Not Set/ શહીદોના ઘરની સ્થિતિ જાણવા સેનાએ મોકલ્યા સૈનિક, શાળાઓમાં અભ્યાસરત બાળકોનો પણ સંપર્ક કર્યો

શહીદ સૈનિકોના પરિવારના સભ્યો અને તેમની પત્ની અને બાળકો કઈ હાલતમાં જીવે છે..? તેમની સમસ્યાઓ શું છે ? તેમને યોજનાઓનો યોગ્ય લાભ મળી રહ્યો છે કે નહીં ?  ભારતીય સૈન્યએ આ બધા પ્રશ્નોના જવાબો શોધવા માટે સાયકલ અભિયાન ચલાવ્યું હતું. સૈનિકોની ટીમે 3 સપ્ટેમ્બરથી 15 સપ્ટેમ્બર દરમિયાનના અભિયાનમાં કુલ 927 કિ.મી.નો પ્રવાસ કરી શહીદ સૈનિકો […]

Top Stories India
સેના શહીદોના ઘરની સ્થિતિ જાણવા સેનાએ મોકલ્યા સૈનિક, શાળાઓમાં અભ્યાસરત બાળકોનો પણ સંપર્ક કર્યો

શહીદ સૈનિકોના પરિવારના સભ્યો અને તેમની પત્ની અને બાળકો કઈ હાલતમાં જીવે છે..? તેમની સમસ્યાઓ શું છે ? તેમને યોજનાઓનો યોગ્ય લાભ મળી રહ્યો છે કે નહીં ?  ભારતીય સૈન્યએ આ બધા પ્રશ્નોના જવાબો શોધવા માટે સાયકલ અભિયાન ચલાવ્યું હતું. સૈનિકોની ટીમે 3 સપ્ટેમ્બરથી 15 સપ્ટેમ્બર દરમિયાનના અભિયાનમાં કુલ 927 કિ.મી.નો પ્રવાસ કરી શહીદ સૈનિકો અને શારિરીક રીતે અક્ષમ સૈનિકોના પરિવારના દર્દ અને વેદનાને જાણવા માટે પ્રયાસ હાથ ધર્યો હતો.

આ દરમિયાન શહીદોના પરિવારજનો અને તેમની સમસ્યાઓની નોંધ લીધી હતી અને તેઓને માહિતી આપીને તમામ યોજનાઓનો લાભ લેવા અપીલ કરી હતી. આ ટીમ સ્કૂલોમાં ગઈ હતી અને બાળકો સાથે વાત કરી હતી અને તેમને આર્મી વિશે માહિતી આપી હતી.

આ શરૂઆત સેના વતી બેટલ એક્સ ડિવિઝનના સૈનિકોની ટીમે કરી હતી. સૈનિકોએ શહીદની પત્નીઓ અને તેમના નજીકના પરિવારો સુધી પહોંચીને વાતચીત કરી હતી. આ 927 કિમી લાંબી આ અભિયાનયાત્રામાં મારવાડ ક્ષેત્રના અજમેર, ભીલવાડા, પાલી, જોધપુર અને જેસલમેર જિલ્લાના દૂરના વિસ્તારોની યાત્રા કરવામાં આવી હતી. આ અભિયાનમાં બહાદુર મહિલાઓ અને શહીદો અને શારીરિક રીતે અસમર્થ સૈનિકોને તેમને લગતી  વિવિધ યોજનાઓની માહિતી આપવામાં આવી હતી.

આ અભિયાનમાં શાહપુરા, ભિલવારામાં 65 ભૂતપૂર્વ સૈનિકો, 12 વીરાંગના,  દોસોલા, બેવારમાં 22 પૂર્વ સૈનિકો, અને 14 શહીદના નજીકના સગા,  પાલિમાં 12 શહીદના સગા, અને 32 ભૂતપૂર્વ સૈનિકો અને જેસલમેરમાં 52 ભૂતપૂર્વ સૈનિકોની સમસ્યાઓનું નિરાકરણ લાવવામાં આવ્યું છે. આ અભિયાનયાત્રા ટીમે ભીલવાડા, પાલી, સોજત, ડાંગીવાસ અને ચેરાઇમાં સ્કૂલનાં બાળકો અને સ્થાનિક યુવાનો સાથે પણ વાતચીત કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.