સારા સમાચાર/ આજથી સ્ટેચ્યૂ ઓફ યુનિટી પ્રવાસીઓ માટે ખુલ્લુ મુકાશે, પ્રથમ દિવસે આટલા લોકોએ કર્યુ ઓનલાઇન બુકિંગ

કોરોનાની બીજી લહેરનાં કારણે ગુજરાતમાં પ્રતિબંધોને વધુ કડક બનાવવામાં આવ્યા હતા. જેના કારણે ઘણા સ્થળોને બંધ કરી દેવામાં આવ્યા હતા.

Top Stories Gujarat Others
1 231 આજથી સ્ટેચ્યૂ ઓફ યુનિટી પ્રવાસીઓ માટે ખુલ્લુ મુકાશે, પ્રથમ દિવસે આટલા લોકોએ કર્યુ ઓનલાઇન બુકિંગ
  • આજથી સ્ટેચ્યુ ઓફ યુનિટી શરૂ,
  • મુલાકાતીઓ માટે SOU ખુલ્લું મુકાયું,
  • ઓનલાઇન બુકિંગના આધારે મળશે પ્રવેશ,
  • કોવિડના કડક નિયમોના પાલન સાથે પ્રવેશ,
  • કોરોના સંક્રમણ વધતા મૂકાયો હતો પ્રતિબંધ

કોરોનાની બીજી લહેરનાં કારણે ગુજરાતમાં પ્રતિબંધોને વધુ કડક બનાવવામાં આવ્યા હતા. જેના કારણે ઘણા સ્થળોને બંધ કરી દેવામાં આવ્યા હતા. જેમા એક સ્ટેચ્યૂ ઓફ યુનિટી પણ હતુ. જી હા, કોરોનાનાં કેસમાં સતત વધારો થતા સ્ટેચ્યૂ ઓફ યુનિટી પ્રવાસીઓ માટે બંધ કરી દેવામાં આવ્યુ હતુ. જો કે હવે કોરાનાની બીજી લહેર શાંત પડી રહી છે ત્યારે તેને મંગળવાર એટલે કે આજથી પ્રવાસીઓ માટે ખુલ્લુ મુકવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

1 232 આજથી સ્ટેચ્યૂ ઓફ યુનિટી પ્રવાસીઓ માટે ખુલ્લુ મુકાશે, પ્રથમ દિવસે આટલા લોકોએ કર્યુ ઓનલાઇન બુકિંગ

રાજકારણ / રાહુલનો PM ને સવાલ- જો વેક્સિન તમામ માટે ફ્રી તો ખાનગી હોસ્પિટલો કેમ વસૂલશે ચાર્જ?

ગુજરાતમાં કોરોનાનાં ઘટતા કેસે લોકોને રાહત આપી છે. જો કે સરકાર તેમ છતા પણ સાવચેતી રાખવાની સલાહ લોકોને આપી રહી છે. આ વચ્ચે આપને જણાવી દઇએ કે, દુનિયાની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટી પ્રવાસીઓ માટે ખુલ્લુ મુકવામાં આવ્યુ છે. જો કે આ પહેલા કોરોનાની બીજી લહેરનાં કારણે સ્ટેચ્યૂ ઓફ યુનિટીને બંધ રાખવામાં આવ્યુ હતુ. જણાવી દઇએ કે, સ્ટેચ્યૂ ઓફ યુનિટી પ્રવાસે જવા ઇચ્છતા લોકો માટે ઓનલાઇન અને ઓફ લાઇનની વ્યવસ્થા કરવામાં આવી છે. જો ઓનલાઇન બુકિંગની વાત કરીએ તો પ્રથમ દિવસે ઓનલાઇન બુકિંગ સાઇડ ખુલતા જ પ્રવાસીઓ બુકિંગ શરૂ કર્યુ હતુ. અંદાજે 209 બુકિંગ પ્રથમ દિવસે નોંધાયા છે. જો કે અહી સ્ટેચ્યૂ ઓફ યુનિટીનાં પ્રવાસે આવી રહેલા લોકોને કોવિડનાં કડક નિયમોનું પાલન કરવુ જરૂરી રહેશે.

1 233 આજથી સ્ટેચ્યૂ ઓફ યુનિટી પ્રવાસીઓ માટે ખુલ્લુ મુકાશે, પ્રથમ દિવસે આટલા લોકોએ કર્યુ ઓનલાઇન બુકિંગ

ષડયંત્ર / ભારતને સોંપાઈ જવાના ડરથી ભાગેડુ મેહુલ ચોકસીએ પોતાના અપહરણનું નાટક રચ્યું : ભારતીય ગુપ્તચર એજન્સીઓ

આપને જણાવી દઇએ કે, રાજ્યમાં કોરોનાનાં કેસ સતત ઘટી રહ્યા છે. જેના કારણે રાજ્ય સરકાર દ્વારા મહત્વનાં નિર્ણયો લેવામાં આવ્યા છે. કોરોનાની બીજી લહેર બાદ સરકારી અને ખાનગી ઓફિસોમાં સ્ટાફની સંખ્યા અડધી કરી દેવામાં આવી હતી જેને હવે કેસ ઘટતા 100 ટકા કરી દેવામાં આવી છે. વળી સોમવારથી એટલે કે ગઇકાલેથી શૈક્ષણિક સત્રનો પણ પ્રારંભ થયો છે. કોરોનાનાં કેસ ઘટ્યા બાદ પણ હજુ શાળાઓ-કોલેજોને ખોલવાનો નિર્ણય લેવામાં આવ્યો નથી. આજે પણ ઓનલાઈન શિક્ષણ આપવામાં આવી રહ્યુ છે. મળી રહેલી માહિતી અનુસાર, ત્રીજી લહેરની ખુબ ચર્ચાઓ થઇ રહી છે. જેને લઇને સરકાર પણ કોઇ પણ નિર્ણય ઉતચાવળમાં કરવા માંગતી નથી. અને તેમા પણ ખાસ કહેવાય છે કે, ત્રીજી લહેરમાં બાળકોને તકલીફ વધારે થઇ શકે છે, ત્યારે રાજ્ય સરકાર દ્વારા શાળા ખોલવાનો નિર્ણય હાલમાં ન લેવાય તેવુ ચર્ચાઇ રહ્યુ છે.

kalmukho str 5 આજથી સ્ટેચ્યૂ ઓફ યુનિટી પ્રવાસીઓ માટે ખુલ્લુ મુકાશે, પ્રથમ દિવસે આટલા લોકોએ કર્યુ ઓનલાઇન બુકિંગ