Not Set/ રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં પણ બર્ડ ફ્લુની એન્ટ્રી, અનેક વિસ્તારોમાં મૃત પક્ષી મળ્યા

કોરોનાનાં કાળમાં કોરોનાનો આતંક પૂરો થયો નથી અને નજીકનાં દિવસોમાં પૂરો થવાની કોઇ શક્યતાઓ પણ વરતાતી નથી, ત્યાં દેશમાં બર્ડ ફ્લુનો હાહાકાર નોંધવામાં આવી રહ્યો છે અને ગુજરાત

India
bird flu 3 રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં પણ બર્ડ ફ્લુની એન્ટ્રી, અનેક વિસ્તારોમાં મૃત પક્ષી મળ્યા

કોરોનાનાં કાળમાં કોરોનાનો આતંક પૂરો થયો નથી અને નજીકનાં દિવસોમાં પૂરો થવાની કોઇ શક્યતાઓ પણ વરતાતી નથી, ત્યાં દેશમાં બર્ડ ફ્લુનો હાહાકાર નોંધવામાં આવી રહ્યો છે અને ગુજરાત સહિત દેશનાં અનેક રાજ્યમાં બર્ડ ફ્લુએ પ્રવેશ કરી લીધાની પુષ્ટીથી ભયનું વાતાવરણ સર્જાયું છે , ત્યારે ભરાતની રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં પણ બર્ડ ફ્લુની એન્ટ્રી મારી લીધી હોવાના સમાચાર સામે આવી રહ્યા છે.

દેશના જુદા જુદા રાજ્યોમાં ફેલાતા બર્ડ ફ્લૂએ સંભવત રીતે રાજધાની દિલ્હીમાં પણ એન્ટ્રી લીધી છે. દિલ્હીમાં અનેક સ્થળોએ પક્ષીઓના મૃત્યુના અહેવાલો મળી રહ્યા છે, પક્ષીઓના મોત મયુર વિહાર, દ્વારકા, હોત્સલ ગામથી પ્રકાશમાં આવ્યા છે. પક્ષીઓના નમૂના લેવામાં આવ્યા છે અને તેને પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા છે.

સીએમ ઓફિસ વતી કહેવામાં આવ્યું છે કે, “મયુર વિહાર સહિત દિલ્હીના પાર્કમાં દિલ્હી સરકારની ટીમે 17 મૃત કાગડા મેળવ્યાં હતાં, જેમાંથી ચાર નમૂનાઓ એકત્રિત કર્યા હતા. દ્વારકાના ડીડીએ પાર્કમાં બે કાગડાઓ પણ મૃત હાલતમાં મળી આવ્યા હતા. જેમાંથી એક નમૂના લેવામાં આવ્યો હતો. પશ્ચિમ જિલ્લાના હોતસલ ગામના એક પાર્કમાં 16 કાગડાઓ મૃત હાલતમાં મળી આવ્યા હતા. તેમાથી પણ સેમ્પલ લેવામાં આવ્યા છે. અને પરિક્ષણ માટે મોકલી આપવામાં આવ્યા છે.

દિલ્હીની નાયબ મુખ્યમંત્રીની ઓફિસે અહેવાલ આપ્યો છે કે એકત્રિત થયેલા તમામ નમૂનાઓ પાલમની પ્રયોગશાળામાં મોકલવામાં આવ્યા છે, તેમને 9 મી જાન્યુઆરીએ રાષ્ટ્રીય ઉચ્ચ સુરક્ષા વેટરનરી સંસ્થા, આઇસીએઆર ભોપાલ અને જાલંધર ખાતે પ્રયોગશાળામાં મોકલવા માટે રજૂઆત કરવામાં આવી છે.

કેન્દ્ર સરકારે શુક્રવારે કહ્યું કે, કેરળ, રાજસ્થાન, મધ્યપ્રદેશ, હિમાચલ પ્રદેશ, હરિયાણા અને ગુજરાત ભારતમાં બર્ડ ફ્લૂની પુષ્ટિ કરી છે. સરકારે આ છ રાજ્યોને ક્રિયા યોજના મુજબ રોગને નિયંત્રણમાં રાખવા નિર્દેશ આપ્યો છે. એક સત્તાવાર નિવેદનમાં જણાવ્યા અનુસાર, અત્યાર સુધીમાં છ રાજ્યો (કેરળ, રાજસ્થાન, મધ્યપ્રદેશ, હિમાચલ પ્રદેશ, હરિયાણા અને ગુજરાતમાં ચેપની પુષ્ટિ કરવામાં આવી છે). જાણવા મળ્યું છે કે, કેરળના બંને અસરગ્રસ્ત જિલ્લામાં પક્ષીઓ છે મારવાની ઝુંબેશ પૂરી થઈ ગઈ છે. ચેપ મુક્ત પ્રક્રિયા ચાલી રહી છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…