શાબાશ/ સુરેન્દ્રનગરમાં ફી ભરવાના પૈસા નહોતા એ વિદ્યાર્થીની લાવી બોર્ડમાં ૯૯.૯૯ પીઆર

કોરોના કાળ બાદ એક સમયે વિધાર્થીની પ્રાચીની ફી ભરી શકાય તેવી સ્થિતિ ન હોવાથી શાળામાંથી લીવીંગ સર્ટિફિકેટ કઢાવવા તેના પિતા શાળાઅએ આવ્યા હતાં પરંતુ પ્રાચીની શિક્ષણ પ્રત્યેની ધગશ જોઇ શાળા સંચાલકોએ અભ્યાસ શરૂ રાખવાનો આગ્રહ કર્યો હતો અને ફી ભરવામાં થોડી છુટછાટ આપી હતી

Top Stories Others
સુરેન્દ્રનગર

ધોરણ ૧૦નું પરિણામ જાહેર થતાં જ હજારો વિધાર્થીઓની આતુરતાનો અંત આવ્યો છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાની વિધાર્થીની ધોરણ ૧૦ માં ૯૯.૯૯ પીઆર મેળવી સુરેન્દ્રનગરનું નામ સમગ્ર રાજ્યમાં ગુંજતુ  કર્યું છે.

સુરેન્દ્રનગર જિલ્લાના ૧૬૮૧૭ વિધાર્થીઓએ ધોરણ ૧૦ ની પરિક્ષા આપી હતી. જેમાં આજે જાહેર થયેલા પરિણામોમાં સુરેન્દ્રનગર જિલ્લાનું પરિણામ ૭૦.૭૯ ટકા આવ્યુ છે. જેમાંથી ૩૦૦ વિધાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો છે. અને સૌથી વધુ મહત્વની બાબત એ છે કે સુરેન્દ્રનગર એસ.એન.વિધાલયની વિધાર્થીની પ્રાચી દસાડીયા એ ૯૯.૯૯ પીઆર મેળવી  સમગ્ર રાજ્યમાં શાળાનું તેમજ સુરેન્દ્રનગર જિલ્લાનું ગૌરવ વધાર્યુ છે. સામાન્ય પરિવારમાંથી આવતી પ્રાચીએ અથાગ મહેનત અને કઠોર પરિશ્રમ તેમજ શિક્ષકો અને માતાપિતાના સહયોગથી આ પરિણામ મળ્યુ હોવાનુ જણાવ્યું હતુ..કોરોના કાળ બાદ એક સમયે વિધાર્થીની પ્રાચીની ફી ભરી શકાય તેવી સ્થિતિ ન હોવાથી શાળામાંથી લીવીંગ સર્ટિફિકેટ કઢાવવા તેના પિતા શાળાઅએ આવ્યા હતાં પરંતુ પ્રાચીની શિક્ષણ પ્રત્યેની ધગશ જોઇ શાળા સંચાલકોએ અભ્યાસ શરૂ રાખવાનો આગ્રહ કર્યો હતો અને ફી ભરવામાં થોડી છુટછાટ આપી હતી. માતા-પિતાએ પેટે પાટા બાંધી દીકરીને અભ્યાદ કરાવવા જે મહેનત કરી હતી તેના ફળસ્વરૂપે દીકરીએ આજે સમગ્ર રાજ્યમાં ડંકો વગાડી દીધો છે. પ્રાચી આગળ કોમર્સમાં અભ્યાસ કરી સીએ બનવાની ઇચ્છા વ્યક્ત કરી છે અને અન્ય વિધાર્થીઓને સંદેશ આપતા જણાવ્યું હતુ કે, ‘કઠોર પરિશ્રમનો કોઇ વિકલ્પ નથી માટે દરેક વિધાર્થીઓએ અથાગ મહેનત કરવી જોઇએ’

સુરેન્દ્રનગર

આ પણ વાંચો : રાજ્યમાં તલાટીની 3400 જગ્યાઓ માટે અધધ 17 લાખ અરજીઓ!