સુરેન્દ્રનગર જિલ્લામાં જમીનના ડખા અંગે Land dispute થયેલી જૂથ અથડામણમાં બે ભાઈઓને રહેંસી નાખવામાં આવ્યા છે. આ ઘટના ચુડા તાલુકાના સમઢીયાળી ગામમાં બની છે. આના પગલે ગામમાં પોલીસની મોટી કુમક ઉતારી દેવામાં આવી હતી.
બંને ભાઈઓના મૃતદેહોને પોસ્ટ મોર્ટમ માટે Land dispute હોસ્પિટલમાં ખસેડાતા મોટી સંખ્યામાં સમાજના લોકો ત્યાં ઉમટ્યા હતા. જેમણે આરોપીઓ ઝડપાય નહીં ત્યાં સુધી મૃતદેહ ન સ્વીકારવાની ચીમકી ઉચ્ચારી હતી. લોકો સાથે પૂર્વ ધારાસભ્ય નૌશાદ સોલંકી પણ પોસ્ટમોર્ટમ રૂમની બહાર ધરણા પર બેસી ગયા હતા. જેમણે પેનલ ડોક્ટર અને વિડીયો ગ્રાફી સાથે પોસ્ટમોર્ટમની માંગ કરી છે.
સુરેન્દ્રનગર સિવિલ હોસ્પિટલમાં ભાજપના Land dispute પાટડીના ધારાસભ્ય પી.કે. પરમાર અને વઢવાણ ધારાસભ્ય અને મુખ્ય નાયબ દંડક જગદીશભાઈ દલવાડી મુલાકાત એ આવ્યા હતા. લોકોએ બંને ધારાસભ્યોને કહ્યું કે, જો ભાજપના હોવાથી નેતા તરીકે આવ્યા હોય તો જતા રહો અને સમાજ તરીકે આવ્યા હોય તો રાજીનામું આપો’ કહીને ઉધડો લીધો હતો. જેથી બન્ને ધારાસભ્ય એ ચાલતી પકડી હતી.
ચુડા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ Land dispute છેલ્લા 40 વર્ષથી અમદાવાદમાં સ્થાયી પારૂલબેન પરમાર જૂના વાડજ ખાતે રહે છે. બુધવારે સવારે પોતાના ગામમાં ગયા હતા. અહીં તેમની સાથે બે દિયર તથા બે દેરાણી હતા. તમામ ટ્રેક્ટરમાં બેસીને વાડીઓ ગયા અને પરત ફરતા સમયે અમરાભાઈ ખાચર, નાગભાઈ ખાચર સહિત 8 લોકો તથા અન્ય 15 લોકોનું ટોળું ધારિયા અને લાકડી લઈને તૂટી પડ્યું હતું અને તમામને માર માર્યો હતો. સાથે પારૂલબેનના બે નાના દીયર આલજીભાઈ પરમાર અને મનોજભાઈ પરમાર પાસેથી 1 લાખ રૂપિયા જબરજસ્તી પડાવી લીધા હતા. બંને ભાઈઓને હુમલામાં ગંભીર ઈજા પહોંચતા હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું.
આ પણ વાંચોઃ Gujarat Rains/ રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં આ સપ્તાહ છૂટોછવાયો વરસાદ રહેશે
આ પણ વાંચોઃ Gujarat Heavyrain/ વડોદરાના વાઘોડિયામાં અત્યાર સુધીમાં સૌથી ઓછો ફક્ત 14 ટકા વરસાદ
આ પણ વાંચોઃ Delhi-Yamuna River/ દિલ્હીમાં ‘વોટર સ્ટ્રાઇક’, યમુના 208.46 મીટરના નિશાન પર, NDRF એલર્ટ પર
આ પણ વાંચોઃ Tomato-Centre/ ટામેટા સસ્તા કરવા કેન્દ્ર સક્રિયઃ બીજા રાજ્યોમાંથી ખરીદી કરી નીચા ભાવે વેચશે
આ પણ વાંચોઃ Ashwin Five/ અશ્વિનનો પંજો અને વેસ્ટઇન્ડિઝ 150 રનમાં ઓલઆઉટ