Not Set/ મણિનગરની “બેસ્ટ હાઇસ્કુલે” કેરલા પીડિતોને પહોંચાડી 10 લાખની મદદ

અમદાવાદ, સો વર્ષો બાદ કેરલામાં અચાનક ભયાનક પૂર આવ્યું અને રાજ્યનું જનજીવન ખોરવાઈ ગયું હતું. કેરેલા પીડિતોને પરેશાનીઓનો સામનો ન કરવો પડે એ માટે દેશભરમાંથી લોકોએ મદદ પહોંચેલી હતી. ત્યારે અમદાવાદનાં નાના બાળકોએ પણ સહાય રકમને ખાદ્ય વસ્તુઓની કેરેલા પીડિતોને મદદ પહોંચેલી છે. અમદાવાદનાં મણિનગર વિસ્તારમાં આવેલ બેસ્ટ હાઈસ્કૂલનાં ધોરણ 10 માં ભણતાં વિદ્યાર્થીઓએ તેમના […]

Top Stories Ahmedabad Trending
gfffsdfkhjgfkjhgfkd મણિનગરની "બેસ્ટ હાઇસ્કુલે" કેરલા પીડિતોને પહોંચાડી 10 લાખની મદદ

અમદાવાદ,

સો વર્ષો બાદ કેરલામાં અચાનક ભયાનક પૂર આવ્યું અને રાજ્યનું જનજીવન ખોરવાઈ ગયું હતું. કેરેલા પીડિતોને પરેશાનીઓનો સામનો ન કરવો પડે એ માટે દેશભરમાંથી લોકોએ મદદ પહોંચેલી હતી.

ત્યારે અમદાવાદનાં નાના બાળકોએ પણ સહાય રકમને ખાદ્ય વસ્તુઓની કેરેલા પીડિતોને મદદ પહોંચેલી છે. અમદાવાદનાં મણિનગર વિસ્તારમાં આવેલ બેસ્ટ હાઈસ્કૂલનાં ધોરણ 10 માં ભણતાં વિદ્યાર્થીઓએ તેમના શિક્ષક માધીશ પરીખનાં માધ્યમે કેરેલા પૂર પીડિતોને અંદાજિત 10 લાખનો સમાન પહોંચાડ્યો છે.

જયારે આ મુદ્દે ફાળો એકત્રિત કરવમાં મદદ કરતાં એક વિદ્યાર્થી હર્ષ રાઠોડ સાથે મંતવ્ય ન્યુઝે વાર્તાલાપ કરી ત્યારે તેણે જણાવ્યું હતું કે,

bnmdbgnmdfgb મણિનગરની "બેસ્ટ હાઇસ્કુલે" કેરલા પીડિતોને પહોંચાડી 10 લાખની મદદ
હર્ષ રાઠોડ “બેસ્ટ હાઇસ્કુલ” વિદ્યાર્થી

જયારે અમે સાંભળ્યું કે કેરેલામાં પૂર આવ્યું છે ત્યારે અમે સર્વે વિદ્યાર્થીઓએ અમારા શિક્ષક માધીશ પરીખની આગેવાનીમાં નક્કી કર્યું કે કેરળમાં પીડિત થયેલા જરૂરતમંદ લોકોની મદદ કરવી જોઈએ. જેથી અમે જીવન જરૂરિયાત સમાન કેરળ પહોંચાડ્યો હતો.”

આ બાળકોએ શાળાનાં તમામ બાળકો પાસેથી ફાળો મેળવીને આ ફાળો એકત્રિત કર્યો હતો. જો કે વાત કરવામાં આવે તો શાળાનાં તમામ બાળકોએ કેરલાનાં પૂર પીડિતોને આ રકમમાંથી જરૂરી દવાઓ, અને ખાદ્ય સામગ્રી યોગ્ય સ્થાને પહોંચાડી હતી. તમામ બાળકોને આ સેવાકીય કામની પ્રેરણાં તેમની જ શાળાનાં એક શિક્ષક નામે માધીશ પરીખ પાસેથી મળી હતી.

આ બાળકો દ્વારા કરવામાં આવેલ કાર્યથી અન્ય બાળકોએ પણ પ્રેરણા લેવી જોઈએ જેથી દેશ અને સમાજને જરૂરતમંદ તબક્કાઓને ખરા સમયે મદદ પહોંચાડી શકાય.

શાળાનાં વિદ્યાર્થીને જયારે મંતવ્ય ન્યુઝે આવા કાર્યોની પ્રેરણા ક્યાંથી મળી તેવું વિદ્યાર્થીની ચોસલીન બેસ્ટને પૂછ્યું ત્યારે તેણીએ જણાવ્યું હતું કે,

jkhgdfkjghfdjhdlfk મણિનગરની "બેસ્ટ હાઇસ્કુલે" કેરલા પીડિતોને પહોંચાડી 10 લાખની મદદ
ચોસલીન બેસ્ટ “બેસ્ટ હાઇસ્કુલ” વિદ્યાર્થી

આ શુભકાર્યનો પ્રારંભ અમારા શિક્ષક માધીશ પરીખ દ્વારા કરવામાં આવ્યો હતો. જેમનાં દ્વારા કરવામાં આવેલા કાર્યોથી અમને પ્રરણા મળી હતી અને અમે પણ આ દેશહિતનાં કાર્યમાં જોડાયા હતા. પહેલા જ દિવસે અમે વિદ્યાર્થીઓએ 33 હાજર રૂપિયા એકત્રિત કાર્ય હતા. જેમાંથી અમે દવાઓ અને દૂધનો પાવડર વગેરે ખરીદી અને માધીશ પરીખની મદદથી આ સામાન કેરળ મોકલ્યો હતો.”

ત્યારે સમગ્ર મદદની પાછળ મુખ્ય ભાગ ભજવતા શિક્ષક માધીશ પરીખે જણાવ્યું હતું કે,

madhish parikh મણિનગરની "બેસ્ટ હાઇસ્કુલે" કેરલા પીડિતોને પહોંચાડી 10 લાખની મદદ
શિક્ષક માધીશ પરીખ

અમદાવાદમાં જ રહીને કેરેલામાં આવેલા પુરથી અસરગ્રસ્ત લોકોની મદદ કરવા વિદ્યાર્થીઓ અને મિત્રોની મદદથી એક સંગઠન બનાવ્યું. જે અંતર્ગત સર્વે લોકોની મદદથી અંદાજે દસેક લાખ રૂપિયાનો ફાળો એકત્રિત કરવામાં આવ્યો હતો. તેમાંથી અસરગ્રસ્ત લોકોને જીવનજરૂરી વસ્તુઓ જેવી કે બિસ્કિટ, દવાઓ, અન્ય ખાદ્યસામગ્રીને ખરીદી ભારતીય રેલવેનાં માધ્યમે કેરેલા મોકલાવેલ હતી. એ સુનિશ્ચિત કરવા કે સંપૂર્ણ વસ્તુઓ કેરળ પહોંચી છે કે નહિ તે માટે પણ કેરેલામાં સુવિધા રાખવામાં આવી હતી.”