Not Set/ અમદાવાદ: ખુલ્લા સ્થળો પર ફટાકડા ફોડવા અનુરોધ, ફાયરબ્રીગેડનો એક્સનપ્લાન અમલમાં આવશે

અમદાવાદ, દિપાવલી પર્વમાં ફટાકડા ફોડવાનો આનંદ પણ અનેરો હોય છે. પરંતુ થોડી બેદરકારી ભટાનક દુર્ઘટના સર્જી શકે છે. દિપાવલીપર્વ દરમિયાન કોઈ દુર્ઘટના સર્જાય ત્યારે બચાવ કામગીરી માટે ફાયરબ્રીંગેડ એલર્ટ બની જશે. ફાયરબ્રીગેડ દ્વારા એક્સન પ્લાન બનાવવામાં આવશે. નાગરીકોએ પણ થોડી સાવધાની અને સતર્કતા રાખવી જરુરી છે. દિપાવલીપર્વની ઉજવણી ધામધુમપુર્વક અને હર્ષોલ્લાસ સાથે કરવામાં આવે છે. […]

Ahmedabad Top Stories Gujarat
અમદાવાદ: ખુલ્લા સ્થળો પર ફટાકડા ફોડવા અનુરોધ, ફાયરબ્રીગેડનો એક્સનપ્લાન અમલમાં આવશે

અમદાવાદ,

દિપાવલી પર્વમાં ફટાકડા ફોડવાનો આનંદ પણ અનેરો હોય છે. પરંતુ થોડી બેદરકારી ભટાનક દુર્ઘટના સર્જી શકે છે. દિપાવલીપર્વ દરમિયાન કોઈ દુર્ઘટના સર્જાય ત્યારે બચાવ કામગીરી માટે ફાયરબ્રીંગેડ એલર્ટ બની જશે. ફાયરબ્રીગેડ દ્વારા એક્સન પ્લાન બનાવવામાં આવશે. નાગરીકોએ પણ થોડી સાવધાની અને સતર્કતા રાખવી જરુરી છે.

દિપાવલીપર્વની ઉજવણી ધામધુમપુર્વક અને હર્ષોલ્લાસ સાથે કરવામાં આવે છે. દિપાવલીપર્વ દરમિયાન નાના બાળકોથી લઈને મોટી ઉંમરના લોકો વિવિધ પ્રકારના ફટાકડા ફોડી નિર્દોષ આનંદ લેવાની તક ચુકતા નથી.

જોકે કેટલાક મસ્તીખોરો દિપાવલીપર્વ દરમીયાન ફટાકડા ફોડવા માટે વિવિધ અખતરા પણ કરતા હોય છે. જે અખતરા ક્યારેક મોટી દુર્ઘટના સર્જે છે. ક્યારેક જીવલેણ પણ નીવડે છે. ખાસ કરીને આગની ઘટનાઓમાં દિપાવલીપર્વ દરમિયાન વધારો નોંધાય છે. નાગરીકોએ પણ સતર્કતા અને સાવધાની રાખવી જરુરી છે.

કલેક્ટર પણ એક્શનમાં આવી ગયા

સુપ્રીમ કોર્ટના આદેશ બાદ અમદાવાક કલેક્ટર પણ એક્શનમાં આવી ગયા છે. સુપ્રીમ કોર્ટે લોકોની લાગ્ણીઓ અને તહેવારોમાં લોકોની ખુશીઓને ધ્યાનમાં રાખીને ફટાકડા ફોડવાની છૂટ આપી છે. પરંતુ કોર્ટે ફટાકડા ફોડવાની છુટ સાથે કેટલીક શરતોનું પાલન કરવાનું પણ કહ્યું છે.

સુપ્રીમકોર્ટના આદેશ બાદ તેના પડઘા અમદાવાદમાં પડી રહ્યા છે. હાલ શહેરના કલેકટર સુપ્રીમ કોર્ટના આદેશ બાદ એક્શનમાં આવી ગયા છે.

કલેક્ટરે જણાવ્યુ હતું કે, સાંજે 10 વાગ્યા બાદ ફટાકડા ફોડનાર સામે કાયદેસરની કાર્યવાહી થશે. સુપ્રીમકોર્ટના આદેશ અંગેનું શહેરીજનો માટે જાહેરનામું પણ બહાર પડાશે.

પર્યાવરણને નુકસાન કરતા ફટાકડાના વેચાણ પર પ્રતિબંધ લાગશે. વિક્રેતાઓ લાઈસન્સ આપતા સમયે કેટલીક શરતોનું પાલન કરવાનું રહેશે. પ્રતિબંધિત ફાટકડાનું વેચાણ કરતા વિક્રેતાઓ પર દરોડા પડાશે.

સુપ્રીમ કોર્ટના જણાવ્યા અનુસાર

દેશની સર્વોચ્ચ અદાલત દ્વારા દિવાળીમાં ફટાકડા ફોડવા માટે એક સમય નક્કી કરવામાં આવ્યો  છે. સુપ્રીમ કોર્ટના જણાવ્યા અનુસાર, દિવાળી પર લોકો રાત્રે ૮ થી ૧૦ વચ્ચે, ક્રિસમસ અને નવા વર્ષની ઉજવણી પર રાત્રે ૧૧.૪૫ થી ૧૨.૧૫ સુધી જ ફટાકડા ફોડી શકશે. સાથે સાથે સુપ્રીમ કોર્ટ દ્વારા ફટાકડાના ઓનલાઈન શોપિંગ પર પ્રતિબંધ મુક્યો છે.

સુપ્રીમ કોર્ટમાં જસ્ટિસ એ કે સીકરી અને જસ્ટિસ અશોક ભૂષણની બેંચ દ્વારા આ પહેલા ૨૮ ઓગષ્ટના રોજ પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. આ મામલે કોર્ટ દ્વારા અરજીકર્તા ઉપરાંત ફટાકડાના વેપારીઓ, સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ સહિત NGOના પક્ષ જાણ્યા હતા.