Not Set/ ગુજરાત માટે રાહતના સમાચાર, લાંબા સમય બાદ નવા કેસ ત્રણ આંકડામાં નોંધાયા

ગુજરાત રાજ્યમાં કોરોના વાઇરસની ગતિ ધીમી પડી રહી છે. છેલ્લા ઘણા સમય બાદ રાજમાં પહેલી વાર ત્રણ આંકડામાં કેસ સામે આવ્યા છે. રાજ્યના આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા

Top Stories Gujarat Others
corona 9 0 1 ગુજરાત માટે રાહતના સમાચાર, લાંબા સમય બાદ નવા કેસ ત્રણ આંકડામાં નોંધાયા

ગુજરાત રાજ્યમાં કોરોના વાઇરસની ગતિ ધીમી પડી રહી છે. છેલ્લા ઘણા સમય બાદ રાજમાં પહેલી વાર ત્રણ આંકડામાં કેસ સામે આવ્યા છે. રાજ્યના આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 996 કેસ સામે આવ્યા છે. ત્રણ મહિના બાદ એક હજાર કરતા ઓછા કેસ નોંધાયા છે.

ગુજરાતીઓ માટે એક મોટા અને સારા સમાચાર સામે આવ્યા છે. રાજ્યમાં કોરોનાનો કહેર મંદ પડી રહ્યો છે. આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર છેલ્લા ૨૪ કલાકમાં 996 કેસ સામે આવ્યા છે, જે સાથે રાજ્યમાં કોરોનાના કુલ કેસનો આંકડો 160722 પહોંચ્યો છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 8 લોકોનાં મૃત્યુ થયા છે. રાજ્યમા આજે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા 1147 છે. ગુજરાતમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 142799 છે. રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 14277 છે.