America/ ફિલિપાઇન્સના રાષ્ટ્રપતિએ અમેરિકાને આપી ધમકી, જો કોરોના રસી નહિ આપી તો….

ફિલિપાઇન્સના રાષ્ટ્રપતિએ અમેરિકાને આપી ધમકી, જો કોરોના રસી નહિ આપી તો….

Top Stories World
kapas 11 ફિલિપાઇન્સના રાષ્ટ્રપતિએ અમેરિકાને આપી ધમકી, જો કોરોના રસી નહિ આપી તો....

ફિલિપાઇન્સના રાષ્ટ્રપતિ રોડ્રિગો ડ્યુર્ટે, તેમના નિવેદનો માટે જાણીતા છે,  હવે તેમણે અમેરિકાને ધમકી આપી છે. તેમને કહ્યું છે કે, જો અમેરિકાએ કોરોના રસી નાં આપી તો, તે લશ્કરી કરાર રદ કરશે. શનિવારે ડ્યુર્ટેએ કહ્યું હતું કે જો યુએસ નવા કોરોના વાયરસ સામે લડવાની રસી પૂરી પાડશે નહીં તો તેઓ વિઝિટિંગ ફોર્સિસ એગ્રીમેન્ટ રદ કરવાની યોજના સાથે આગળ વધશે.

રાષ્ટ્રપતિ રોડ્રિગો ડ્યુર્ટે, કહ્યું હતું કે યુ.એસ. સાથે સૈન્ય કરાર બિલકુલ રદ થવાની આરે છે અને જો તેઓએ મંજૂરી નહીં આપે તો યુ.એસ. સૈન્યએ તેમનો દેશ છોડવો પડશે. આ વર્ષની શરૂઆતમાં, ડ્યુર્ટેએ યુ.એસ. સાથે લશ્કરી ડીલ રદ કરવાનો આદેશ આપ્યો હતો, પરંતુ બાદમાં તેને છ મહિના માટે મોકૂફ રાખવામાં આવ્યો હતો. આ ડીલ અંતર્ગત અમેરિકન સૈનિકો ફિલિપાઇન્સના પ્રદેશ પર સૈન્ય કવાયત કરી શકે છે.

ડ્યુર્ટેએ કહ્યું, “જો અમેરિકનો ઓછામાં ઓછા બે કરોડ કોરોના  રસીના ડોઝ આપવામાં નિષ્ફળ જાય છે તો અમેરિકા માટે સારું રહેશે કે જલ્દીથી પોતાના સૈન્યને પાછુ બોલાવી લે. જો રસી ન હોય તો, અહીં પણ રોકાશો નહીં. ‘ તેમણે કહ્યું કે જો યુ.એસ. ફિલિપાઇન્સને કોરોના રસી આપવા માંગે છે, તો તેણે શાંતિથી આપી દેવી જોઈએ. રાષ્ટ્રપતિએ કહ્યું કે યુનાઇટેડ સ્ટેટ્સ તેના લોકોને કોરોના વાયરસની રસી પૂરી પાડવા યુદ્ધના ધોરણે કામ કરી રહ્યું છે.

રાષ્ટ્રપતિએ રસીકરણના પ્રભારીને રસી ખરીદવાના પૈસાની ચિંતા ન કરવા જણાવ્યું હતું. તેમણે કહ્યું કે જે પણ ઉપલબ્ધ છે તે ખરીદો, કારણ કે તે કટોકટી છે. તેમણે બ્રિટન અને અમેરિકામાં પહેલેથી જ માન્ય કરાયેલ કોરોના વાયરસ રસી માટે પરવાનગી આપવાનો આદેશ પણ આપ્યો હતો.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છેત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેઆ સમયે કોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો