Political/ ગુજરાતની નવી સરકારમાં 20 થી 22 મંત્રી લેશે શપથ?

ગઇકાલે એટલે કે બુધવારે મંત્રીમંડળમાં કોના નામ હશે અને કોની બાદબાકી થશે તેનેે લઇને ચર્ચાઓ શરૂ થઇ હતી. જેનો આજે પણ અંત આવ્યો નથી.

Top Stories Gujarat Others
11 73 ગુજરાતની નવી સરકારમાં 20 થી 22 મંત્રી લેશે શપથ?
  • ગુજરાતની નવી સરકારમાં 20 થી 22 મંત્રી લેશે શપથ
  • જીતુ વાઘાણી,બ્રિજેશ મેરજા, નરેશ પટેલ,ઋષિકેશ પટેલ, અરવિંદ રૈયાણી,કિરીટસિંહ રાણા, હર્ષ સંઘવી ,કનુભાઇ દેસાઇ,રાઘવજી પટેલ સહિતના ધારાસભ્યો લેશે શપથ..
  • મંત્રી તરીકે પસંદ થયેલા ધારાસભ્યોને ફોન કરવાનું શરૂ

ગુજરાતમાં વિજય રૂપાણીનાં રાજીનામા બાદ નવા મુખ્યમંત્રી કોણ હશે તેને લઇને ચર્ચાઓ તેજ થઇ હતી. ભાજપ આગેવાને રાજ્યની કમાન ભૂપેન્દ્ર પટેલનાં હાથમાં આપી અને ત્યારબાદ તેમણે રાજ્યનાં મુખ્યમંત્રી પદની શપથ લીધી. જો કે હવે ભૂપેન્દ્ર પટેલનાં મંત્રીમંડળને લઇનેે રાજનીતિ ગરમાઇ છે.

આ પણ વાંચો – ભાજપ માટે કપરા ચઢાણ ? /  કોળી સમાજની ચીમકી, -જો કુંવરજી બાવળિયાને મંત્રીમંડળમાંથી પડતા મૂકવામાં આવ્યા તો ….

આપને જણાવી દઇએ કે, ગઇકાલે એટલે કે બુધવારે મંત્રીમંડળમાં કોના નામ હશે અને કોની બાદબાકી થશે તેનેે લઇને ચર્ચાઓ શરૂ થઇ હતી. જેનો આજે પણ અંત આવ્યો નથી. હવે તાજેતરમાં મળી રહેલી માહિતી અનુસાર, ગુજરાતની નવી સરકારમાં 20 થી 22 મંત્રી શપથ લેશે. જેમા જીતુ વાઘાણી, બ્રિજેશ મેરજા, નરેશ પટેલ, ઋષિકેશ પટેલ, અરવિંદ રૈયાણી, કિરીટસિંહ રાણા, હર્ષ સંઘવી, કનુભાઇ દેસાઇ, રાઘવજી પટેલ સહિતનાં ધારાસભ્યો શપથ લેશે. વળી સુત્રોનું કહેવુ છે કે, મંત્રી તરીકે જેમને પસંદ કરવામાં આવ્યા છે તે ધારાસભ્યને ફોન કરવાનું શરૂ થઇ ગયુ છે.

આ પણ વાંચો – ગુજરાત / અંબાજી મેળો રદ કરવાનો લેવાયો નિર્ણય, ગૃહ વિભાગે કર્યો આદેશ

ઉલ્લેખનીય છે કે, ભુપેન્દ્ર પટેલની નવી ટીમમાં કોણ હશે તે અંગે અનેક કયાસ લગાવવામાં આવી રહ્યા છે, પરંતુ અનેક જુના મંત્રીઓના પત્તા કપાય એવી સંભાવના છે અને નવા યુવાન ચહેરાઓને પણ સ્થાન અપાય છે. પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહ દ્વારા જે આદેશ આપવામાં આવશે તેવા ચહેરાઓને સ્થાન મળશે તે નક્કી છે. જો કે આ સમગ્ર મંત્રીમંડળની રચનાનું ચિત્ર આજે સ્પષ્ટ થઇ જશે.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…