Not Set/ બોમ્બ બનાવવાનો નિષ્ણાત આતંકી મુન્ના લાહોરી ઠાર મરાયો

શોપિયાન, કાશ્મીરમાં શનિવારે સવારે આતંકી ગ્રુપ જૈશ એ મોહંમદનો ટોપ કમાંડર મુન્ના લાહોરી ઠાર મરાયો હતો. કાશ્મીરના શોપિયાના બોના બજાર વિસ્તારમાં શનિવારે સુરક્ષાબળો અને આતંકીઓ વચ્ચે અથડામણ થઈ હતી. આ અથડામણમાં જૈશ-એ-મોહમ્મદના ટોપ કમાંડર મુન્ના લાહોરી ઉર્ફે બિહારી સહિત 2 આતંકીઓ ઠાર મરાયા છે. મુન્ના લાહોરી બોંબ બનાવવામાં નિષ્ણાત હતો અને તેણે કેટલાંક આતંકી કાવતરાને […]

Top Stories India
aam 8 બોમ્બ બનાવવાનો નિષ્ણાત આતંકી મુન્ના લાહોરી ઠાર મરાયો

શોપિયાન,

કાશ્મીરમાં શનિવારે સવારે આતંકી ગ્રુપ જૈશ એ મોહંમદનો ટોપ કમાંડર મુન્ના લાહોરી ઠાર મરાયો હતો. કાશ્મીરના શોપિયાના બોના બજાર વિસ્તારમાં શનિવારે સુરક્ષાબળો અને આતંકીઓ વચ્ચે અથડામણ થઈ હતી. આ અથડામણમાં જૈશ-એ-મોહમ્મદના ટોપ કમાંડર મુન્ના લાહોરી ઉર્ફે બિહારી સહિત 2 આતંકીઓ ઠાર મરાયા છે.

મુન્ના લાહોરી બોંબ બનાવવામાં નિષ્ણાત હતો અને તેણે કેટલાંક આતંકી કાવતરાને અંજામ આપ્યો હતો.

પોલિસના સુત્રોના જણાવ્યા પ્રમાણે શોપિયન જીલ્લાના મહોલ્લા બઝાર વિસ્તારમાં પોલિસ અને સિક્યોરીટી ફોર્સએ આતંકીઓને શોધવા સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું.આ દરમિયાન છુપાયેલા આતંકીઓએ ફાયરીંગ શરૂ કરતાં સામસામે અથડામણ શરૂ થઇ હતી.

આ અથડામણમાં ઠાર મરાયેલો 19 વર્ષનો મુન્ના લાહોરી મુળ પાકિસ્તાનનો રહેવાસી હતો.મુન્નાએ કાશ્મીરમાં આઇઇડી બ્લાસ્ટને અંજામ આપ્યો હતો.મુન્ના લાહોરી ગયા વર્ષે પાકિસ્તાનથી ભાગી કાશ્મીર આવ્યો હતો.લાહોરી આઇઇડી બોંબ બનાવતો હતો અને તેને વાહનોની અંદર ફીટ કરવામાં નિષ્ણાત હતો.

લાહોરી કાશ્મીરના યુવકોનુ બ્રેઇનવોશ પણ કરતો હતો.બીજી તરફ ઉત્તર કાશ્મીરમાં પણ પાકિસ્તાની સેનાએ સીઝ ફાયરિંગનું ઉલ્લંઘન કર્યું હતું જેમાં ભારતીય સેનાનો એક જવાન શહીદ થયો હતો. શોપિયા એન્કાઉન્ટરમાં આતંકીઓ પાસેથી હથિયાર અને ગોળા બારુદ પણ મળી આવ્યા હતા.

પાકિસ્તાની સેનાએ માછિલ સેક્ટરમાં સીઝ ફાયરનું ઉલ્લંઘન કર્યુઃ પાકિસ્તાની સેનાએ શનિવારે ઉત્તર કાશ્મીરના કુપવાડા જિલ્લામાં સરહદ પર માછિલ સેક્ટરમાં સીઝ ફાયરનું ઉલ્લંઘન કર્યુ છે. ક્રોસ-બોર્ડરથી થયેલા આ ફાયરિંગમાં ભારતીય સેનાના એક જવાન પણ શહીદ થયો છે.

શહીદ જવાનની ઓળખાણ 54 આરઆરના લાંસ નાયક રાજેન્દ્ર સિંહ તરીકે કરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન