Gujarat election 2022/ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડાના નિવાસસ્થાને કોર ગ્રુપની બેઠક,ગુજરાત વિધાનસભાના ઉમેદવારની આખરી યાદી પર મંથન!

ભાજપ ઉમેદવારની યાદી જાહેર કરવા માટે કવાયત હાથ ધરી છે. હાલમાં દિલ્હીમાં ગુજરાત ચૂંટણીની 182 ઉમેદવાર માટે મંથન બેઠક ચાલી રહી છે

Top Stories Gujarat Gujarat Assembly Election 2022
1 87 ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડાના નિવાસસ્થાને કોર ગ્રુપની બેઠક,ગુજરાત વિધાનસભાના ઉમેદવારની આખરી યાદી પર મંથન!

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પડધમ વાગી ચૂકયા છે ત્યારે હાલ ભાજપ ઉમેદવારની યાદી જાહેર કરવા માટે કવાયત હાથ ધરી છે. હાલમાં દિલ્હીમાં ગુજરાત ચૂંટણીની 182 ઉમેદવાર માટે મંથન બેઠક ચાલી રહી છે. દિલ્હી ખાતે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડાના નિવાસસ્થાને કોર ગ્રુપની બેઠક ચાલી રહી છે. જેમાં ગુજરાત વિધાનસભાના ઉમેદવારોના આખરી નામ પર મંથન ચાલી રહ્યું છે.
બેઠકમાં ગૃહમંત્રી અમિત શાહ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ, ગુજરાત સંગઠન મહામંત્રી રત્નાકર, મનસુખભાઇ માંડવિયા, પુરુષોત્તમ રૂપાલા હાજર છે.

ઉલ્લેખનીય છે કે કોંગ્રેસએ ચૂંટણી માટે 43 ઉમેદવારની પ્રથમ યાદી જાહેર કરી દીધી છે, જયારે આમ આદમી પાર્ટીએ પણ ઉમેદવારનાનામ જાહેર કર્યા છે, ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર માટે દિલ્હીમાં કોર ગ્રુપની બેઠક ચાલી રહી છે. અંતિમ નામો ફાઇનલ થઇ રહ્યા છે. નોંધનીય છે કે હાલ 50 નામોની ચર્ચા ચાલી રહી છે, પણ જ્યા સુધી ભાજપ સત્તાવર રીતે યાદી જાહેર ન કરે ત્યાં સુધી કશં કહી શકાય તેમ નથી.

ગુજરાતમાં 1 અને 5 ડિસેમબરના રોજ ચૂંટણી યોજાવવાની છે અને પરિણામ હિમાચલ પ્રદેશના સાથે એટલે કે 8 ડિસેમ્બરે જાહેર થશે. હાલ તો ઉમેદવારની યાદી માટે દિલ્હીમાં મંથન બેઠક ચાલી રહી છે.