાડ જેલમાં છે. તેમની જામીન અરજી દિલ્હી હાઈકોર્ટમાં પેન્ડિંગ છે, જેની સુનાવણી 23 સપ્ટેમ્બરે થવાની છે. આપને જણાવી દઇએ કે, ચિદમ્બરમે સોમવારે જેલમાં તેમનો 74 મો જન્મદિવસ ઉજવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.