Ahmedabad/ અસામાજિક તત્વો બન્યા બેફામ! સરકારી સ્કૂલમાં આગ ચાંપી

અમદાવાદ શહેરની સ્કૂલો હવે અસામાજિક તત્વોનો અડ્ડો બની હોય તેવું લાગી રહ્યું છે.

Ahmedabad Top Stories Gujarat Videos
YouTube Thumbnail 2023 11 02T112535.224 અસામાજિક તત્વો બન્યા બેફામ! સરકારી સ્કૂલમાં આગ ચાંપી

મેહુલ દુધરેજીયા, અમદાવાદ

અમદાવાદ: શહેરની સ્કૂલો હવે અસામાજિક તત્વોનો અડ્ડો બની હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે કાંકરિયા નગર પ્રાથમિક શાળા નંબર-4માં મોડી રાત્રે લાગી અચાનક આગ હતી. જેના કારણે ઓફિસમાં રહેલો સામાન બળીને રાખ થઈ ગયો હતો.સ્થાનિકોનો આક્ષેપ છે કે,અસામાજિક તત્વો દ્વારા આ આગ આવી છે અને અગાઉ પણ આ મામલે સ્થાનિકોએ પોલીસમાં અરજી પણ કરી હતી. આ આગ મામલે મંતવ્ય ન્યૂઝ દ્વારા સ્કૂલની તપાસ કરતા વરવા દ્રશ્યો સામે આવ્યા હતા.

અમદાવાદની સ્કૂલો અસામાજિક તત્વો નો અડ્ડો બની રહી છે. આ દ્રશ્યો જ જણાવી રહ્યા છે કે સ્કૂલની અસામાજિક તત્વોએ સ્કૂલની કેવી હાલત કરી છે. સ્કૂલમાં એટલી હદે અડ્ડો જમાવ્યો છે કે ગુસ્સામાં સ્કૂલમાં આગ લગાવતા પણ અચકાતા નથી.

કાંટોડીયાવાસમાં આવેલ સ્કૂલ નંબર 4 જે જર્જરિત હોવાથી બંધ કરવામાં આવી હતી. જે બાદ આ અસામાજિક તત્વોએ સરકારી મિલકત ને પોતાની સમજીને અડ્ડો બનાવી દીધો હતો. દરેક રૂમ ના તાળા તોડી નાખવામાં આવ્યા છે. દરેક રૂમ માંથી નાની મોટી વસ્તુઓ ચોરીને તેને વેચીને વ્યસનની વસ્તુઓ ખરીદવામાં આવી છે અને આ વસ્તુઓ પીવા માટે સ્કૂલ બિલ્ડીંગનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ત્યારે મોટો સવાલ એ છે કે, એક હજાર કરોડનું બજેટ છતાં પણ મિલ્કતોની હાલત કેમ આવી. કેમ કોઈ તેનું ધ્યાન રાખનાર નથી? કેમ પોલીસ અરજીઓનો જવાબ આપતી નથી?


whatsapp ad White Font big size 2 4 અસામાજિક તત્વો બન્યા બેફામ! સરકારી સ્કૂલમાં આગ ચાંપી


આ પણ વાંચો: Stock Market/ ફેડે બજારમાં પ્રાણ ફૂંક્યાઃ સેન્સેક્સની 500 પોઇન્ટની તેજી સાથે શરૂઆત

આ પણ વાંચો: Israel Hamas War/ યુદ્ધ બાદ ગાઝામાં હમાસનું શાસન પાછું અસંભવ, અમેરિકાએ ઈઝરાયેલના હુમલાને યોગ્ય ઠેરવ્યો

આ પણ વાંચો: Bokoharam/ નાઇજીરીયામાં ઇસ્લામિક આતંકવાદી જૂથ બોકો હરમે 37ને રહેંસી નાખ્યા