Not Set/ સ્પોર્ટ્સ/ અમદાવાદમાં દુનિયાનું સૌથી મોટુ ક્રિકેટ સ્ટેડિયમ બનીને થયુ તૈયાર, આ તારીખે રમાશે પહેલી મેચ

ગુજરાતનાં અમદાવાદમાં વિશ્વનું સૌથી મોટું સ્ટેડિયમ લગભગ તૈયાર થઇ ગયુ છે. આ સ્ટેડિયમ 63 એકરમાં બનાવવામાં આવ્યું છે. આ સ્ટેડિયમની કિંમત અંદાજે 700 કરોડ રૂપિયા હોવાનું પણ કહેવામાં આવી રહ્યુ છે. તમને જાણીને નવાઇ લાગશે પણ આ સ્ટેડિયમમાં એક લાખ દસ હજાર લોકોની બેસવાની ક્ષમતા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે જો બધુ બરાબર […]

Top Stories Sports
motera stadium match સ્પોર્ટ્સ/ અમદાવાદમાં દુનિયાનું સૌથી મોટુ ક્રિકેટ સ્ટેડિયમ બનીને થયુ તૈયાર, આ તારીખે રમાશે પહેલી મેચ

ગુજરાતનાં અમદાવાદમાં વિશ્વનું સૌથી મોટું સ્ટેડિયમ લગભગ તૈયાર થઇ ગયુ છે. આ સ્ટેડિયમ 63 એકરમાં બનાવવામાં આવ્યું છે. આ સ્ટેડિયમની કિંમત અંદાજે 700 કરોડ રૂપિયા હોવાનું પણ કહેવામાં આવી રહ્યુ છે. તમને જાણીને નવાઇ લાગશે પણ આ સ્ટેડિયમમાં એક લાખ દસ હજાર લોકોની બેસવાની ક્ષમતા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે જો બધુ બરાબર ચાલે છે, તો આવતા વર્ષે માર્ચમાં અહી, એશિયા ઇલેવન અને વર્લ્ડ ઇલેવન વચ્ચે એક મેચ રમાઇ શકે છે.

Image result for मोटरा स्टेडियम"

ગુજરાતનાં ગૌરવમાં અનેરો વધારો કરાવવા હવે સૌથી મોટી પ્રતિમા બાદ ગુજરાતને મળશે વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ. સમગ્ર વિશ્વમાં જેવું સ્ટેડિયમ નથી તેવું અધભૂત ક્રિકેટ સ્ટેડિયમ અમદાવાદમાં નિર્માણ પામી રહ્યું છે. જણાવી દઇએ કે, આગામી 6 મહિનામાં આ તૈયાર થઇ જશે. જણાવી દઇએ કે, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનાં પુત્ર અને હાલમાં બીસીસીઆઈનાં સચિવ જય શાહે કહ્યું કે, આ સ્ટેડિયમ વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું વિજન છે. આ સાથે જ તેમણે કહ્યું કે વડા પ્રધાન મોદી વિશ્વના આ સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમના ઉદઘાટન પર આવશે. શાહને ગુજરાત ક્રિકેટ એસોસિએશન દ્વારા કહેવામાં આવે છે કે સ્ટેડિયમનું કામ પૂર્ણ થઈ ગયું છે. તેથી, બીસીસીઆઈ પ્રમુખ સૌરવ ગાંગુલીએ કહ્યું છે કે તેઓ માર્ચમાં શરૂ થનારી મેચ માટે આઈસીસીની મંજૂરી લેશે. રવિવારે મુંબઈમાં બોર્ડની વાર્ષિક બેઠક બાદ ગાંગુલીએ સુનિશ્ચિત કર્યું હતું કે, એશિયા ઇલેવન અને વર્લ્ડ ઇલેવન વચ્ચેનો મેચ આઇસીસીની મંજૂરી લીધા પછી જ સ્ટેડિયમ ખાતે યોજાશે.

Image result for मोटरा स्टेडियम"

અમદાવાદનું મોટેરા સ્ટેડિયમ 63 એકર જમીનમાં બનેલુ છે, જેમા 1.10 લાખ લોકોની બેસવાની ક્ષમતા છે. વર્તમાનમાં વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ મેલબોર્નનું છે. જેમાં એક સાથે 90,000 લોકો બેસી શકે છે. ગુજરાતમાં બનેલી વિશ્વની સૌથી મોટી પ્રતિમા ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ બાદ હવે રાજ્ય ક્રિકેટમાં વિશ્વનાં સૌથી મોટા સ્ટેડિયમનો રેકોર્ડ બનાવવા જઈ રહ્યું છે. અંદાજિત રૂ.700કરોડનાં ખર્ચે નિર્માણાધિન આ સ્ટેડિયમ અંદરથી ખૂબ જ સુંદર દેખાઇ રહ્યુ છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીનું અત્યંત ટૂંકા ગાળા 5 વર્ષમાં નિર્માણ કરનારી લાર્સન એન્ડ ટુર્બો (એલ એન્ડ ટી) દ્વારા આ સ્ટેડિયમનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. જે આગામી 6 મહિનામાં ક્રિકેટ રસિકો માટે તૈયાર થઇ જશે.

Image result for मोटरा स्टेडियम"

વર્ષ 2016માં મોટેરા સ્ટેડિયમને તોડી પાડવામાં આવ્યું હતું. મોટેરા સ્ટેડિયમની દર્શક ક્ષમતા 54,000 હતી. ગુજરાત ક્રિકેટ એસોસિએશન દ્વારા નવુ અને અત્યાધુનિક અને સંપૂર્ણ સુવિધાયુક્ત સ્ટેડિયમ બનાવવા માટે જૂનું સ્ટેડિયમ તોડી પડાયું હતું. જાન્યુઆરી, 2018માં નવા સ્ટેડિયમનો પાયો નાખવામાં આવ્યો હતો અને વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’નાં સ્વપ્નદ્રષ્ટા એવા વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આ ડ્રીમ પ્રોજેક્ટ કહેવાય છે. ગુજરાત ક્રિકેટ એસોસિએશન દ્વારા સમગ્ર પ્રોજેક્ટ હાથ પર લેવામાં આવ્યો છે. જેના બાંધકામનો કોન્ટ્રાક્ટ દેશની પ્રખ્યાત નિર્માણ કંપની લાર્સન એન્ડ ટુર્બોને આપવામાં આવ્યો છે. આગામી IPL મેચમાં આ વિશાળકાય સ્ટેડિયમ કોઈ પણ ટીમને હોમગ્રાઉન્ડ તરીકે પણ આપવામાં આવી શકાય છે. ત્યારે હવે સૌ કોઈ આ અધભૂત અને વિશાળકાય સ્ટેડિયમને નિહાળવા માટે આતુર છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.