Not Set/ 2G સ્પ્રેકટમ કેસમાં કોર્ટે પી ચિદમ્બરમ અને પુત્ર કાર્તી ચિદમ્બરમની સુરક્ષા લંબાવી

એરસેલ-મેક્સિસ કેસ દિલ્લીની પટિયાલા હાઉસ કોર્ટ દ્વારા 11 જાન્યુઆરી સુધી સ્થગિત કરી દેવામાં આવી છે. કોર્ટ દ્વારા આ કેસ સાથે સંકળાયેલા પૂર્વ નાણા મંત્રી પી.ચિદમ્બરમ અને એમનાં પુત્ર કાર્તી ચિદમ્બરમની વચગાળાની સુરક્ષા પણ 11 જાન્યુઆરી સુધી લંબાવી દેવામાં આવી છે. CBI અને ED બંનેના કેસમાં પી.ચિદમ્બરમ અને એમનાં પુત્ર કાર્તી ચિદમ્બરમની વચગાળાની સુરક્ષા કોર્ટ દ્વારા […]

Top Stories India Politics
karti 2G સ્પ્રેકટમ કેસમાં કોર્ટે પી ચિદમ્બરમ અને પુત્ર કાર્તી ચિદમ્બરમની સુરક્ષા લંબાવી

એરસેલ-મેક્સિસ કેસ દિલ્લીની પટિયાલા હાઉસ કોર્ટ દ્વારા 11 જાન્યુઆરી સુધી સ્થગિત કરી દેવામાં આવી છે. કોર્ટ દ્વારા આ કેસ સાથે સંકળાયેલા પૂર્વ નાણા મંત્રી પી.ચિદમ્બરમ અને એમનાં પુત્ર કાર્તી ચિદમ્બરમની વચગાળાની સુરક્ષા પણ 11 જાન્યુઆરી સુધી લંબાવી દેવામાં આવી છે.

CBI અને ED બંનેના કેસમાં પી.ચિદમ્બરમ અને એમનાં પુત્ર કાર્તી ચિદમ્બરમની વચગાળાની સુરક્ષા કોર્ટ દ્વારા લંબાવી દેવામાં આવી છે.

વર્ષ ૨૦૦૬માં એરસેલ-મેક્સિસ ડીલ કરવામાં આવી હતી. આ ડીલ અંતર્ગત એફઆઈપીબીની મંજુરી મળવાના મામલાની તપાસ સીબીઆઈ અને ઇડી કરી રહી છે. આ ડીલ જયારે થઇ એ સમયે પી.ચિદમ્બરમ નાણા મંત્રી હતા.

સીનીયર કોંગ્રેસ લીડર અને એમનાં પુત્ર 3,500 કરોડ રૂપિયાની એરસેલ-મેક્સિસ ડીલ અને INX  મીડિયા કેસ જે 305 કરોડ રૂપિયાનો હતો સંડોવાયેલા છે એવો આરોપ લગાવવામાં આવ્યો છે. જોકે બંને પિતા પુત્રએ આ આરોપોને નકાર્ય છે.