રાજકોટ: દિવાળી નજીક આવતા જ માર્કેટમાં ફટાકડાના સ્ટોર ખૂલવા લાગે છે. પણ દર વર્ષે દિવાળી નજીક આવતા જ હવાનું પ્રદૂષણ એકાએક વધી જાય છે. એમાં ફટાકડામાંથી નીકળતો ધૂમાંડો શ્વાસ લેવાનું મુશ્કેલ બનાવી જાય છે. ત્યારે લોકોના હિતને ધ્યાનમાં રાખીને રાજકોટ CPએ એક જાહેરનામું બહાર પાડ્યું છે.
રાજકોટ પોલીસ કમિશનર દ્વારા જાહેરાનામું બહાર પાડવામાં આવ્યું છે. જેમાં રાત્રીના 8થી 10 વાગ્યા સુધી ફટાકડા ફોડવાની છૂટ આપવામી આવી છે. સાથે પેટ્રોલ પંપ, શાળા-કોલેજ,ધાર્મિક સ્થળ અને એરપોર્ટ, ગોડાઉન અને હોસ્પિટલ જેવા જાહેર સ્થળોએ જેવા સ્થળોએ ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મૂક્યો છે. સાથે સુપ્રીમના નિયમ અને ગ્રીન ફટાકડા ફોડવા જાહેરનામામાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે, સુપ્રીમ કોર્ટે આપેલા આદેશ બાદ રાજકોટ પોલીસ કમિશ્નરે શહેરમાં ફટાકડા ફોડવાને લઇને જાહેરનામું બહાર પાડ્યું છે.
આ પણ વાંચો: Delhi/ આજે CM કેજરીવાલ ED સમક્ષ હાજર નહીં થાય, નોટિસ પર આપ્યો જવાબ
આ પણ વાંચો: સુરત/ 1 લાખ કરતા વધુ પગાર ધરાવતો SMCનો અધિકારી આસિસ્ટન્ટ સાથે લાંચ લેતા ઝડપાયો
આ પણ વાંચો: Ahmedabad/ અસામાજિક તત્વો બન્યા બેફામ! સરકારી સ્કૂલમાં આગ ચાંપી