Not Set/ તૌકતે વાવાઝોડાને લઇને સૌરાષ્ટ્રનાં સાગરકાંઠે રહેતા લોકોનું થશે સ્થળાંતર

અરબી સમુદ્રમાંથી ઉભરેલા ચક્રવાત તોફાન તૌકતાને લઈને ઘણા રાજ્યોમાં ચેતવણી જાહેર કરવામાં આવી રહી છે. જેને ધ્યાનમાં રાખી સૌરાષ્ટ્રનાં સાગરકાંઢે રહેલા લોકોનું સ્થળાંતર કરવામાં આવશે. સ્થિતિને સંભાળવા માટે NDRF ની 44 ટુકડીઓનું આગમન થઇ ગયુ છે. 

Top Stories Gujarat Others
petrol 17 તૌકતે વાવાઝોડાને લઇને સૌરાષ્ટ્રનાં સાગરકાંઠે રહેતા લોકોનું થશે સ્થળાંતર
  • સૌરાષ્ટ્રના સાગરકાંઠે રહેતા લોકોનું થશે સ્થળાંતર
  • Ndrf ની 44 ટુકડી નું આગમન
  • વાવાઝોડું નાસંદર્ભમાં 85 એમ્બ્યુલન્સ સ્ટેન્ડ ટુ
  • ૧૫૦ કિલોમીટરની ઝડપે વાવાઝોડું સૌરાષ્ટ્રમાં આવે તેવી શક્યતા
  • રાજ્યની ૧૩૦૦ હોસ્પિટલમાં ડિજિ સેટ વસાવવા આદેશ
  • દરેક સામાજિક સંસ્થાની સેવા માટે આગળ આવવા અપીલ
  • નરેન્દ્ર મોદી અને અમિત શાહ ગુજરાત સાથે સતત સંપર્કમાં
  • સોમ અને મંગળવારે સમગ્ર રાજ્યમાં વેક્સિનેશન રહેશે બંધ
  • ભાવનગરમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી ની જાહેરાત

અરબી સમુદ્રમાંથી ઉભરેલા ચક્રવાત તોફાન તૌકતાને લઈને ઘણા રાજ્યોમાં ચેતવણી જાહેર કરવામાં આવી રહી છે. જેને ધ્યાનમાં રાખી સૌરાષ્ટ્રનાં સાગરકાંઢે રહેલા લોકોનું સ્થળાંતર કરવામાં આવશે. સ્થિતિને સંભાળવા માટે NDRF ની 44 ટુકડીઓનું આગમન થઇ ગયુ છે.

ચેતવણી: ચક્રવાત તોફાન તૌક્તેનાં કારણે સવારથી જ અમદાવાદનાં વાતાવરણમાં પલટો

આપને જણાવી દઇએ કે, ભાવનગર ખાતે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જાહેરાત કરતા કહ્યુ કે, વાવાઝોડાનાં સંદર્ભમાં 85 એમ્બ્યુલન્સ સ્ટેન્ડ ટૂ રાખવામાં આવી છે. મળી રહેલી માહિતી અનુસાર, સૌરાષ્ટ્રમાં 150 કિલોમીટરની ઝડપે વાવાઝોડું આવે તેવી પૂરી શક્યતાઓ છે. સ્થિતિને ગંભીરતાને જોતા રાજ્યની 1300 હોસ્પિટલમાં ડિજિ સેટ વસાવવા આદેશ આપી દેવામાં આવ્યો છે. આ સંકટનાં સમયે તમામ સામાજિક સંસ્થાઓને સેવા માટે આગળ આવવા અપીલ કરવામાં આવી છે. ગુજરાતમાં સ્થિતિ કેવી છે તેના પર દેશનાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહની પૂરી નજર છે. તૌકતે વાવાઝોડાને ધ્યાનમાં રાખતા સોમવાર અને મંગળવારનાં રોજ સમગ્ર રાજ્યમાં વેક્સિનેશન બંધ રાખવામાં આવશે.

ગુજરાત / તૌકતે વાવાઝોડાને પગલે ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર ખડેપગે એલર્ટ

ઉલ્લેખનીય છે કે, ચક્રવાત તૌકતે ગોવાનાં દરિયાકાંઠાનાં વિસ્તારમાં ત્રાટક્યું છે. તેની અસર પણજીમાં પણ જોવા મળી છે. ગોવામાં ચક્રવાત તોફાનથી મોટું નુકસાન થયુ હોવાનું જાણવા મળ્યુ છે. રસ્તાઓ પર અનેક જગ્યાએ ઝાડ પડી ગયા છે. ભારે ઝાડ પડવાનાં કારણે રસ્તા ઉપર પાર્ક કરેલી ગાડીએને ભારે નુકસાન થયું છે. ગોવાનાં દરિયાકિનારે જોરદાર પવનની સાથે સાથે મુશળધાર વરસાદ પણ થઈ રહ્યો છે.

s 3 0 00 00 00 2 તૌકતે વાવાઝોડાને લઇને સૌરાષ્ટ્રનાં સાગરકાંઠે રહેતા લોકોનું થશે સ્થળાંતર