Not Set/ દિલ્હીથી ગોવા જતી રાજધાની એક્સપ્રેસ પાટા પરથી ઉતરી, બધા જ મુસાફરો સલામત

આજે સવારે રાજધાની એક્સપ્રેસ જયારે મહારાષ્ટ્રના રત્નાગીરી પાસેના કરબુડે ટનલમાંથી પસાર થઈ રહી હતી ત્યારે ટ્રેન પાટા પરથી ઉતરી ગઈ હતી.

Top Stories India
a 249 દિલ્હીથી ગોવા જતી રાજધાની એક્સપ્રેસ પાટા પરથી ઉતરી, બધા જ મુસાફરો સલામત

આજે સવારે દિલ્હી-ગોવા રાજધાની ટ્રેનથી મોટો અકસ્માત ટળી ગયો હતો.  દિલ્હીના હઝરત નિઝામુદ્દીનથી ગોવાના માર્ગાઓ જઈ રહેલી રાજધાની એક્સપ્રેસ શનિવારે સવારે રત્નાગિરી નજીક કરબુડે ટનલમાં પાટા પરથી ઉતરી ગઈ હતી. એક અધિકારીએ જણાવ્યું હતું કે, આ સમયગાળા દરમિયાન કોઈ જાનહાની થઈ નથી. ટ્રેન પાટા પરથી ઉતરી તે સ્થળ મુંબઈથી 325 કિમી દૂર છે.

આપને જણાવી દઈએ કે, શનિવારે સવારે 4.15 વાગ્યે આ ઘટના કોંકણ રેલ્વે લાઈન પર બની હતી. અધિકારીએ જણાવ્યું હતું કે, કરબુડે ટનલમાં રાજધાની એક્સપ્રેસનું એન્જિન પાટા પરથી ઉતરી ગયું હતું. કોંકણ રેલ્વેને બાતમી મળતાં જ ટીમ સ્થળ પર પહોંચી ગઈ હતી. આ ઘટનાના કારણોસર કોંકણ રેલવે લાઇન પર ટ્રેનોના અવગમનને રોકી દેવામાં આવ્યા છે. આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી. કોંકણ રેલ્વેની ટીમ ઘટના સ્થળે પહોંચી રહી છે અને ટ્રેકને સરળ બનાવવાનો પ્રયાસ કરી રહી છે.

a 250 દિલ્હીથી ગોવા જતી રાજધાની એક્સપ્રેસ પાટા પરથી ઉતરી, બધા જ મુસાફરો સલામત

આ પણ વાંચો :રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પૂર્વ નિવાસ કાનપુરમાં : શિક્ષણ, સ્વાસ્થ્ય અને રોજગારીના મુદ્દે 78 લોકોને મળશે

અધિકારીએ જણાવ્યું હતું કે આ સમયગાળા દરમિયાન કોઈ જાનહાની થઈ નથી. ટ્રેન પાટા પરથી ઉતરી તે સ્થળ મુંબઈથી 325 કિમી દૂર છે. આ અકસ્માતને કારણે કોંકણ રેલ્વે માર્ગ ખોરવાઈ ગયો છે, જેના આધારે રેલવે સેવાને પુનર્સ્થાપિત કરવાનું કામ યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે.

આ પણ વાંચો :ED એ અનિલ દેશમુખને ફટકારી નોટિસ, સવારે 11 હાજર થવાનો આપ્યો આદેશ

અકસ્માતની જાણકારી મળતાની સાથે જ કોંકણ રેલ્વેની સિસ્ટમ તાત્કાલિક ઘટના સ્થળે મોકલી દેવામાં આવી હતી અને એન્જિનને પાટા પર લાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. આ અકસ્માતને કારણે કોંકણ રેલ્વે લાઈન પર વિવિધ ટ્રેનોને વિવિધ સ્ટેશનો પર અટકાવી દેવામાં આવી છે.

આ પણ વાંચો :દિલ્હીના રાજભવનો બહાર ખેડૂતોના પ્રદર્શનો, આતંકીઓ લાભ ઉઠાવવાની વેતરણમાં

આ પણ વાંચો :બાંગ્લાદેશમાં દેશવ્યાપી લોકડાઉનની ઘોષણા, ઢાકામાં ભયંકર ડેલ્ટા પ્લસ વેરિએન્ટ ફેલાયો