Not Set/ દિલ્હીમાં લોકડાઉન વધુ એક સપ્તાહ લંબાવાયું, જાણો ક્યાં સુધી રહેશે પ્રતિબંધો

કોરોના સંકટ વચ્ચે દિલ્હીમાં લોકડાઉન એક અઠવાડિયા માટે વધારવામાં આવ્યું છે. તા .24 મી સોમવારે સવારે 5 વાગ્યા સુધી રાજધાનીમાં લોકડાઉન ચાલુ રહેશે. 

Top Stories India
A 198 દિલ્હીમાં લોકડાઉન વધુ એક સપ્તાહ લંબાવાયું, જાણો ક્યાં સુધી રહેશે પ્રતિબંધો

કોરોના સંકટ વચ્ચે દિલ્હીમાં લોકડાઉન એક અઠવાડિયા માટે વધારવામાં આવ્યું છે. તા .24 મી સોમવારે સવારે 5 વાગ્યા સુધી રાજધાનીમાં લોકડાઉન ચાલુ રહેશે. આ સમય દરમિયાન નિયમોમાં કોઈ નવી છૂટછાટ આપવામાં આવી નથી. સીએમ કેજરીવાલે આ જાહેરાત કરી છે.

લોકડાઉન વધારવાની જાહેરાત કરતા પહેલા મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ટ્વિટ કર્યું હતું કે, “કોરોનાએ કહેર વસાવ્યો છે. લોકો ખૂબ દુ:ખી છે. આ એકબીજા તરફ આંગળી ઉઠવાનો સમય નથી, પરંતુ એકબીજાને ટેકો આપવાનો છે. હું “આપ” ના દરેક કાર્યકરને અપીલ કરું છું કે તમારી આજુબાજુના લોકોની તન,મન,ધનથી ભરપૂર મદદ કરો. આ ક્ષણે આ સાચી દેશભક્તિ છે, આ જ ધર્મ છે.”

Delhi weekend lockdown

આ પણ વાંચો :દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં કેસ તો ઘટ્યા પણ મોતનો આંક હજુ પણ 4 હજારને પાર

મુખ્યંત્રીના કહેવા પ્રમાણે દિલ્હીમાં લોકડાઉનની સારી અસર જોવા મળી રહી છે. 26 એપ્રિલ બાદ નવા કેસમાં ધીરે-ધીરે ઘટાડો નોંધાવા લાગ્યો છે અને છેલ્લા 2-3 દિવસથી સંક્રમણનો દર પણ ઘટી રહેલો જણાય છે. તેમણે લોકડાઉનનો ઉપયોગ હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને સંસાધનો મજબૂત કરવા કરાયો હોવાની માહિતી આપી હતી.

અરવિંદ કેજરીવાલે રવિવારે જણાવ્યું કે, દિલ્હીમાં કાલે સવારે 5:00 વાગ્યા સુધી લોકડાઉન હતું. દિલ્હીમાં રિકવરી રેટ સુધરી રહ્યો છે અને કોરોનાના કેસમાં ખૂબ જ ઝડપથી ઘટાડો આવ્યો છે તે જોતા લોકડાઉનને એક સપ્તાહ માટે લંબાવી દેવામાં આવ્યું છે. લોકડાઉનને આગામી સોમવારની સવારના 5:00 વાગ્યા સુધી લંબાવવામાં આવ્યું છે.

Coronavirus lockdown

આ પણ વાંચો :કોંગ્રેસ નેતા રાજીવ સાતવનું કોરોનાથી નિધન, રણદીપ સુરજેવાલા ટ્વિટ કરી કહ્યું- અલવિદા મેરે દોસ્ત

છેલ્લા કેટલાક દિવસોથી દિલ્હીમાં દૈનિક પોઝિટીવ કેસ, પોઝિટીવ દર અને હોમ આઈસોલેશનમાં દર્દીઓની સંખ્યા મોટો ઘટાડો જોવા મળ્યો છે. છેલ્લા એક અઠવાડિયામાં, દિલ્હીમાં 65,180 કોવિડ પોઝિટિવ કેસ નોંધાયા છે. જો કે, રાષ્ટ્રીય રાજધાની 4 મેથી દિવસમાં 300 થી વધુ મૃત્યુની નોંધણી કરી રહ્યું છે. 3 મેના રોજ એક જ દિવસમાં સૌથી વધુ મૃત્યુ થયા, જ્યારે શહેરમાં કુલ 448 કોવિડ દર્દીઓ મૃત્યુ પામ્યા.

છેલ્લા એક અઠવાડિયામાં, દિલ્હીમાં 2173 કોવિડ દર્દીઓ મૃત્યુ પામ્યા છે, ગયા વર્ષે શરૂઆતમાં કોવિડ મહામારીની પ્રથમ લહેર પછી 21,244 ની સંખ્યા આવી છે. દરરોજ કોવિડ સંબંધિત મૃત્યુને ધ્યાનમાં રાખીને, વહીવટીતંત્રે ત્રણ મહાનગરપાલિકાઓ હેઠળ સ્મશાન ઘાટ અને સ્મશાનગૃહની ક્ષમતામાં વધારો કરવાનો નિર્ણય કર્યો છે.

આ પણ વાંચો :આધારકાર્ડ ન હોય તો રસી અથવા હોસ્પિટલમાં દાખલ થવાનો ઇનકાર કરી શકતા નથી: યુઆઇડીએઆઇ

kalmukho str 12 દિલ્હીમાં લોકડાઉન વધુ એક સપ્તાહ લંબાવાયું, જાણો ક્યાં સુધી રહેશે પ્રતિબંધો