Not Set/ શું ખરેખર અમૃતસરમાં કહેર મચાવનાર ટ્રેનના ડ્રાઈવરે કરી લીધી છે આત્મહત્યા ?, જાણો આ સત્ય હકીકત

અમૃતસર, પંજાબના અમૃતસરમાં દશેરા નિમિત્તે આયોજિત કરાયેલા રાવણ દહનના કાર્યક્રમને જોવા માટે રેલ્વે ટ્રેક પર લોકો જમા થયા હતા. આ સમયે ફૂલ સ્પીડે ધસી આવી રહેલી એક ટ્રેન આ લોકોને કચડતા ૬૦ થી વધુ લોકોના મોત નીપજ્યા હતા. Big question; How they didn't realize that the train is coming ? 😶#Amritsar#AmritsarTrainAccidenthttps://t.co/hWtwvT6tbq— Ąbðűĺłäh _‏‎‎عبداللہ ✊ (@abu_shaikh143) October 20, 2018 જો […]

Top Stories India Trending
09 47 081550150123 ll શું ખરેખર અમૃતસરમાં કહેર મચાવનાર ટ્રેનના ડ્રાઈવરે કરી લીધી છે આત્મહત્યા ?, જાણો આ સત્ય હકીકત

અમૃતસર,

પંજાબના અમૃતસરમાં દશેરા નિમિત્તે આયોજિત કરાયેલા રાવણ દહનના કાર્યક્રમને જોવા માટે રેલ્વે ટ્રેક પર લોકો જમા થયા હતા. આ સમયે ફૂલ સ્પીડે ધસી આવી રહેલી એક ટ્રેન આ લોકોને કચડતા ૬૦ થી વધુ લોકોના મોત નીપજ્યા હતા.

જો કે આ ઘટનાના  પાંચ દિવસ બાદ હવે માહિતી સામે આવી છે કે, ગત શુક્રવારે મોતનું તાંડવ મચાવનાર ટ્રેનના ડ્રાઈવરે આત્મહત્યા કરી લીધી છે.

બીજી બાજુ ટ્રેનના ડ્રાઈવરની આત્મહત્યા કરવાની તસ્વીરો તેમજ વીડિયો ખુબ ઝડપથી સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહી છે.

CVU85FgY 1 શું ખરેખર અમૃતસરમાં કહેર મચાવનાર ટ્રેનના ડ્રાઈવરે કરી લીધી છે આત્મહત્યા ?, જાણો આ સત્ય હકીકત
national-amritsar-train-accident-driver-photos-of-suicide-viral-video

ડ્રાઈવરની આ પોસ્ટ ન માત્ર વોટ્સએપ પણ ફેસબુકમાં એટલી ઝડપથી શેર કરવામાં આવી રહી છે કે, ત્યારબાદ રેલ્વે તંત્રમાં પણ હડકંપ મચી જવા પામ્યો છે.

સોશિયલ મીડિયામાં વાઈરલ થઇ રહેલા આ સંદેશમાં ટ્રેનના ડ્રાઈવરને ન માત્ર ફાંસી પર લટકાયેલી બતાવવામાં આવ્યો છે, પરંતુ સાથે સાથે આ ઘટનાની જગ્યા અમૃતસરના તારાવાલા પુલને બતાવવામાં આવ્યો છે.

આ ઉપરાંત ટ્રેનના ડ્રાઈવરના નામવાળો પત્ર પણ વાઈરલ થયો છે, જેમાં ઘટનાક્રમની જાણકારી આપવામાં આવી છે.

જો કે સોશિયલ મીડિયામાં વાઈરલ થયેલી આ પોસ્ટની અફવા પછી ડ્રાઈવરને પોતાને બચાવવા માટે કૂદવું પડ્યું છે.

acd 1 શું ખરેખર અમૃતસરમાં કહેર મચાવનાર ટ્રેનના ડ્રાઈવરે કરી લીધી છે આત્મહત્યા ?, જાણો આ સત્ય હકીકત
national-amritsar-train-accident-driver-photos-of-suicide-viral-video

આ સાથે ફિરોજપુર મંડલના DRM વિવેક કુમારે જણાવ્યું હતું કે, “સોશિયલ મીડિયામાં DMU ટ્રેન ચાલકની આત્મહત્યા કરવા અંગેની જે તસ્વીરો અને ફોટો વાઈરલ થઇ રહ્યો છે, તે પૂરી રીતે ખોટા છે”.

આ અંગે વધુમાં જણાવતા તેઓએ કહ્યું, “ટ્રેનનો ચાલક રેલ્વેની કસ્ટડીમાં પૂરી રીતે સુરક્ષિત છે. આ ઘટનાનાને લઈ લોકો દ્વારા કોઈ ભ્રમ ફેલાવવામાં ન આવે”.