Ahmedabad News : જીઓમાર્ટ શોપિંગ એપ સાથે એક કરોડથી વધુ રકમની છેતરપિંડી કરનારા શખ્સની સાયબર ક્રાઈમ પોલીસે ધરપકડ કરી છે.
આરોપીના કાવતરા મુજબ તે એક્સિસ બેન્કના ક્રેડિટ કાર્ડ વડે જુદાજુદા વ્યક્તિઓના નામે ખરીદી કરીને જીઓમાર્ટ શોપિંગ એપ તથા એક્સિસ બેન્ક ક્રેડિટ કાર્ડ ડિપાર્ટમેન્ટની ખામીઓ જાણી લેતો હતો. બાદમાં જીઓમાર્ટ શોપિંગ એપ પર શોપિંગ માટે એક્સિસ બેન્કના ક્રેડિટ કાર્ડથી પેમેન્ટ કરીને ક્રેડિટ કાર્ડના રિવોર્ડ પોઈન્ટ મેળવી લેતો હતો.
બાદમાં ઓર્ડ ડિલીવરી થાય તે પહેલા જ ઓર્ડર કેન્સલ કરાવીને રિવોર્ડ઼ પોઈન્ટથી ગિફ્ટકાર્ડની ખરીદી કરીને મિન્ત્રા અને એમેઝોન જેવી ઓનલાઈન વેબસાઈટ પરથી ગોલ્ડ કોઈનની ખરીદી કરી સગા સંબંધીઓ અને મિત્રોના ઘરના સરનામે ગોલ્ડની ડિલીવરી કરાવી લેતો હતો.
બાદમાં ભારતના જે શહેરોમાં ગોલ્ડનો ભાવ વધુ હોય તે શહેરોમાં ગોલ્ડ કોઈનનું વેચાણ કરીને નાણા મેળવી લેતો હતો.
આ પ્રકારે તેણે જીઓમાર્ટ પર 100 કરોડથી પણ વધુ રકમના ટ્રાન્ઝેક્શન કરીને રિવોર્ડ પોઈન્ટથી એક કરોડથી વધુ રકમની જીઓમાર્ટ સાથે છેતરપિંડી કરી હતી.
આ અંગે ફરિયાદ નોંધાતા સાયબર ક્રાઈમ પોલીસે આરોપીઓ અમિતકુમાર એચ.કારીયા (40) અને ભાવિન કે જીવાણીની ધરપકડ કરી હતી. બન્ને મુળ ગિર સોમનાથના રહેવાસી છે. અમિત મેમનગરમાં સર્જન ચાવરમાં રહેતો હતો જ્યારે ભાવિન વડોદરામાં ભાયલી રોડ પરના સિલ્વર નેસ્ટ એપાર્ટમેન્ટમાં રહેતો હોવાનું પોલીસે જણાવ્યું હતું.
આરોપીઓ પાસેથી પોલીસે 36 સિમકાર્ડ સાથેના 12 મોબાઈલ, કોમ્પ્યુટર, લેપટોપ અને રાઉટર સહિત કુલ રૂ. 43,000 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. તેમણે અમદાવાદ, વદોડરા, વેસ્ટ બંગાળ વગેરે શહેરો અને રાજ્યોના માણસો સાથે સંપર્કમાં રહીને છેલ્લા આઠ મહિનાથી આ છેતરપિંડી કરતા હોવાનું બહાર આવ્યું હતું.
આ પણ વાંચો: બિહારના દરભંગમાં બની મોટી દુર્ઘટના, લગ્નમાં ફટાકડા ફોડતા લાગી આગ, 6 લોકોના નિપજ્યા મોત
આ પણ વાંચો: દિલ્હી એરપોર્ટ પરથી ઝડપાયો નકલી પાયલોટ, બે વર્ષ સુધી મારતો હતો રોફ
આ પણ વાંચો:માનવાધિકારના ઉલ્લંઘના અંગેના અમેરિકાના રિપોર્ટને ભારતે ફગાવ્યો