Not Set/ અમરનાથ યાત્રામાં ભારે સુરક્ષા, યાત્રિકોના વાહનો પર લાગશે ખાસ ચીપ

જમ્મુ 24, જુન 2018. 28 જુને શરૂ થઇ રહેલી અમરનાથ યાત્રાને લઇને તમામ તૈયારીઓ પુરી થઇ ચુકી છે. સંભવિત આતંકી હુમલાને ધ્યાનમાં રાખીને આ વખતની અમરનાથ યાત્રામાં ભારે સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. અમરનાથ યાત્રમાં પહેલીવાર વાહનોના ટ્રેકીંગ માટે રેડિયો વ્હીકલ ટ્રેકીંગ ફેસિલીટીનો ઉપયોગ થશે. આ ખાસ વ્યવસ્થના ભાગ રૂપે પંજાબ પાસેની રાજ્યની સરહદો પર […]

Top Stories India
1371201158 amrnath અમરનાથ યાત્રામાં ભારે સુરક્ષા, યાત્રિકોના વાહનો પર લાગશે ખાસ ચીપ

જમ્મુ
24, જુન 2018.

28 જુને શરૂ થઇ રહેલી અમરનાથ યાત્રાને લઇને તમામ તૈયારીઓ પુરી થઇ ચુકી છે. સંભવિત આતંકી હુમલાને ધ્યાનમાં રાખીને આ વખતની અમરનાથ યાત્રામાં ભારે સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. અમરનાથ યાત્રમાં પહેલીવાર વાહનોના ટ્રેકીંગ માટે રેડિયો વ્હીકલ ટ્રેકીંગ ફેસિલીટીનો ઉપયોગ થશે.

આ ખાસ વ્યવસ્થના ભાગ રૂપે પંજાબ પાસેની રાજ્યની સરહદો પર એક વિશેષ સેન્ટર બનાવવામાં આવશે, જેમાં અમરનાથ યાત્રા પર જઇ રહેલાં વાહનો પર એક ખાસ ચીપ લગાવવામાં આવશે. આ ચીપ દ્રારા વાહનોની મુવમેન્ટ પર લાઇવ ટ્રેકીંગ થશે. આના
કારણે માર્ગ ભુલી જતાં વાહનોને મદદ મળી શકશે એટલું જ નહીં પરંતું તેમની સુરક્ષા પણ થઇ શકશે.

જમ્મુ-કાશ્મીર પોલિસના આઇજી એસડી સિંહ જામવાલે કહ્યું કે યાત્રા દરમિયાન વાહનોની ગતિવિધી પર નજર રાખવા માટે આ ટેકનોલોજીનો ઉપયોગ થઇ રહ્યો છે. આ ચીપને યાત્રાના દરેક માર્ગ પર આવેલા પોઇન્ટ પર ચેક કરવામાં આવશે. એ પછી આ
માહીતીને સેન્ટ્રલ સિસ્ટમમાં ફીડ કરવામાં આવશે.

આ વખતની અમરનાથ યાત્રામાં રેડિયો ફ્રીકવન્સી ચીપની સાથે પહેલીવાર નેશનલ સિક્યોરીટી ગાર્ડ પણ તૈનાત કરવામાં આવ્યાં છે.

જમ્મુ શ્રીનગર હાઇવે પર યાત્રીકોની સુરક્ષા માટે સેન્ટ્રલ રીઝર્વ પોલિસ સિવાય રાજ્ય પોલીસના જવાનોનો પણ બંધોબસ્ત રહેશે. જવાનોનાં બંધોબસ્ત સાથે હાઈવેની તપાસ માટે ડ્રોનની સુવિધા પણ કરવામાં આવશે. જાહેર છે કે અમરનાથ યાત્રા માટે આ વખતે દોઢ લાખથી પણ વધારે યાત્રીઓની પહોંચવાની સંભાવના છે. આ સુરક્ષાઓને મદ્દે નજર રાખીને શ્રી અમરનાથ શ્રાઇન બોર્ડે યાત્રિકોની સુવિધાઓ અને લંગર કમિટીઓ માટે વિશેષ બંધોબસ્ત પણ કર્યો છે.