Not Set/ શહીદોને શ્રધાંજલીના કાર્યક્રમમાં યુવકે લગાવ્યા પાકિસ્તાન તરફે નારા,લોકોએ કરી ધોલાઈ

આણંદ, આણંદ શહેરમાં આવેલી એન.એસ. પટેલ આર્ટસ કોલેજ દ્વારા શનિવારે સવારે પુલવામામાં થયેલા  આતંકી હુમલાના શહીદોને શ્રદ્ધાંજલિ આપવા માટે આયોજિત કરાયેલી રેલીમાં હાજર રહેલા એક 18 વર્ષીય વિદ્યાર્થીએ પાકિસ્તાન જિંદાબાદ એવા નારા લગાવતા જ લોકોએ તેને ઝડપી પાડી માર મારી અધમુઓ કરી નાંખ્યો હતો. જોવાની વાત તો એ હતી કે સોહિલ વિક્રમસિંહ રાણા નામના આ […]

Gujarat Others
yr 17 શહીદોને શ્રધાંજલીના કાર્યક્રમમાં યુવકે લગાવ્યા પાકિસ્તાન તરફે નારા,લોકોએ કરી ધોલાઈ
આણંદ,
આણંદ શહેરમાં આવેલી એન.એસ. પટેલ આર્ટસ કોલેજ દ્વારા શનિવારે સવારે પુલવામામાં થયેલા  આતંકી હુમલાના શહીદોને શ્રદ્ધાંજલિ આપવા માટે આયોજિત કરાયેલી રેલીમાં હાજર રહેલા એક 18 વર્ષીય વિદ્યાર્થીએ પાકિસ્તાન જિંદાબાદ એવા નારા લગાવતા જ લોકોએ તેને ઝડપી પાડી માર મારી અધમુઓ કરી નાંખ્યો હતો.
જોવાની વાત તો એ હતી કે સોહિલ વિક્રમસિંહ રાણા નામના આ હિન્દૂ યુવકે પાકિસ્તાન તરફે નારા લગાવતા તેની જાણ આણંદ શહેર પોલીસને કરાતા પોલીસે તેની અટકાયત કરી હતી.
આણંદ શહેર અને જિલ્લામાં શહીદોને શ્રદ્ધાસુમન અર્પવા માટે ઠેર-ઠેર રેલી અને કેન્ડલ માર્ચનું આયોજન કરાયું હતું. જેના ભાગરુપે આણંદ શહેરની એન.એસ. પટેલ આર્ટસ કોલેજ દ્વારા રેલી યોજાઇ હતી. શનિવારે સવારે 11 કલાકે રેલી શરુ થઇ તે સમયે એક યુવકે અચાનક પાકિસ્તાન જિંદાબાદ એવા નારા લગાવ્યા હતા. જેને કારણે આસપાસના વિદ્યાર્થીઓ ચોંકી ઉઠ્યા હતા. એક તરફ લોકોમાં પાકિસ્તાનને પાઠ ભણાવવાની માંગણી અને લાગણી હતી ત્યારે જ યુવકે પાકિસ્તાન જિંદાબાદ એવા નારા લગાવતા અન્ય વિદ્યાર્થી અને શિક્ષકે તેને ઝડપી પાડ્યો હતો.
તે કંઈ સમજે વિચારે તે પહેલાં જ ટોળાંએ તેને માર માર્યો હતો. વધુમાં આ અંગેની જાણ આણંદ શહેર પોલીસને કરાતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી જઈને તેને ઝડપી પાડી તેના નામ-ઠામની પૂછપરછ કરી હતી. જેમાં તેણે તેનું નામ સોહિલ વિક્રમસિંહ રાણા અને નાપાનો રહેવાસી હોવાનું જણાવ્યું હતું. તેના પિતા વિક્રમસિંહ રાણા એક ખાનગી કંપનીમાં મજૂરીકામ કરે છે જ્યારે માતા કમુબા રાણા ગૃહિણી છે. તે એનએસપટેલ આર્ટસ કોલેજના પ્રથમ વર્ષ (ઈકોનોમિક્સ)માં અભ્યાસ કરે છે. શહેર પોલીસે તેની અટકાયત કરી છે.
આ શખ્સે કંઈ રેલી દરમિયાન જ નારા લગાવ્યા હોય તેવું નથી. તેણે અગાઉ પણ કોલેજની બહાર પાકિસ્તાન જિંદાબાદ એવા નારા લગાવ્યા હતા. એ સમયે તેને કેટલાંક મિત્રોએ આ પ્રકારના નારા ન લગાવવા બાબતે સમજાવ્યો હતો. રેલી દરમિયાન, એક રાહદારી યુવકે પાકિસ્તાન મુર્દાબાદ એવા નારા લગાવ્યા હતા. જેથી લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો.