Covid-19/ રસીકરણ અભિયાનને મળ્યો વેગ, દેશમાં ફરી એકવાર 1 કરોડથી વધુ રસીનો ડોઝ અપાયો

ભારતમાં કોરોના સંક્રમણ સામે ચાલી રહેલ રસીકરણ અભિયાન દરરોજ નવા રેકોર્ડ બનાવી રહ્યું છે. 3 દિવસ પહેલા, દેશમાં 1 દિવસની અંદર 1 કરોડ રસી ડોઝ આપવાનો રેકોર્ડ બનાવ્યો હતો…

India
રસીકરણ

ભારતમાં કોરોના સંક્રમણ સામે ચાલી રહેલ રસીકરણ અભિયાન દરરોજ નવા રેકોર્ડ બનાવી રહ્યું છે. 3 દિવસ પહેલા, દેશમાં 1 દિવસની અંદર 1 કરોડ રસી ડોઝ આપવાનો રેકોર્ડ બનાવ્યો હતો અને 3 દિવસ પછી આ રેકોર્ડ તૂટી ગયો હતો. જણાવી દઇએ કે, મંગળવારે, દેશમાં 1 કરોડ રસી ડોઝ ફરીથી સંચાલિત કરવામાં આવી હતી. આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ આપેલી માહિતી મુજબ, દેશમાં 31 ઓગસ્ટનાં સાંજે 6 વાગ્યા સુધી 1.09 કરોડ રસી ડોઝ આપવામાં આવી છે. વળી, 27 ઓગસ્ટનાં રોજ, 1,08,99,699 ડોઝ આપવામાં આવ્યા હતા.

આ પણ વાંચો – મોટો નિર્ણય / આજથી ખુલશે ધોરણ 9થી 12 ની શાળાઓ, વિદ્યાર્થીઓએ કડક પ્રોટોકોલનું પાલન કરવું પડશે

આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ ટ્વીટ કરીને આ અંગે માહિતી આપી હતી. તેમણે કહ્યું, “દેશ એ આજે ફરી એક નવો વિક્રમ સ્થાપ્યો છે! નરેન્દ્ર મોદીનાં નેતૃત્વમાં #SabkoVaccineMuftVaccine અભિયાનએ તેના 1.09 કરોડથી વધુ ડોઝનાં અગાઉનાં રેકોર્ડને તોડી નાંખ્યો અને આજે એક નવો રેકોર્ડ બનાવ્યો છે. દેશમાં આજે આનાથી વધુ વેક્સિન લગાવવામાં આવી છે અને આ સંખ્યા સતત વધી રહી છે. તમામ દેશવાસીઓને અભિનંદન! ” અન્ય એક ટ્વીટમાં આરોગ્ય મંત્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં નેતૃત્વમાં વિશ્વનાં સૌથી મોટા રસીકરણ અભિયાનમાં વધુ એક સીમાચિહ્ન હાંસલ કરવામાં આવ્યું છે. 50 કરોડ લોકોને કોવિડ-19 વેક્સિનનો પ્રથમ ડોઝ મળ્યો છે. હું કોવિડ વોરિયર્સની સખત મહેનત અને નાગરિકોને આ મહત્ત્વપૂર્ણ સીમાચિહ્ન હાંસલ કરવામાં મદદ કરવામાં તેમની મહેનતની પ્રશંસા કરું છું.

આ પણ વાંચો – દેશને સંબોધન / અમેરિકા રાષ્ટ્રપતિએ સંબોધનમાં કહ્યું અમારૂ મિશન સફળ રહ્યું,આતંકવાદ સામે લડાઇ ચાલુ રહેશે

આપને જણાવી દઈએ કે, દેશમાં કુલ રસીકરણનો આંકડો 65 કરોડને પાર કરી ગયો છે. સોમવારે દેશમાં 59,62,286 લોકોને વેક્સિન આપવામાં આવી હતી. આરોગ્ય મંત્રાલય કહે છે કે, અમે રસીકરણને વધુ ઝડપી બનાવવા માટે પ્રતિબદ્ધ છીએ. કેન્દ્ર સરકાર દેશભરમાં COVID-19 રસીકરણની ગતિને વેગ આપવા અને તેનો વ્યાપ વધારવા માટે કામ કરી રહી છે. ઉલ્લેખનીય છે કે, દેશમાં ભલે  કોરોનાનાં દૈનિક કેસોનો આંકડો ધીમો છે, પરંતુ  વૈજ્ઞાનિકોનાં મતે કોરોનાની ત્રીજી લહેર આવવાની સંભાવનાઓ છે. જેને તેઓ નકારી રહ્યા નથી. તહેવારોની સીઝન શરૂ થઇ ગઇ છે ત્યારે આ વાયરસનાં ફેલાવવાની સંભાવનાને લઇને પણ વૈજ્ઞાનિક અને ડોક્ટર્સ ચિંતિત દેખાઇ રહ્યા છે.