Ahmedabad/ સરસપુર ઉભરાયા ઘૂંટણ સમા ફિણવાળા સફેદ પાણી,કેમિકલ યુક્ત હોવાનું અનુમાન

આમદવાદની પૂર્વમાં આવેલા સરસપુર વિસ્તારમાં ઘૂંટણ સમા ફિણવાળું સફેદ પાણી ભરાયા હતા. અને કામધંધા અર્થે ઘરની બહાર નીકળેલા લોકો આવા પાણીમાંથી પસાર થવા માટે મજબૂર બન્યા હતા.

Top Stories Ahmedabad Gujarat
આમદવાદની પૂર્વમાં આવેલા સરસપુર વિસ્તારમાં ઘૂંટણ સમા ફિણવાળું સફેદ પાણી ભરાયા હતા. અને કામધંધા અર્થે ઘરની બહાર નીકળેલા લોકો આવા પાણીમાંથી પસાર થવા માટે મજબૂર બન્યા હતા.

અમદાવાદમા આજ સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે. અનેક વિસાતરોમાં મન મૂકીને વરસાદ વરસી રહ્યો છે. શહેરના અનેક વિસ્તારો ફરી એકવાર જળબંબાકાર બન્યા છે. ત્યારે શહેરના પૂર્વ વિસ્તારમાં ચોકાવનારો કિસ્સો બન્યો છે. અહીં વરસાદી પાણી સાથે સફેદ ફીણ પણ જોવા મળ્યું હતું. સામાન્ય રીતે વરસાદના પાણી સાથે કેમિકલની ભેળસેળ થતાં આવું બનતું હોય છે.

nvs 6 2 સરસપુર ઉભરાયા ઘૂંટણ સમા ફિણવાળા સફેદ પાણી,કેમિકલ યુક્ત હોવાનું અનુમાન

પ્રાપ્ત વિગતો અનુસાર આમદવાદની પૂર્વમાં આવેલા સરસપુર વિસ્તારમાં ઘૂંટણ સમા ફિણવાળું સફેદ પાણી ભરાયા હતા. અને કામધંધા અર્થે ઘરની બહાર નીકળેલા લોકો આવા પાણીમાંથી પસાર થવા માટે મજબૂર બન્યા હતા. સફેદ ફીણ વાળું પાણી નીકળતા લોકોમાં આક્રોશ જોવા મળ્યો હતો. નજીકમાં જ કાપડની મિલ આવી હોવાના કારણે સફેદ ફીણવાળું પાણી નીકળ્યા હોવાનું સ્થાનિકો દ્વારા અનુમાન કરવામાં આવી રહ્યું છે.

wht 1 સરસપુર ઉભરાયા ઘૂંટણ સમા ફિણવાળા સફેદ પાણી,કેમિકલ યુક્ત હોવાનું અનુમાન

ફિણવાળા પાણી નીકળતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. તો સાથે આવા પાણીમાંથી પસાર થતાં સમયે લોકોને બીમારી કે ચામડીની બીમારીઓ થવાનો ભય પણ સતાવી રહ્યો છે. આ વિસ્તારમાં AMC ની ભારે બેદરકારી જોવા મળી છે.

અગાઉ વસ્ત્રાલ ગામના તળાવમાં પણ આવી જ પરિસ્થિતી જોવા મળી હતી. કેમિકલયુક્ત પાણી ભળી તળાવમાં જતા તળાવમાં સફેદ ફીણ જોવા મળ્યું હતું. જેના કારણે અનેક માછલીઓના મોત નિપજ્યા હતા. પ્રદુષણયુક્ત પાણી અને માછલીઓના મોતનો મામલો આજે આખો દિવસ ચર્ચામાં રહ્યો હતો. જેમાં તંત્રની બેદરકારી સામે લોકઆક્રોશ જોવા મળી રહ્યો છે. કેમિકલ યુક્ત પાણીને મોર્નિંગ વોક માટે નીકળેલા લોકોએ વસ્ત્રાલ તળાવમાં મૃત હાલતમાં અનેક માછલીઓ જોઇ હતી. તળાવના પાણીમાં સફેદ ફિણ પ્રસરી ગયું હતું.

Gujarat/ વરસાદ પછી સાફસફાઇ અને પાણીના નિકાલની વ્યવસ્થા માટે રાજય સરકારે જાહેર કરી સહાય