Not Set/ ભારત-રશિયા વચ્ચે S-400 સોદો થશે તો, અમેરિકા ભારત પર પ્રતિબંધ મુકશે ?

નવી દિલ્હી, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ભારતના પ્રવાસે છે અને રશિયા ભારત વચ્ચે એસ-400 મિસાઇલ સિસ્ટમને લઇને સોદો થઇ શકે છે. શુક્રવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પ્રેસિડન્ટ પુતિન વચ્ચે થનારી દ્વિપક્ષીય ચર્ચા દરમિયાન આ સૌદા પર મહોર લાગી શકે છે. #WATCH Russian President Vladimir Putin meets PM Narendra Modi at Hyderabad House in Delhi. #PutininIndia pic.twitter.com/rSzDQSwVxr— ANI (@ANI) […]

Top Stories World Trending
s400 missile system ભારત-રશિયા વચ્ચે S-400 સોદો થશે તો, અમેરિકા ભારત પર પ્રતિબંધ મુકશે ?

નવી દિલ્હી,

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ભારતના પ્રવાસે છે અને રશિયા ભારત વચ્ચે એસ-400 મિસાઇલ સિસ્ટમને લઇને સોદો થઇ શકે છે. શુક્રવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પ્રેસિડન્ટ પુતિન વચ્ચે થનારી દ્વિપક્ષીય ચર્ચા દરમિયાન આ સૌદા પર મહોર લાગી શકે છે.

બીજી બાજુ જો ભારત રશિયા પાસેથી એસ-400 મિસાઇલ સિસ્ટમ ખરીદશે તો ભારતની લશ્કરી તાકાતમાં વધારો થશે.

અમેરિકાએ આપી છે ચેતવણી

જોવામાં આવે તો, ભારત અને રશિયા વચ્ચે થઇ રહેલી આ ડીલ પર સમગ્ર દુનિયાની નજર છે. પુતિનની ભારત યાત્રા પહેલાં જ અમેરિકાએ તેમના સહયોગી દેશોને રશિયા પાસેથી કોઈ પણ પ્રકારની મહત્વની ખરીદી કે કરાર ન કરવાની ચેતવણી આપી છે.

donald trump 29496131773 ભારત-રશિયા વચ્ચે S-400 સોદો થશે તો, અમેરિકા ભારત પર પ્રતિબંધ મુકશે ?
world-S-400 deal India and Russia America ban India

દુનિયામાં મહાસત્તા કહેવાતા અમેરિકાએ સંકેત આપ્યો છે કે, જો અમેરિકાનો કોઈ સહયોગી દેશ રશિયા સાથે કરાર કરશે તો અમેરિકા તેમની સાથેના સંબંધો પર પ્રતિબંધ લગાવી શકે છે.

અમેરિકાએ અગાઉ ચીન પર એસ-400ની ખરીદીના મામલે જ પ્રતિબંધ લાદ્યો હતો.ચીને રશિયા પાસેથી એસ-400 અને સુખોઇ સુ-35 લડાકુ વિમાન ખરીદવાની ડીલ કરી હતી. આ ડીલથી નારાજ થઇને અમેરિકાએ ચીન પર પ્રતિબંધ મુક્યો હતો. રશિયા સાથે એસ-400 ખરીદનાર દેશ પર પ્રતિબંધ મુકવાની ચીમકી અમેરિકા આપી રહ્યું છે.

S 400 Anti Aircraft Missile Systems1 ભારત-રશિયા વચ્ચે S-400 સોદો થશે તો, અમેરિકા ભારત પર પ્રતિબંધ મુકશે ?
world-S-400 deal India and Russia America ban India

ભારત-રશિયા વચ્ચે એસ-400 એર ડિફેન્સ સિસ્ટમ સહિત ૨૦ સમજૂતી કરાર પર હસ્તાક્ષર થવાનો અંદાજ છે. રશિયન સંસદના એક ટોપ ઓફિસરના જણાવ્યા પ્રમાણે, ભારત મુલાકાતમાં પુતિન ૫ બિલિયન ડોલર (અંદાજે 36 હજાર કરોડ રૂપિયા)ના S-400 ડિફેન્સ સિસ્ટમ ડીલ પર સાઈન કરી શકે છે. આશા છે કે આજે ૫ ઓક્ટોબરે બંને નેતા સંયુક્ત નિવેદન પણ આપી શકે છે.

જાણો કેમ છે અમેરિકા નારાજ

https://api.mantavyanews.in/india-america-is-not-offended-by-buying-thaad-but-india-will-lock-s-400-deal-know-the-reason/