Not Set/ અરવલ્લીના મોડાસામાં વરસ્યો 2 ઇંચ વરસાદ,માલપુરમાં નોંધાયો 1 ઇંચ

ગુજરાત રાજયમાં બ્રેક બાદ મેધરાજાની એન્ટ્રી થતા લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. આજે વહેલી સવારથી રાજ્યના અનેક જીલ્લામાં વરસાદ વરસ્યો છે. ક્યાંક ઓછો, તો ક્યાંક વધુ તો ક્યાં આવ્યો વાતાવરણમાં પલટો આવતા ચારેય બાજુ ઠંડક પસરી જવા પામી છે. આવામાં અરવલ્લીના મોડાસામાં સાંબેલાધાર વરસાદ વરસ્યો છે. જણાવી દઈએ કે બે કલાકમાં બે ઇંચ […]

Gujarat Others
7e3f867df2fc71a55c651a7723c77356 અરવલ્લીના મોડાસામાં વરસ્યો 2 ઇંચ વરસાદ,માલપુરમાં નોંધાયો 1 ઇંચ

ગુજરાત રાજયમાં બ્રેક બાદ મેધરાજાની એન્ટ્રી થતા લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. આજે વહેલી સવારથી રાજ્યના અનેક જીલ્લામાં વરસાદ વરસ્યો છે. ક્યાંક ઓછો, તો ક્યાંક વધુ તો ક્યાં આવ્યો વાતાવરણમાં પલટો આવતા ચારેય બાજુ ઠંડક પસરી જવા પામી છે. આવામાં અરવલ્લીના મોડાસામાં સાંબેલાધાર વરસાદ વરસ્યો છે.

જણાવી દઈએ કે બે કલાકમાં બે ઇંચ વરસાદથી ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે. નીચાણવાળા વિસ્તારો અને મુખ્યમાર્ગો પર પાણી ફરી વળ્યા છે. ભારે વરસાદના પગલે શહેરનો બસ સ્ટેશન વિસ્તાર પાણીમાં ગરકાવ થઇ ગયો છે.

તો બીજી બાજુ અરવલ્લીના જ માલપુરમાં 1 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે.  મહીસાગરના ખાનપુર અને લુણાવાડામાં અડધા ઇંચ કરતાં વધુ વરસાદ પડ્યો છે. સવારે બે કલાક દરમિયાન આ વરસાદ નોઁધાયા છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.